1956માં, દશેરાના દિવસે, ડૉ. આંબેડકરે જાહેરમાં હિંદુ ધર્મનો ત્યાગ કર્યો હતો. આ ઐતિહાસિક ઘટના અને બુદ્ધના સંસાર ત્યાગ વિશે રાધાબાઈ બોરહાડે અને વાલ્હાબાઈ ટાકણખાર ‘ગ્રાઇન્ડમિલ સૉંગ્સ પ્રોજેક્ટ’ માટે ગીતો ગાય છે


Beed, Maharashtra
|MON, JUL 28, 2025
દશેરા નિમિત્તે એક ઐતિહાસિક દિવસની યાદ
Author
Photographs
Editor
Translator
રાધાબાઈ કહેછે,“મને બાબાસાહેબ આંબેડકર અને બૌદ્ધ ધર્મગ્રંથોની કથામાં ઘણોરસ છે.” તેઓ ઘણાંવર્ષો સુધીખેતમજૂર તરીકે કામ કરતાં હતાં અને જ્યારે અમે તેમને એપ્રિલ 2017માં મળ્યા, ત્યારે તેઓ એક નાનીકરિયાણાની દુકાન ચલાવતાંહતાં.
અમે બીડજિલ્લાના માજલગાંવ ગામની મુલાકાતે ગયાહતા, એવાગાયકોને મળવાજેમણે બેદાયકા પહેલાં ગ્રાઇન્ડમિલ સૉંગ્સના ડેટાબેઝમાં ‘ઓવી’ (મરાઠી લોકગીતો)નું યોગદાન આપ્યું હતું. (જુઓ માજલગાંવના ગીતો, મ્હોઉની યાદો). રાધાબાઈ ગામના દલિતવિસ્તાર, ભીમનગરમાં રહેતાંહતાં, પરંતુ અમારી મુલાકાતના થોડા મહિનાઓ પહેલાં જ તેમના પતિના અવસાન પછીતેઓ તેમનાં ભાભી સાથે રહેવા માટે માજલગાંવ તાલુકાના નજીકના સાવરગાંવમાં રહેવા ગયાંહતાં.
વાલ્હાબાઈ ટાકણખાર, જેઓ એક ગૃહિણી છે, તેમણે અમનેકહ્યું, “મારા ભાઈ પરબાબાસાહેબ આંબેડકરની શિક્ષાઓનો ઘણો પ્રભાવ હતો અને તેઓદલિતોના ઉદ્ધાર માટે કામ કરેછે...”
રાધાબાઈના પતિને “આ બધામાં રસનહોતો,” પરંતુ, રાધાબાઈ કહે છે, “તેમણે મને મુસાફરી કરવા માટે પ્રોત્સાહિત કરી. તેથી હુંઔરંગાબાદમાં અજંતા અને ઈલોરાની ગુફાઓમાં [બૌદ્ધ] શિલ્પો જોવા, મ્હોઉમાં બાબાસાહેબના જન્મસ્થળે અને નાગપુરમાં દીક્ષાભૂમિ પર ગઈ.”
દર વર્ષે, વિજયાાદશમીના દિવસે, જેદશેરાના તહેવારનો છેલ્લો દિવસ છે, દેશભરમાંથી હજારો દલિતો નાગપુરની દીક્ષાભૂમિ પર આવે છે. આ તહેવાર નવરાત્રિના નવ દિવસોના અંતનું પ્રતિક છેઅને 10મોદિવસ અનિષ્ટ પર સારાની જીતની ઉજવણી કરે છે, જ્યારે દેવીદુર્ગા મહિષાસુર રાક્ષસ પર વિજયમેળવે છે. મહાભારતમાં કહેવાય છે કે આદિવસે અર્જુને કૌરવોને હરાવ્યા હતા. રામાયણમાં, આજ દિવસે ભગવાન રામે રાવણનો વધ કર્યો હતો.

Sudarshan Sakharkar
પરંતુ દલિતો નાગપુરમાં એક બીજી મહત્ત્વપૂર્ણ જીતને યાદ કરવા ભેગા થાય છે, આ કોઈ પૌરાણિક યુદ્ધનો દિવસ નથી, પરંતુ ભારતીય ઇતિહાસનો એક સીમાચિહ્નરૂપ દિવસ છે. નાગપુરમાં, 14 ઓક્ટોબર, 1956ના રોજ, બાબાસાહેબ આંબેડકર અને લાખો અન્ય લોકોએ બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો. આ દિવસ સમુદાય માટે ડૉ. આંબેડકરના દલિતો સામેના ભેદભાવ વિરુદ્ધના સંઘર્ષને યાદ કરવાનો દિવસ છે.
‘એનિહિલેશન ઓફ કાસ્ટ (જાતિ નિર્મૂલન)’ (1936)માં, બાબાસાહેબે કહ્યું હતું, “જ્ઞાતિ એ અમુક ધાર્મિક માન્યતાઓનું સ્વાભાવિક પરિણામ છે, જેને શાસ્ત્રોની [હિંદુ ધર્મગ્રંથોની] મંજૂરી મળેલી છે.”
આ માન્યતાઓથી દૂર થવા પર, તેમણે કહ્યું: “મહત્ત્વનું એછે કેશાસ્ત્રોને લોકોએ કેવી રીતે સમજ્યા છે. તમારે એજ વલણઅપનાવવું જોઈએજે બુદ્ધે અપનાવ્યું હતું. તમારે એ જ વલણઅપનાવવું જોઈએજે ગુરુનાનકે અપનાવ્યું હતું. તમારે ફક્તશાસ્ત્રોનો ત્યાગ જ નહીં, પરંતુ તેમની સત્તાનો પણઇનકાર કરવોપડશે, જેમબુદ્ધ અનેનાનકે કર્યો હતો. તમારે હિંદુઓને કહેવાની હિંમત રાખવી પડશે કે તેમના ધર્મમાં શું ખોટું છે - એ ધર્મજેણે તેમનામાં જ્ઞાતિની પવિત્રતાનો ખ્યાલ પેદા કર્યો છે. શું તમેએ હિંમત બતાવશો?”
સંઘર્ષ અને સમર્પણ
રાધાબાઈ બોરહાડે અને વાલ્હાબાઈ ટાકણખાર ગૌતમ બુદ્ધ અને ડૉ. આંબેડકરના જીવન વિશે સાત‘ઓવી’ ગાયછે. પ્રથમ બે ગીતો બુદ્ધના મહેલ, સંપત્તિ અનેભૌતિક જીવનના ત્યાગનો ઉલ્લેખ કરેછે. પ્રથમ ‘ઓવી’માં, રાધાબાઈ ગૌતમવિશે ગાયછે, જેઓતેમના પિતાસિદ્ધુધનના ખેતરોમાં સોનાનો હળ હોવાછતાં જંગલમાં ચાલ્યા ગયા છે. બીજી ‘ઓવી’માં, બુદ્ધનાં માતા માયાવતી કહે છે કેતેઓ દુઃખી છે કારણ કેતેમના પુત્રએ તેમનાંપત્નીને છોડીદીધાં છે.

Samyukta Shastri
3 થી 7 નંબરનાં ગીત ડૉ. ભીમરાવ આંબેડકર અને જ્ઞાતિ ભેદભાવ સામેના તેમના સંઘર્ષ વિશે છે. ત્રીજા ગીતમાં, રાધાબાઈ ભીમ વિશેગાય છે, જેમણે બુદ્ધ ધર્મ અપનાવ્યો છે. તેઓ હિંદુ ધર્મ અને જ્ઞાતિ પ્રથાના તેમના ત્યાગની સરખામણી અંધકારને પ્રકાશિત કરવા સાથે કરેછે - તેઓકહે છેકે આપૂનમની રાતછે, અનેઆંગણામાં ચાંદની ઝળહળી રહી છે.
ચોથી ‘ઓવી’માં, ગાયકો આપણને કહેછે કેએક બખ્તરબંધ ગાડી આવી છે; તેમાં અરીસો છે. પણ ભીમડરતા નથીઅને તેઓ (પ્રતિકાત્મક) ધ્વજફરકાવે છે. આ ‘ઓવી’નો ગહન અર્થછે: ગાડીબાબાસાહેબની માન્યતાઓ અને મૂલ્યોનું પ્રતિક છે, જે તેમના સંઘર્ષનો આધાર છે. આ મૂલ્યોમાં માનવતાની રક્ષા અનેસંરક્ષણ કરવાની શક્તિ છે, તેવોભાવ છે. ગાડી પરનોઅરીસો એકપ્રતિકાત્મક ઉપકરણ છે જે જ્ઞાતિ ભેદભાવની વાસ્તવિકતાને પ્રતિબિંબિત કરે છે. પરંતુ ભીમ - ડૉ. આંબેડકર - કોઈનાથી ડરતા નથી. તેઓ બૌદ્ધિક યુદ્ધ જીતે છેઅને વિજયનો ધ્વજ લહેરાવે છે. આ લડાઈજીતવાથી તેમને કોઈ રોકી શકશેનહીં, એ ‘ઓવી’નો ગર્ભિત સંદેશ છે.
આ જ ભાવ – એટલે કે ભેદભાવ સામે લડવાનો અને જ્ઞાતિના વાડા તોડવાનો વિચાર – એ પછીની ત્રણ કડીઓમાં પણ આગળ વધે છે. પાંચમી ઓવી આપણને કહે છે કે તોપગાડીને બળદની લગામ (કસરા) હોય અને ભીમરાવના સસરા બ્રાહ્મણ છે. આ પંક્તિઓ એ હકીકતનો ઉલ્લેખ કરે છે કે ભીમરાવનાં બીજાં પત્ની, સવિતા, એક બ્રાહ્મણ પરિવારમાં જન્મ્યાં હતા.
ગાયકો છઠ્ઠી અને સાતમી ‘ઓવી’ સવિતા આંબેડકરને સંબોધીને ગાય છે - તેઓ તેમના વાળની લટ અનેચોટલામાં બાંધેલી રિબન વિશે ગાયછે. તેઓપોતાની જ્ઞાતિના પુરુષને બદલે એકદલિત, ‘મોહી પડેલા’ભીમરાવ સાથેલગ્ન કરેછે. અનેતેઓ તેમને રાજધાની દિલ્હી લઈજાય છે, જ્યાં તેઓકામ કરતાહતા - જેનેએક વિશેષાધિકારનું કૃત્ય માનવામાં આવેછે.
એકંદરે, આ કડીઓ જ્ઞાતિ વ્યવસ્થાના ઊંચ-નીચના ભેદ અને સમાનતાની માંગને રજૂ કરે છે, અને સદીઓથી શોષિત અને પીડિત રહેલા લોકોની વેદનાને વાચા આપે છે.
बाई सोन्याचा नांगर सिदुधनाच्या रानात
सिदुधनाच्या रानात गौतम गेले वनात
मायावती माता म्हणी करमत नाही आज
बाई गौतम बुध्दानी सोडीला मायाचा झाज
बाई पोर्णिमेच्या राती चांदण अंगणात
चांदण अंगणात भीम गेले बुध्द धरमात
आला आला रणगाडा रणगाड्याला अईना
भीम कुणाला भेईना झेंडे लावीता राहीना
आला आला रणगाडा रणगाडेला कासरा
रणगाडेला कासरा बामण भीमाचा सासरा
अग बामणाचे मुली तुझ्या येणीला चींधी
भीम लाग तुझ्या छंदी तुला नेल दिलीमंदी
अग बामणाचे पोरी तुझ्या वेणीला भवरा
असा बामण सोडूनी भीम केलास नवरा
બાઈ, સિદ્ધુધનના ખેતરમાં સોનાનો હળ પડ્યો છે,
ને ગૌતમ [બુદ્ધ] તો વનમાં ચાલ્યા ગયા છે
માતા માયાવતી કહે: આજે મારું મન નથી લાગતું,
બાઈ, ગૌતમ બુદ્ધે પોતાનાં પત્નીનો સંગ ત્યજી દીધો છે
બાઈ, પૂનમની રાતે આંગણામાં ચાંદની ઝળહળે છે,
આંગણામાં ચાંદની ઝળહળે છે, ને ભીમે બુદ્ધ ધર્મ અપનાવી લીધો છે
આવી રે આવી બખ્તરબંધ ગાડી, ગાડીને દર્પણ છે,
ભીમ કોઈનાથી ડરતા નથી, તેઓ ધ્વજ ફરકાવતા અચકાતા નથી
તોપગાડી આવી છે, તેને બળદની લગામ છે,
ભીમના સસરા તો બ્રાહ્મણ છે
ઓ બ્રાહ્મણની દીકરી, તારા ચોટલામાં રિબન બાંધી છે,
ભીમ તારા પર મોહી પડ્યા, અને તને દિલ્હી લઈ ગયા
ઓ બ્રાહ્મણની દીકરી, તારા વાળ તો વાંકડિયા છે,
તેં બ્રાહ્મણ વર છોડીને ભીમને પોતાના પતિ બનાવ્યા

Samyukta Shastri
ગાયકો/રજૂઆતકર્તા: રાધાબોરહાડે અને વાલ્હા ટાકણખાર
ગામ: માજલગાંવ
વિસ્તાર: ભીમનગર
તાલુકો: માજલગાંવ
જિલ્લો: બીડ
વ્યવસાય: રાધાબોરહાડે, ભૂતપૂર્વ ખેતમજૂર, હવે નાની કરિયાણાની દુકાન ચલાવે છે. વાલ્હા ટાકણખાર ગૃહિણી છે.
જ્ઞાતિ: નવબૌદ્ધ
તારીખ: આગીતો 2 એપ્રિલ, 1996ના રોજ રેકોર્ડ કરવામાં આવ્યાં હતાં. ફોટોગ્રાફ્સ 2 એપ્રિલ, 2017ના રોજ લેવામાં આવ્યા હતા.
પોસ્ટર: જ્યોતિ શિનોલી
અનુવાદક: કનીઝફાતેમા
Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]
Donate to PARI
All donors will be entitled to tax exemptions under Section-80G of the Income Tax Act. Please double check your email address before submitting.
PARI - People's Archive of Rural India
ruralindiaonline.org
https://ruralindiaonline.org/articles/marking-a-different-milestone-on-dussehra-guj

