મારા દાદી, ભવાની મહાતોની લડાઈ આપણા  દેશને અંગ્રેજોની સત્તાથી આઝાદ કરવાની લડાઈથી શરુ થયેલી. સ્વતંત્રયતા છેવટે મળી. અને ત્યાર પછીના વર્ષોમાં   મારા થાકોમા ભવાની માહાતો (ઉપરના ફોટામાં વચમાં બેઠેલા) તેમના અતિ મહેનતથી મેળવેલા લોકતાંત્રિક અધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. (તેની જમણી બાજુએ તેની બહેન ઉર્મિલા માહાતો અને ડાબી બાજુ તેનો પૌત્ર પાર્થ સારથી માહાતો બેઠા છે.)

2024ની સામાન્ય ચૂંટણી પણ તેમના માટે અપવાદરૂપ રહી નથી. તેઓ લગભગ 106 વર્ષના છે, તેમની તબિયત નાજુક પણ છે, પરંતુ જ્યારે જયારે મતદાનના અધિકારની વાત આવે છે ત્યારે તેમનો જુસ્સો ઉભરીને આવે છે. તેઓ સારી રીતે જોવા અને સાંભળવામાં સક્ષમ છે, જો કે, તેમના હાથ આજે એટલા મજબૂત નથી. એટલે તેઓ મને તેમની મદદ કરવા કહે છે. પશ્ચિમ બંગાળના પુરુલિયા જિલ્લામાં માનબજાર I બ્લોકમાં અમારું ગામ, ચેપુઆ, 25મી મેના રોજ મતદાન કરશે. પરંતુ 85 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટે ચૂંટણી પંચની હોમ વોટિંગ જોગવાઈ હેઠળ, તેઓએ આજે (18 મે, 2024) ચેપુઆમાં તેના ઘરે મતદાન કર્યું.

મતદાન અધિકારીઓની જરૂરી મંજૂરી સાથે, મેં તેમને આ પ્રક્રિયામાં મદદ કરી. પોલિંગ પાર્ટી જેવી ઘરની બહાર નીકળી કે તેમણે જૂના દિવસોની યાદ કરવાના શરુ કરી દીધા. તેમણે બ્રિટિશ શાસન પરિસ્થિતિ કેવી હતી એનાથી શરૂઆત કરી અને વાત ધીમે ધીમે વર્તમાન દિવસ તરફ આગળ વધી અને પૂરી કરી.

વાર્તા સાંભળીને મને ફરી એકવાર મારા થાકોમા[દાદી] પર ખૂબ જ ગર્વ થયો.

ક્રાંતિકારી ભબાની મહતો વિશે વધુ જાણવા માટે, પી. સાઈનાથનું, ભવાની માહાતો પોષેલી ક્રાંતિ વાંચો.

કવર ફોટો સૌજન્ય પ્રણવ કુમાર માહાતો .

અનુવાદ: પ્રતિષ્ઠા પંડ્યા

Partha Sarathi Mahato

پارتھ سارتھی مہتو، مغربی بنگال کے پرولیا ضلع میں ٹیچر کے طور پر کام کرتے ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز Partha Sarathi Mahato
Translator : Pratishtha Pandya

پرتشٹھا پانڈیہ، پاری میں بطور سینئر ایڈیٹر کام کرتی ہیں، اور پاری کے تخلیقی تحریر والے شعبہ کی سربراہ ہیں۔ وہ پاری بھاشا ٹیم کی رکن ہیں اور گجراتی میں اسٹوریز کا ترجمہ اور ایڈیٹنگ کرتی ہیں۔ پرتشٹھا گجراتی اور انگریزی زبان کی شاعرہ بھی ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز Pratishtha Pandya