કચ્છ મહિલા વિકાસ સંગઠન (KMVS) અને PARIનો સહિયારો પ્રયાસ તે કચ્છી લોકસંગીતના સમૃદ્ધ સંગ્રહને રજુ કરતી આ મલ્ટીમીડિયા આર્કાઈવ. સંગ્રહના 341 ગીતો પ્રેમ, ઝંખના, ખોટ, લગ્ન, ભક્તિ, માતૃભૂમિ, લિંગ જાગૃતિ, લોકશાહીના અધિકારો જેવા વિવિધ વિષયોને લઈને આવે છે અને તેમની છબીઓ, ભાષાઓ અને સંગીત દ્વારા રણ પ્રદેશની વિપુલ વિવિધતાને રજૂ કરે છે. ગુજરાતના 305 પર્ક્યશનિસ્ટ્સ, ગાયકો અને વાદ્ય વગાડનારા કલાકારોનો એક અનૌપચારિક સમૂહ વિવિધ પ્રકારના સંગીતના સ્વરૂપો આપણી સમક્ષ લાવે છે અને કચ્છની એક સમયની સમૃદ્ધ પરંતુ હાલમાં ઘટતી જતી મૌખિક પરંપરાઓને જીવંત બનાવે છે. રણમાં ધીમે ધીમે લુપ્ત થઇ જય રહેલા આ આવાજોને આ આર્કાઇવ જીવંત રાખવાનો પ્રયત્ન કરે છે
પ્રતિષ્ઠા પંડ્યા PARI માં વરિષ્ઠ સંપાદક છે જ્યાં તેઓ PARI ના સર્જનાત્મક લેખન વિભાગનું નેતૃત્વ કરે છે. તેઓ પરીભાષા ટીમના સભ્ય પણ છે અને ગુજરાતી લેખો ના અનુવાદ અને સંપાદનનું કામ પણ કરે છે. પ્રતિષ્ઠા ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં કામ કરતા પ્રકાશિત કવિ છે.