કરીમુલ હક પશ્ચિમ બંગાળના જલપાઈગુડી જિલ્લામાં ચાના બગીચામાં કામ કરે છે અને તેમની મોટરબાઈકનો ઉપયોગ ઢલાબારી અને અન્ય નજીકના ગામોના લોકોને મફતમાં હોસ્પિટલ અને ક્લિનિક્સમાં લઈ જવા માટે કરે છે. ઢલાબારીથી લગભગ છ કિલોમીટર દૂર ક્રાંતિ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે, પરંતુ તેમાં સુવિધાઓ મર્યાદિત છે. આ વિસ્તારમાં નિયમિત ફોર વ્હીલ એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ નથી.
કરીમુલની અનોખી ‘બાઈક એમ્બ્યુલન્સ’ અને મોબાઈલ નંબર (તબીબી મદદની જરૂરિયાતવાળા લોકો કૉલ કરી શકે તે માટે) ગામડાઓમાં ખૂબ જ લોકપ્રિય બન્યા છે, અને તેમની સેવા સ્થાનિક ડૉક્ટરો, પોલીસ કર્મચારીઓ અને બ્લોક અધિકારીઓમાં પણ જાણીતી થઈ છે.
તેમની ચાના બગીચાની નોકરીમાંથી કરીમુલ દર મહિને 4,000 રૂપિયા કમાય છે. તેઅપ તેમના પગારનો 25 ટકા હિસ્સો ઇંધણ અને બાઇક ચલાવવાના અન્ય ખર્ચ માટે અલગ રાખે છે અને અન્ય 25 ટકા હિસ્સો બેંક લોનની ચુકવણીમાં ખર્ચ કરે છે. કરીમુલને વધુ પૈસાની ઝંખના નથી; તેઓ માને છે કે અલ્લાહ તેમને તેમના કામનો બદલો આપશે.
વિદ્યાર્થીઓ દ્વારા નિર્મિત આ ફિલ્મમાં તેમના સુંદર ટ્રેક ‘કોલ્ડ’ ના અંશોનો ઉપયોગ કરવાની અમને પરવાનગી આપવા બદલ પારી સંગીતકાર જોર્જ મેન્ડેઝનો આભાર માનવા માંગે છે.
અનસૂયા ચૌધરીએ આ ટીમનો કરીમુલ હક સાથે પરિચય કરાવ્યો હતો અને આ ફિલ્મ માટે લોકેશન મેનેજર તરીકે કામ કર્યું હતું; મૌમિતા પુરખ્યસ્થ ફિલ્મનાં સાઉન્ડ મેનેજર છે.
તેઓ બંને, તેમજ ત્રણ ડિરેક્ટરો (નીચે જેમને શ્રેય આપવામાં આવ્યો છે તે), શાંતિનિકેતનની વિશ્વભારતી યુનિવર્સિટીમાં પત્રકારત્વ અને સમૂહ સંચારનાં ચોથા સેમેસ્ટરનાં અનુસ્નાતકનાં વિદ્યાર્થીઓ છે.
અનુવાદક: ફૈઝ મોહંમદ