યો ન્હાન તમાસો મત સમજો, પુર્ખા કી અમર નિસાની સે!
આ ન્હાનને ખાલી મજાકમસ્તી ન સમજતા; આ તો અમારા પૂર્વજોનો અમર વારસો છે

આ શબ્દો સાથે, કોટાના સાંગોડ ગામના સ્વર્ગસ્થ કવિ સૂરજમલ વિજય, દક્ષિણ-પૂર્વ રાજસ્થાનના હડોતી પ્રદેશમાં ઉજવવામાં આવતા ન્હાન તહેવારનું વર્ણન કરે છે.

એક ઝવેરી અને ગામના રહેવાસી રામબાબુ સોની કહે છે, “કોઈ પણ સરકાર કરોડો રૂપિયા ખર્ચીને પણ આવા કાર્યક્રમનું આયોજન કરી શકતી નથી. અને એમાં પણ અમારા ગામના લોકો પોતાની મરજીથી, પોતાની સંસ્કૃતિ માટે જે રીતે આયોજન કરે છે તે રીતે તો નહીં જ.” 15મી સદીમાં અહીં રહેતા હોવાનું માનવામાં આવતા લોકનાયક સાંગા ગુર્જરના સન્માનમાં હોળી પછી ગામ પાંચ દિવસ સુધી આ તહેવાર ઉજવે છે.

‘ન્હાન’ શબ્દનો અર્થ થાય છે ‘સ્નાન કરવું’. આ સામૂહિક સફાઈનું પ્રતીક છે અને તે આ તહેવારને હોળી સાથે જોડે છે. આનું સંચાલન સંપૂર્ણપણે સાંગોડના લોકો દ્વારા જ થાય છે, જેઓ તેમની રોજિંદી દિનચર્યાઓ છોડીને અસાધારણ ભૂમિકાઓ કરે છે, અને જાતે મેકઅપ લગાવીને અને તહેવારનાં વિશિષ્ટ કપડાં પહેરીને અલગ જ રૂપ ધારણ કરે છે.

વીડિયો જુઓ: કોટાના સાંગોડ ગામમાં ન્હાનની ઉજવણી

રામબાબુ સોની કહે છે, “લગભગ 1 વર્ષ પહેલાં, મુઘલ સમ્રાટ શાહજહાંના શાસન દરમિયાન, સાંગોડમાં વિજયવર્ગીય ‘મહાજન’ હતા. તેઓ શાહજહાં માટે કામ કરતા હતા. જ્યારે તેઓ નિવૃત્ત થયા, ત્યારે તેમણે અહીં ન્હાનનું આયોજન કરવા માટે સમ્રાટની પરવાનગી માંગી. તે વખતે સાંગોડમાં આ તહેવારની શરૂઆત થઈ હતી.

નજીકનાં ગામોમાંથી હજારો લોકો પણ કલાકારોનાં નૃત્ય પ્રદર્શન, જાદુઈ યુક્તિઓ અને કલાબાજી નિહાળવા માટે સાંગોડની મુસાફરી કરે છે. આ ઉજવણીની શરૂઆત દેવી બ્રાહ્મણીની પૂજા સાથે થાય છે, ત્યારબાદ પ્રસાદ તરીકે ઘોગરી (બાફેલા અનાજ)નું વિતરણ થાય છે.

કલાકારોમાંના એક, સત્યનારાયણ માલી કહે છે, “જાદુઈ કુશળતાનું પ્રદર્શન કરાશે, તલવારો ગળી જવામાં આવશે, અને આવી ઘણી ક્રિયાઓ અહીં કરવામાં આવશે. એક માણસ કાગળના ટુકડા ખાઈને તેના મોંમાંથી 50 ફૂટ લાંબું દોરડું બહાર કાઢશે.”

PHOTO • Sarvesh Singh Hada
PHOTO • Sarvesh Singh Hada

ડાબેઃ છેલ્લાં 60 વર્ષથી, રામબાબુ સોની (મધ્યમાં બેઠેલા)ના પરિવારે ન્હાન તહેવારની ઉજવણીમાં બાદશાહની ભૂમિકા નિભાવી છે. જમણેઃ સાંગોડના બજારમાં લુહારો કા ચોક પર બજાણિયાઓનું પ્રદર્શન જોવા માટે ભીડ એકઠી થયેલી છે

કેટલાક દિવસોની ઉજવણી પછી આખરે બાદશાહની સવારી આવે છે, જેમાં એક સામાન્ય માણસને એક દિવસ માટે રાજાનો તાજ પહેરાવવામાં આવે છે, અને તેની શાહી શોભાયાત્રા ગામની શેરીઓમાંથી કાઢવામાં આવે છે. છેલ્લાં 60 વર્ષથી રામબાબુના પરિવારે રાજાની ભૂમિકા નિભાવી છે. તેઓ કહે છે, “મારા પિતાએ 25 વર્ષ સુધી આ ભૂમિકા નિભાવી હતી અને મેં છેલ્લાં 35 વર્ષથી આ વારસો જાળવી રાખ્યો છે. ફિલ્મમાં મુખ્ય અભિનેતા મુખ્ય આકર્ષણ હોય છે તેમ અહીં પણ રાજાનું પદ મહત્ત્વનું છે. આ પણ એક ફિલ્મ જ છે.”

તે દિવસે, જેને જે પણ ભૂમિકા મળે તેને તેની સાથે મળતું સન્માન પણ આપવામાં આવે છે.

એક સહભાગી કહે છે, “હા, દર વર્ષે માત્ર એક જ દિવસ માટે. હા, આજે તે રાજા છે.”

અનુવાદક: ફૈઝ મોહંમદ

Sarvesh Singh Hada

سرویش سنگھ ہاڑا، راجستھان کے ایک تجربہ کار فلم ساز ہیں۔ وہ اپنے ہاڑوتی علاقہ کی مقامی روایتوں کی دستاویز سازی اور تحقیق میں گہری دلچسپی رکھتے ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز Sarvesh Singh Hada
Text Editor : Swadesha Sharma

سودیشا شرما، پیپلز آرکائیو آف رورل انڈیا (پاری) میں ریسرچر اور کانٹینٹ ایڈیٹر ہیں۔ وہ رضاکاروں کے ساتھ مل کر پاری کی لائبریری کے لیے بھی کام کرتی ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز Swadesha Sharma
Translator : Faiz Mohammad

Faiz Mohammad has done M. Tech in Power Electronics Engineering. He is interested in Technology and Languages.

کے ذریعہ دیگر اسٹوریز Faiz Mohammad