“ અમારી ટુકડીએ બે જૂથમાં ટ્રેઇન પર હુમલો કર્યો. એકની આગેવાની મેં લીધી અને બીજી ટુકડીની આગેવાની જી.ડી. બાપુ લાડે લીધી. અમે અત્યારે તમે જે જગ્યાએ ઉભા છો એ જગ્યાએ પાટા પર મોટા પથ્થરો નાંખી ટ્રેઇન ઉભી રાખી હતી. અમે એની આજુબાજુ ખડકો પણ ગોઠવ્યા, જેથી એ ફરીથી ચાલવા ન માંડે અને ઉથલી પણ ન પડે. અમારી પાસે કોઇ ફાયર આર્મ્સ પણ નહોતા. અમારી પાસે જે કહેવાતા હથિયારો હતા એમાં દાતરડાં, લાકડીઓ અને બે-ત્રણ હાથ બનાવટના બોમ્બ હતા, જેને દેશી બોમ્બ કહેવાય છે. મુખ્ય ગાર્ડ પાસે બંદુક હતી, પરંતુ એ એવો ગભરાઇ ગયો હતો કે જલ્દીથી અમારા કાબુમાં આવી ગયો.
આ ઘટના 73 વર્ષ પહેલાં બની હતી, પરંતુ “કેપ્ટન ભાઉ” લાડ રજૂ કરે ત્યારે એમ લાગે કે જાણે હજી ગઇકાલે જ બની હતી. હવે 94 વર્ષની વયે રામચંદ્ર શ્રીપતિ લાડ “ભાઉ” (મરાઠીમાં નાના કે મોટા ભાઇ) બ્રિટિશ રાજના અધિકારીઓનો પગાર લઇને જતી પૂણે-મિરાજ ટ્રેન પરના હુમલાની અત્યંત જીવંત વાત કરે ત્યારે નજર સામે આખું દૃશ્ય ખડું થઇ જાય. તેમના અનુયાયી બાલા સાહેબ ગણપતિ શિંદે ધીમેથી કહે છે “ છેલ્લા કેટલાંક સમયથી તેઓ સ્પષ્ટ બોલી શકતા વનથી“, પરંતુ જ્યારે તેઓ તા. 7મી જૂન-1943ના દિવસે આ સ્થળે કરેલા પરાક્રમની વાત કરે છે ત્યારે તેમની તૂફાન સેનાની રેડ સાથે “કેપ્ટન મોટાભાઇ” અને બાપુ લાડની યાદો જીવંત બની જાય છે, જીંદગીના 90 વર્ષ પછીની સફરમાં
લડાઇ પછી સતારા જિલ્લાના સનોલી ગામમાં ઘરના સ્થળે તેઓ પહેલીવાર પાછા ફર્યા છે અને કેટલીક પળો સુધી ભૂતકાળની એ યાદોમાં સરી જઇને વર્તમાનમાં પાછા ફરે છે. એમને આ રેઇડમાં જોડાયેલા એમના બધા શૂરવીર યોદ્ધાઓના નામ પણ યાદ છે, અને ઇચ્છે છે કે આપણે પણ એ જાણીએ. તેઓ કહે છે “ આ પૈસા કોઇ એકના ખિસ્સામાં નહીં પરંતુ “પ્રતિ સરકાર“માં ગયા (અથવા પ્રોવિઝનલ ગવર્મેન્ટ ઓફ સતારા) અમે એ સૈપા જરૂરતમંદો અને ગરીબોને આપ્યા”
“ એવું કહેવું ખોટું છે કે અમે ટ્રેઇન લૂંટી“, તેઓ બહુ જ સ્પષ્ટતાથી કહે છે કે એ તો (બ્રિટિશ શાસકોએ ભારતીય પ્રજાના લૂંટેલા પૈસા) ચોરાયેલા પૈસા જ હતા, જે અમે પાછા લઇ આવ્યા. આ શબ્દો 2010ની સાલમાં પોતાના એક અવસાનના એક વર્ષ પહેલાં મને કહ્યા હતા, જે એનો પડઘો પાડે છે.
આ તૂફાન સેના પ્રતિ સરકારની સશસ્ત્ર પાંખ હતી, જે ભારતની આઝાદીની ચળવળનું ઉજ્જવળ પાસું છે. 1942માં ભારત છોડો આંદોલનની દેશદાઝની આગ ચોતરફ પ્રસરી તેના પરિપાકરૂપે ક્રાંતિકારીઓએ સતારામાં સમાતંર સરકારની જાહેરાત કરી હતી જે મોટા જિલ્લામાં આજે સાંગલીનો પણ સમાવેશ થઇ જાય છે. આ સરકાર આ વિસ્તારની પ્રજા દ્વારા અધિકૃત સરકાર તરીકે સ્વિકારાઇ હતી જેમાં 150 ગામોનો સમાવેશ થતો હતો જ્યારે કેપ્ટન ભાઉના મતે 600 ગામોનો સમાવેશ થતો હતો. તેણે અસરકારક રીતે બ્રિટિશ શાસનને અહીંથી ઉખાડીને ફેંકી દીધું હતું. મેં જ્યારે એમની સમક્ષ આ સરકાર વિશે અંડરગ્રાઉન્ડ સરકાર શબ્દ પ્રયોજ્યો ત્યારે ગુસ્સે થઇને એમણે કહ્યું “શેની અંડરગ્રાઉન્ડ સરકાર?” અમે જ અંહી સાચી સરકાર હતા. અહીં બ્રિટિશ રાજ આવી શકે તેમ હતું જ નહીં પછી અને પોલીસ પણ અમારી સેનાના કારણે અહીં પ્રવેશતા ડરતી હતી
કેપ્ટન
ભાઉ
1942
માં
અને
74
વર્ષ
બાદ
અત્યારે
આ એક સાચો દાવો છે. દંતકથારૂપ ક્રાંતિસિંહ નાના પાટિલે પોતાની અગ્રતાક્રમમાં ચલાવેલી આ પ્રતિ સરકારને પોતાના નિયંત્રણ હેઠળના ગામો દ્વારા સરકાર તરીકે સંપૂર્ણ સમર્થન અને પ્રતિ સરકારનું આ ગામો ઉપર સંપૂર્ણ નિયંત્રણ હતું. તેણે ખાદ્ય વિતરણ, બજારનું માળખું, તેમજ ન્યાયિક પ્રણાલિ પણ પોતાની રીતે વિકસાવી હતી. તેણે નાણાં ધીરનારાઓ અને શાહુકારો, દલાલો અને રાજના જમીનદારોને દંડનીય શિક્ષા પણ ફટકારી હતી. કેપ્ટન ભાઉ કહેતાં કે બજારો અને વ્યવસ્થા સંપૂર્ણપણે અમારા અંકુશમાં હતા, પ્રજા અમારી સાથે હતી. તૂફાન સેનાએ બ્રિટિશ રાજના શસ્ત્રાગારો, ટ્રેનો, તિજોરીઓ અને પોસ્ટ ઓફિસો પર સાહસભર્યા અને જોખમી હુમલાઓ કરીને બધું જ જરૂરતમંદોને અને ભયંકર તકલીફો વેઠી રહેલાં મજૂરોને વહેંચી દીધું હતું.
કેપ્ટનને કેટલીક વાર જેલ થઇ હતી, પરંતુ તેમના વધતા કદ અને પ્રતિભાને લીધે જેલના ગાર્ડ્સ પણ તેમને આદર આપતાં હતા.“ ત્રીજીવાર હું જેલમાં ગયો એ ઔંધની જેલ રાજમહેલ જેવી હતી અને હું રાજાના મહેમાન જેવો હતો“. ગર્વભેર ખુશ થતાં તેઓ કહે છે કે 1943 થી 1946વ દરમ્યાન પ્રતિ સરકાર અને એની તૂફાની સેના સતારામાં બધે ફરી વળી હતી. ભારતને આઝાદી મળશે એવી ખાતરી થતાં જડ આ સેના વિખેરાઇ ગઇ હતી.
મારા એક સવાલથી તેઓ ફરી છંછેડાઇ ગયા હતા.” મેં તૂફાન સેના ક્યારે જોઇન કરી એમ કહીને તમે શું કહેવા માંગો છો? સહેજ ખોંખારો ખાઇને તેઓ કહે છે એની સ્થાપના જ મેં કરી હતી અને નાના પાટિલ આ સરકારના વડા હતા.“ તેમના જમણા જી.ડી. બાપુ લાડ સેનાના ફિલ્ડ માર્શલ હતા. કેપ્ટન ભાઉ તેના ઓપરેશનલ હેડ હતા. પોતાના સહાયકો અને સાથીઓ સાથે તેમણે બ્રિટિશ રાજને બહુ અપમાનજનક ફટકો માર્યો હતો અને એ પણ એવા સમયે જ્યારે બિહાર, ઉત્તર પ્રદેશ, અને ઓરિસ્સામાં આવા બળવાને કચડી નાંખવા બ્રિટિશરો માટે મુશ્કેલ થઇ રહ્યા હતા.
કુંડલ
વિસ્તારમાં
1942
અથવા
1943
માં
લેવાયેલી
તૂફાન
સેનાની
તસ્વીર
કેપ્ટનના ઘેર એમનો ડ્રોઇંગ રૂમ યાદોથી અને મોમેન્ટોથી ભરેલો છે. એમનો પોતાનો રૂપ સાદગીથી બરેલો છે. તેમનાથી 10 વર્ષ નાના તેમના પત્નિ કલ્પના તેમના દંતકથારૂપ પતિ માટે બહુ જ સ્પષ્ટ શબ્દોમાં કહે છે “ આ માણસને તો આજે એ પણ ખબર નથી કે તેમના કુટુંબના ખેતરની જમીન ક્યાં આવેલી છે, હું એકલી સ્ત્રી, એકલા હાથે બાળકો, ગૃહસ્થી અને ખેતરો સંભાળું છું, આટલા વર્ષોથી, પાંચ બાળકો, 13 પોત્રો, અને 11 પ્રપૌત્રોનું પણ હું જ ધ્યાન રાખું છું તેઓ તાસગાંવ ઔંધ અને યરવડાની જેલમનાં હતા અને જ્યારે છૂટે ત્યારે ગામડાંઓમાં જતા રહેતા અને મહિનાઓ પછી પાછા ફરતા. ઘરનું બધું જ મેં સંભાળ્યુ છે અને આજે પણ સંભાળું છું“
કુંડલના થાંભલા ઉપર સતારા અને સાંગલીના વિવિધ ફ્રિડમ ફાઇટરના નામોની યાદી , જેમાં ડાબી લાઇનમાં છઠ્ઠા ક્રમે કેપ્ટનનું નામ અને બાજુના ફોટામાં તેમના પત્નિ કલ્પના લાડ પોતાના ઘરે
સરકાર અને સેનામાં જે વિવિધ રાજકીય પરિબળો કામ કરતાં હતા એ મુજબ એ સમયે ઘણા કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયાના સભ્ય હતા અથવા તો બન્યા હતા, જેમાં નાના પાટિલ ઓલ ઇન્ડિયા કિસાન સભામાં પ્રમુખ બન્યા અને 1957માં સીપીઆઇની ટિકિટ ઉપરથી સતારા લોકસભા મતવિસ્તારમાંથી સંસદમાં ચૂંટાયા હતા. કેપ્ટન ભાઉ અને બાપુ લાડ ખેતમજૂર અને વર્કસ પાર્ટીમાં ગયા, માધવરાવ માને કોંગ્રેસમાં ગયા. તમામમ આઝાદીના જીવીત લડવૈયાઓ ગમે ત્યાં જોડાયા, એ વખતના સોવિયેત યુનિયનનો ઉલ્લેખ કર્યો અને બળવા માટે હિટલરની નીતિઓના વિરોધમાંથી પ્રેરણા લીધી.
94 વર્ષના આ હીરો ભલે થાક્યા છે, પરંતુ યાદોના ઉત્સાહથી જીવે છે. “ અમે સામાન્ય માણસના જીવનમાં આઝાદી લાવવાના સપના જોયા હતા, જે સુંદર હતા. આપણે આઝાદી મેળવી, પરંતુ મને નથી
લાગતું કે અમારું સપનું પૂરું થયું હોય. આજે જેમની પાસે પૈસા હોય એ જ રાજ કરે છે અને આપણી આઝાદીની આ દશા છે“