अशी दसर्याच्या दिशी माझ्या ना ताटामंदी मणी
सांगते ग माझे बाई ववाळू घरधनी
भावाला ग भाऊबीज करु दोघी तिघी
सांगते ग माझे बाई शालू घेऊ मनाजोगी
अशी दसर्याच्या दिशी नाही ग बंधू ववाळीला
भावाला ग भाऊबीज आपण करु दिवाळीला
पंच अमृत भोजन कारलीच्या फोडी
कशी बहिनीच्या घरी भाऊ सोमवार सोडी
पंच अमृत भोजन जेव म्हणते जेवना
कशी हाताला धरु भाव नव्ह तो मेव्हणा
पंच अमृत भोजन याला गुळाचे लेवण
असा जेव माझ्या बंधू भाऊबिजचं जेवण
पाव्हणा ग मला आला शेजी म्हणती कोण व्हावा
माझ्या नवसाच्या बंधूला साखरत मी देते रवा
पाव्हणा ग मला आला शेजी विचारी अंगणात
शेजी विचारी अंगणात तांब्या बुडवी रांजणात
पाव्हणा ग मला आला शेजी म्हणती व्हईल कसं
अशी ना माझ्या बंधूसाठी पैदा करीते अनारसं
तिन्हीसांजचा पाव्हणा हा तर मजला नाही जड
अशी ना आता माझा बंधू माझ्या काळजाचा घड
बहिण ग भावंडाचा आत पोटामधी माया
फोडील ग सीताफळ आत साखरची काया
अशी साखरच पुडी कशी मुग्यांनी येढली
भावाला ग होती माया भाऊजयीनी तोडली
अशी ना बहिण भावंड अेक्या झाडाची संत्र
कशी आली परक्याची तिनी पाडीलं अंतर
દશેરાને દિ’ મારી થાળીમાં મઢ્યો છે મણિ,
હે સખી, ચાલ ઓવારણાં લઈએ આપણાં ધણી.
આપણે બહેનો ભેળી મળીને ભાઈની ભાઈબીજ કરશું,
કહું છું, મારી બહેન, મનગમતી બનારસી સાડીઓ લેશું.
દશેરાના દિવસે ભાઈના ઓવારણાં ન લીધા,
દિવાળીમાં ભાઈ માટે ભાઈબીજ ઉજવીશું.
પંચામૃત ભોજન ને કારેલાંની તળેલી કાતરી,
ભાઈ તો સોમવારના ઉપવાસ છોડે બહેનને ઘેર.
પંચામૃત ભોજન – હું જમવા કહું, પણ એ ના પાડે,
હાથ કેમ કરી પકડું? એ ભાઈ નહીં, પણ બનેવી લાગે.
પંચામૃત ભોજનમાં ગોળનો છે મીઠો લેપ,
જમ, મારા વીરા, આ ભાઈબીજનું ખાસ ભોજન.
મારે ઘેર આવ્યો મહેમાન; પાડોશણ પૂછે, “આ કોણ છે?”
મારી માની માનતાના ભાઈને હું સાકરમાં ભેળવી રવો આપું.
“તારે ઘેર મહેમાન આવ્યા છે?” આંગણામાં પાડોશણ પૂછે,
માટલામાં લોટો ડુબાડતાં ડુબાડતાં એ ફરી પૂછે.
મારે ઘેર મહેમાન આવ્યા, પાડોશણ કહે, “હવે શું કરીશ?”
હું તો મારા ભાઈ માટે અનારસ બનાવીશ.
સાંજનો આવેલો મહેમાન મને જરાય ભારે ન લાગે,
મારો ભાઈ આવ્યો છે, એ તો મારા કાળજાનો કટકો છે.
ભાઈ-બહેનનો પ્રેમ તો ઊંડો, અંતરના પેટાળમાં વસે,
જેમ લીલા સીતાફળને ફોડતાં અંદરથી સાકરની કાયા નીસરે.
સાકરની પડીકીને જેમ કીડીઓ વીંટળાઈ વળે,
ભાઈનો હેત તો ઘણો, પણ ભાભીએ સંબંધ તોડી નાખ્યો.
ભાઈ-બહેન તો જાણે એક જ ઝાડની બે નારંગી,
પારકા ઘરની આવી ને એણે બંનેમાં અંતર પાડી દીધું.