ઝારખંડનાગુમલા જિલ્લાના કુજામગામના રહેવાસી સુખનીઅસુર કહે છે, "જો તમેજંગલમાં જતી વખતેઘુંઘુ પહેરો તોતમારા પર ક્યારેયવીજળી નહીં પડે." ઘુંઘુ એ એક પ્રકારનીછત્રી છે જેઆ પ્રદેશમાં સામાન્ય રીતે જોવામળતી વેલ માલૂ (ફેનેરા વહલીઆઈ) નાપાંદડામાંથી બનાવવામાં આવે છે.
ઘુંઘુઆખુંય વર્ષ વપરાયછે. ઉનાળામાંતે લૂ (ગરમપવન) થી, શિયાળામાં ઠંડી હવાસામે અને ચોમાસામાંવરસાદ સામે રક્ષણઆપે છે. મહત્વનીવાત એ છે કેગુંબજ આકારનું ઘુંઘુજ્યારે માથા પરમૂકવામાં આવે છેત્યારે તે પહેરનારબંને હાથ છૂટારાખીને કામ કરીશકે છે.
સુખનીબાળપણમાં પોતાની માતાપાસેથી ઘુંઘુ બનાવતાશીખ્યા હતા. 56 વર્ષના સુખની ઉમેરેછે, "પહેલાંદરેક જણ જંગલમાંઉગતા માલૂના પાંદડાએકઠા કરીને તેમાંથીઘુંઘુ બનાવતા હતા. પરંતુ હવે બહુઓછા લોકો તેનોઉપયોગ કરે છે, અને એથીય ઓછાલોકો હવે ઘુંઘુબનાવે છે."
સુખની ઝારખંડમાંપર્ટિક્યુલરલી વલ્નરેબલ ટ્રાઈબલગ્રુપ્સ (પીવીટીજીએસ - ખાસ કરીને સંવેદનશીલઆદિવાસી જૂથો) તરીકેસૂચિબદ્ધ અસુર સમુદાયમાંથીછે. તેમનોપરિવાર તેમની માલિકીની 10 એકર જમીન પરખેતી કરે છે, તેઓ મોટાભાગે ડાંગર, મકાઈ અને ગુંદલી (કુરી) ઉગાડે છે.
સુખનીના ત્રણઓરડાના માટીના ઘરથીમાંડ 500 મીટરદૂરથી બિસુનપુર ફોરેસ્ટરેન્જ શરૂ થાયછે, ત્યાંતેમના પરિવારના 12 સભ્યોરહે છે. કુજામનારહેવાસીઓ લાકડા, ફળો, ગોચર અને બીજીઘણી વસ્તુઓ માટેએ જંગલ પરઆધાર રાખે છે. સુખની કહે છે - "હમરા રોજીરોટી સબ યહીહૈ [અમારીરોજીરોટી બધું આજ છે]."
























