
SANGUR, PUNJAB
|MON, JAN 15, 2024
કવિયર લોકોનું રોજબરોજનું જીવન
કવિયર લોકો લિંગ ઓળખ, લિંગ અભિવ્યક્તિ, જાતિયતા અને લૈંગિક અભિગમના સ્પેક્ટ્રમના સંદર્ભમાં પોતાની ઓળખ આપે છે. તેઓને ઘણીવાર LGBTQIA+ સમુદાય તરીકે જૂથબદ્ધ કરવામાં આવે છે અને તેમાં લેસ્બિયન, ગે, બાયસેક્સ્યુઅલ, ટ્રાન્સજેન્ડર, ક્વેશ્ચનિંગ/ક્વીઅર, ઇન્ટરસેક્સ, અસેક્સ્યુઅલ અને બીજા ઘણાનો સમાવેશ થાય છે. સામાજિક અને કાયદાકીય ક્ષેત્રે સંપૂર્ણ સ્વીકૃતિ માટેની તેમની યાત્રા સંઘર્ષપૂર્ણ રહી છે. આ સંગ્રહની વાર્તાઓ કવિયર સમુદાયના પોતાના મૂળભૂત અધિકારો સુધી પહોંચના સંઘર્ષને અભિવ્યક્ત કરે છે. અહીં વ્યક્તિગત અને વ્યાવસાયિક બંને જગ્યાઓમાં, સામાજિક સ્વીકૃતિ, ન્યાય, ઓળખ અને સ્થિર ભવિષ્ય માટે સતત ઝઝૂમતા ભારતભરની કવિયર લોકોની વાર્તાઓ છે, એમના એ અવાજોનો ઉત્સવ છે જેઓ એકલા તેમજ એકજૂથ થઈને પોતાના અસ્તિત્વના સંઘર્ષનો સામનો કરે છે
Author
Translator
7. ગ્રામીણ ભારતમાં ક્વિયર સમુદાયના લોકોનું રોજિંદુ જીવન
પ્રાઈડ મહિનામાં પારી લાઇબ્રેરી મોટા મહાનગરો અને શહેરોથી દૂર રહેતા અને તેમના અંગત અને વ્યાવસાયિક જીવનમાં સામાજિક ભેદભાવનો સામનો કરી રહેલા ક્વિયર સમુદાયનો અવાજ અને સંબંધિત તથ્યોને રજૂ કરે છે
6. ધર્મશાલામાં આત્મસન્માન ખાતર કૂચ
હિમાચલ પ્રદેશની પ્રાઈડ માર્ચે ક્વિયર સમુદાયના અધિકારોની હિમાયત કરતી હતી, તેમાં સામેલ થવા રાજ્યના ગામડાઓ અને નાના-નાના નગરોમાંથી ઘણા લોકો આવ્યા હતા
5. ટ્રાન્સ સમુદાયના રંગમંચ પરથી પડદો ઊંચકાય છે
ટ્રાન્સ લોકોને ભાગ્યે જ નાટકમાં અભિનય કરવાની તક મળે છે. 31 મી માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સજેન્ડર ડે ઓફ વિઝિબિલિટી નિમિત્તે ટ્રાન્સજેન્ડર સમુદાયના જીવન અને ભેદભાવ સામેના તેમના સંઘર્ષને ઉજાગર કરતા એક નાટક સંદકારંગ પર એક ફોટો સ્ટોરી
4. પ્રેમ અને એક જગ્યા સાવ પોતાની એક શહેરમાં
ગ્રામીણ મહારાષ્ટ્રની એક યુવતી અને ટ્રાન્સ મેન તેમના પ્રેમની વાર્તા કહે છે જે સતત સંઘર્ષોથી ભરેલી છે. સંઘર્ષ સામાજિક સ્વીકૃતિ માટે, ન્યાય માટે, પોતાની આગવી ઓળખ માટે, તેમજ સાથે જીવવાના ભવિષ્ય માટે
3. ‘મને ફરી ક્યારેય ભારત માટે રમવાની તક મળી નહીં’
પશ્ચિમ બંગાળના બોની પૉલને તેમની ઇન્ટરસેક્સ [આંતરલૈંગિક] વિવિધતાઓના કારણે આંતરરાષ્ટ્રીય ફૂટબોલ રમવાથી અટકાવવામાં આવ્યા હતા. ૨૨ એપ્રિલના રોજ, નેશનલ ઈન્ટરસેક્સ માનવાધિકાર દિવસ નિમિત્તે, તેઓ પોતાની ઓળખ અને તેના સંઘર્ષોનું વર્ણન કરે છે
2. મદુરાઇમાં કિન્નર કલાકારો: સતામણી, એકલતા, આર્થિક પાયમાલી
(સમાજ દ્વારા) સતામણીનો ભોગ બનતા, પરિવાર દ્વારા ત્યજાયેલા, આજીવિકા ગુમાવી બેઠેલા તમિલનાડુના કિન્નર લોક કલાકારો તેમના જીવનના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે
1. મદુરાઈના કિન્નર લોક કલાકારોનું દર્દભર્યું જીવન
મહામારીએ સમગ્ર તામિલનાડુમાં ઘણા લોક કલાકારોને બરબાદ કરી નાખ્યા છે ત્યારે કિન્નર મહિલા કલાકારોને સૌથી વધુ અસર પહોંચી છે - (તેમની પાસે) નથી કોઈ કામ કે નથી કોઈ આવક, અને નથી પહોંચ કોઈ સહાયની કે રાજ્ય દ્વારા અપાતા લાભોની
Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]
Donate to PARI
All donors will be entitled to tax exemptions under Section-80G of the Income Tax Act. Please double check your email address before submitting.
PARI - People's Archive of Rural India
ruralindiaonline.org
https://ruralindiaonline.org/articles/everyday-lives-of-queer-people-guj







