સાતજેલિયાની એકમાત્ર પોસ્ટ ઓફિસ તમે કદાચ ચૂકી જશો. માટીની ઝૂંપડીમાં પોસ્ટ ઓફિસ છે તેની એક માત્ર નિશાની છે બહાર લટકતી પતરાની લાલ ટપાલ પેટી.

પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લાની 80 વર્ષ જૂની આ સબ-પોસ્ટ ઓફિસ સાત ગ્રામ પંચાયતોને સેવા આપે છે. માટીનું આ માળખું સુંદરવનમાં વિનાશ વેરાનાર આઇલા અને અમ્ફાન જેવા મોટા મોટા ચક્રવાતો સામે પણ ટકી રહ્યું છે. પોસ્ટ ઓફિસમાં બચત ખાતા ધરાવતા ઘણા રહેવાસીઓ માટે એ એક જીવાદોરી છે; તેમના વિવિધ ઓળખ કાર્ડ જેવા સરકારી દસ્તાવેજો ટપાલ મારફતે અહીં આવે છે.

ગોસાબા બ્લોક ત્રણ નદીઓથી ઘેરાયેલો છે - ઉત્તર-પશ્ચિમમાં ગોમતી, દક્ષિણમાં દત્તા અને પૂર્વમાં ગાંદાલ. લક્ઝબાગાન ગામના રહેવાસી જયંત મંડલ કહે છે, "આ ટાપુ વિસ્તારમાં [અમારા સરકારી દસ્તાવેજો મેળવવા માટે] આ પોસ્ટ ઓફિસ અમારી એકમાત્ર આશા છે."

હાલના પોસ્ટમાસ્તર નિરંજન મંડલ 40 વર્ષથી અહીં કામ કરે છે. તેમની પહેલા તેમના પિતા પોસ્ટ માસ્ટર તરીકે સેવા આપતા હતા. દરરોજ સવારે તેઓ તેમના ઘરથી તેમના કામના સ્થળ સુધી ચાલીને આવે છે, જેમાં થોડી મિનિટો લાગે છે. પોસ્ટ ઓફિસની નજીક આવેલી સ્થાનિક ચાની દુકાનમાં આખો દિવસ લોકો આવતા-જતા રહે છે, તેથી પોસ્ટ ઓફિસમાં હંમેશા મુલાકાતીઓ હોય છે.

PHOTO • Ritayan Mukherjee
PHOTO • Ritayan Mukherjee

ડાબે: પોસ્ટ ઓફિસની નજીક નદી કિનારો. જમણે: પોસ્ટ ઓફિસ માટીની ઝૂંપડીમાંથી ચાલે છે અને ગોસાબા બ્લોકની સાત ગ્રામ પંચાયતોને સેવા આપે છે

PHOTO • Ritayan Mukherjee
PHOTO • Ritayan Mukherjee

ડાબે: પોસ્ટમાસ્તર નિરંજન મંડલ અને પટાવાળો બાબુ. જમણે: પોસ્ટ ઓફિસમાં બચત ખાતા ધરાવતા ઘણા રહેવાસીઓ માટે એ એક જીવાદોરી છે; તેમના સરકારી દસ્તાવેજો ટપાલ મારફતે અહીં આવે છે

59 વર્ષના પોસ્ટમાસ્ટરનું કામ સવારે 10 વાગ્યે શરૂ થાય છે અને સાંજે 4 વાગ્યે પૂરું થાય છે. પોસ્ટ ઓફિસની અંદર પ્રકાશનો સ્ત્રોત સોલાર પેનલ સંચાલિત છે, જે ચોમાસા દરમિયાન બહુ અસરકારક નથી. જ્યારે પેનલો ચાર્જ થઈ ન હોય ત્યારે કર્મચારીઓ કેરોસીનના દીવાનો ઉપયોગ કરે છે. નિરંજન કહે છે કે તેઓને પોસ્ટ ઓફિસની જાળવણી માટે મહિને 100 રુપિયા મળે છે - 50 રુપિયા ભાડા માટે અને 50 પુરવઠા માટે.

પટાવાળા, બાબુ નિરંજન સાથે કામ કરે છે, તેમનું કામ બધી ગ્રામ પંચાયતોના ઘરોમાં પત્રો પહોંચાડવાનું છે, તે માટે તેઓ પોતાની સાઇકલનો ઉપયોગ કરે છે.

લગભગ અડધી સદી સુધી પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવ્યા પછી નિરંજન બાબુ થોડા વર્ષોમાં નિવૃત્ત થવાના છે. તેઓ કહે છે કે તે પહેલાં, "મારું એકમાત્ર સપનું છે કે પાકી ઇમારતનું બાંધકામ શરૂ થઈ જાય."

આ પત્રકાર આ વાર્તામાં મદદ કરવા બદલ ઊર્ના/ઊર્ણા રાઉતનો આભાર માને છે.

અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક

Ritayan Mukherjee

రీతాయన్ ముఖర్జీ, కోల్‌కతాలోనివసించే ఫొటోగ్రాఫర్, 2016 PARI ఫెలో. టిబెట్ పీఠభూమిలో నివసించే సంచార పశుపోషక జాతుల జీవితాలను డాక్యుమెంట్ చేసే దీర్ఘకాలిక ప్రాజెక్టుపై పనిచేస్తున్నారు.

Other stories by Ritayan Mukherjee
Translator : Maitreyi Yajnik

Maitreyi Yajnik is associated with All India Radio External Department Gujarati Section as a Casual News Reader/Translator. She is also associated with SPARROW (Sound and Picture Archives for Research on Women) as a Project Co-ordinator.

Other stories by Maitreyi Yajnik