સુંદરવનના આદિવાસીઓના જીવનમાં સંગીતની ભૂમિકા મહત્વની છે. 19મી સદીમાં અંગ્રેજો દ્વારા સંતાલ, મુંડા, ઉરાંઓ અને હો જેવા જૂથોને આ ક્ષેત્રમાં લાવવામાં આવ્યા હતા. બંધક મજૂરો તરીકે તેઓએ જંગલો સાફ કર્યા અને નદીઓને રોકી.
દાયકાઓ સુધી પશ્ચિમ બંગાળમાં રહ્યા પછી તેમના વંશજો હવે બંગાળી બોલે છે. બનુઆ જેવી તેમની મૂળ ભાષાઓની સ્મૃતિને જાળવી રાખવા માટે તેઓ ગીત અને નૃત્યના માધ્યમનો ઉપયોગ કરે છે. તેમાંના કેટલાકે તિબલીઘીગીરી આદિવાસી તુશુ સંપ્રદાય જેવા જૂથો બનાવ્યા છે. ગ્રામજનો અને મુલાકાતીઓ તેમની રજૂઆતની આતુરતાથી રાહ જુએ છે, આ રજૂઆતો આદિવાસીઓને આવકનો સ્ત્રોત પૂરો પાડે છે અને તેમને તેમના સાંસ્કૃતિક વારસાને ટકાવી રાખવામાં મદદ કરે છે.
અહીં દર્શાવવામાં આવેલ વીડિયો મે 2016માં શૂટ કરવામાં આવ્યો હતો.
(વીડિયોના) સહ-નિદેશક અર્જુન મંડલ ગોસાબા બ્લોકના રજત જ્યુબિલી ગામના રહેવાસી છે. તેઓ આજીવિકા માટે કરચલા પકડીને વેચે છે અને એક બિન-સરકારી સંસ્થા ચલાવે છે.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક