80-85 વર્ષના શેરિંગ દોરજી ભૂટિયા પાંચ દાયકાથી હાથેથી ધનુષ્ય બનાવી રહ્યા છે. વ્યવસાયે સુથાર, દોરજી ફર્નિચરનું સમારકામ કરીને પોતાનો જીવનનિર્વાહ ચલાવતા હતા, પરંતુ તેમને પ્રેરણા મળે છે તીરંદાજીમાંથી - જે તેમના વતન સિક્કિમની સંસ્કૃતિનું અભિન્ન અંગ છે.
સ્થાનિક લોકોનું કહેવું છે કે સિક્કિમના પાક્યોંગ જિલ્લાના કાર્થોક ગામમાં એક સમયે ઘણા ધનુષ્ય બનાવનારા હતા, પરંતુ હવે એકમાત્ર શેરિંગ જ રહ્યા છે. તેઓ વાંસમાંથી તેમના ધનુષ્ય બનાવે છે અને લોસોંગના બૌદ્ધ તહેવાર દરમિયાન તે વેચે છે.
તમે તેમના વિશે વધુ આ લેખમાં વાંચી શકો છો: પાક્યોંગના ધનુષ-બાણ બનાવનાર શેરિંગ
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક