આદિવાસી સમાજની  પોતાની બિમારીઓ છે, પરંતુ એક મહત્વની વાત એ પણ સમજવાની છે કે આ સમુદાયની  સંસ્કૃતિમાં દૂષણો કેવી રીતે પ્રવેશ્યા. દાખલા તરીકે આધુનિક શિક્ષણની વાત લઇને  એક નવો પ્રવાહ શરૂ થયો છે, અને અમારા ઘણા સંઘર્ષો પણ આ નવા શિક્ષિત વર્ગ દ્વારા આવ્યા છે. આજે મારા ગામમાં એક શિક્ષક ગામની માટી પર ઘર નથી બનાવતો. તે રાજપીપળામાં પ્લોટ ખરીદે છે. યુવા પેઢી વિકાસના તરંગી  વિચારોથી આકર્ષાય છે. તેમની મૂળ જમીનમાંથી ઉખેડી વિદેશી ભૂમિમાં રોપવામાં આવેલા તેઓ પરંપરાગત રીતે જીવન જીવી શકતા જ નથી. તેઓ લાલ ચોખાને પચાવી શકતા નથી. તેઓ શહેરની નોકરીના મોભાનો સ્વાદ ચાખવા માગે છે. આવી ગુલામી ક્યારેય અમારી સંસ્કૃતિનો ભાગ ન હતી. હવે જો તેઓ શિક્ષિત છે અને તેમની પાસે નોકરી છે, તો પણ તેમને શહેરોમાં રહેવાની જગ્યા મળતી નથી. લોકો તેમને ત્યાં બહિષ્કૃત કરે છે. તેથી, તે સંઘર્ષોને ટાળવા માટે તેઓ તેમની ઓળખ છૂપાવવાનું શરૂ કરે છે. આજે આદિવાસી ઓળખના કેન્દ્રમાં જો કંઈ હોય તો એ છે - સંઘર્ષ.

સાંભળો કવિતાનું પઠન દેહવલી ભીલીમાં જીતેન્દ્ર વસાવાના અવાજમાં

સાંભળો પ્રતિષ્ઠા પંડ્યા દ્વારા કવિતાના અંગ્રેજી અનુવાદનું પઠન

અસભ્ય મહૂડો

મારા દેશના થોડા કહેવાતા ભદ્ર લોકોએ
જ્યારથી આ મહુડાને અસભ્ય જાહેર કર્યો
ત્યારથી મારા લોકો પણ પોતાની જાતને
અસભ્ય માનવા લાગ્યા છે.

ત્યારથી મા પણ મહુડાનાં ફૂલ
વીણતાં ગભરાય છે
બાપુ તો  મહુડાનું  નામ સુદ્ધાં ધિક્કારે છે.
મારો ભાઈ ઘરના આંગણામાં મહુડાને બદલે
નાની તુલસીનો ક્યારો કરીને
પોતાને સભ્ય માનવા લાગ્યો છે.
મારા દેશના થોડા કહેવાતા ભદ્ર લોકોએ
જ્યારથી આ મહુડાને અસભ્ય જાહેર કર્યો
ત્યારથી મારા લોકો પણ પોતાની જાતને
અસભ્ય માનવા લાગ્યા છે.

મારા લોકો, જેઓ આધ્યાત્મિક જીવન જીવતા
એ હવે નદીને પવિત્ર માનવામાં,
પર્વતોની પૂજા કરવામાં,
તેમના પૂર્વજોને અનુસરવામાં,
અને પૃથ્વીને "મા" કહેવામાં
નાનમ અનુભવે છે.
તેમની સાચી ઓળખ છુપાવવા
તેમની અસભ્ય જાતથી મુક્તિ મેળવવા
કેટલાક ખ્રિસ્તી ધર્મ તરફ વળ્યાં છે,
કોઈ હિન્દુ બની રહયાં છે,
કોઈ જૈન, કોઈ મુસ્લિમ.
મારા દેશના થોડા કહેવાતા ભદ્ર લોકોએ
જ્યારથી આ મહુડાને અસભ્ય જાહેર કર્યો
ત્યારથી મારા લોકો પણ પોતાની જાતને
અસભ્ય માનવા લાગ્યા છે.

મારા લોકો, જેઓ ક્યારેક બજારોને ધિક્કારતા,
આજે તેમના ઘરોમાં બજારો ભરી રહ્યા છે.
જેમાંથી સભ્યતા છલકાતી હોય  એવી એક પણ વસ્તુ
તે તેમના હાથમાંથી છટકવા દેતા નથી
સભ્યતાનું મોટામાં મોટો આવિષ્કાર--
વ્યક્તિવાદ
દરેક વ્યક્તિ 'હું' શીખી રહ્યો છે.
સ્વ સમાજનો નહીં
સ્વ સ્વાર્થનો થઇ રહ્યો છે
મારા દેશના થોડા કહેવાતા ભદ્ર લોકોએ
જ્યારથી આ મહુડાને અસભ્ય જાહેર કર્યો
ત્યારથી મારા લોકો પણ પોતાની જાતને
અસભ્ય માનવા લાગ્યા છે.

મારા લોકો, જે ક્યારેક વાર્તાઓ ગાતા,
તેમની પોતાની ભાષામાં મહાકાવ્યો લખતા,
તેઓ હવે તેમની બોલી ભૂલી રહ્યા છે.
તેના બદલે તેઓ તેમના બાળકોને અંગ્રેજી શીખવે છે.
તેમના બાળકોના સપનામાં
આ જમીનના છોડ, વૃક્ષો, નદીઓ અને ટેકરીઓ
નથી આવતાં પણ આવે છે
અમેરિકા અને લંડન.
મારા દેશના થોડા કહેવાતા ભદ્ર લોકોએ
જ્યારથી આ મહુડાને અસભ્ય જાહેર કર્યો
ત્યારથી મારા લોકો પણ પોતાની જાતને
અસભ્ય માનવા લાગ્યા છે.

અનુવાદ: પ્રતિષ્ઠા પંડ્યા

Poem and Text : Jitendra Vasava

జితేంద్ర వాసవ గుజరాత్‌ రాష్ట్రం, నర్మదా జిల్లాలోని మహుపారా గ్రామానికి చెందిన కవి. ఆయన దేహ్వాలీ భీలీ భాషలో రాస్తారు. ఆయన ఆదివాసీ సాహిత్య అకాడమీ (2014) వ్యవస్థాపక అధ్యక్షులు; ఆదివాసీ స్వరాలకు అంకితమైన కవితా పత్రిక లఖారాకు సంపాదకులు. ఈయన ఆదివాసీ మౌఖిక సాహిత్యంపై నాలుగు పుస్తకాలను కూడా ప్రచురించారు. అతని డాక్టరల్ పరిశోధన, నర్మదా జిల్లాలోని భిల్లుల మౌఖిక జానపద కథల సాంస్కృతిక, పౌరాణిక అంశాలపై దృష్టి సారించింది. PARIలో ప్రచురించబడుతున్న అతని కవితలు, పుస్తకంగా రాబోతున్న అతని మొదటి కవితా సంకలనంలోనివి.

Other stories by Jitendra Vasava
Painting : Labani Jangi

లావణి జంగి 2020 PARI ఫెలో. పశ్చిమ బెంగాల్‌లోని నాడియా జిల్లాకు చెందిన స్వయం-బోధిత చిత్రకారిణి. ఆమె కొల్‌కతాలోని సెంటర్ ఫర్ స్టడీస్ ఇన్ సోషల్ సైన్సెస్‌లో లేబర్ మైగ్రేషన్‌పై పిఎచ్‌డి చేస్తున్నారు.

Other stories by Labani Jangi
Translator : Pratishtha Pandya

PARI సృజనాత్మక రచన విభాగానికి నాయకత్వం వహిస్తోన్న ప్రతిష్ఠా పాండ్య PARIలో సీనియర్ సంపాదకురాలు. ఆమె PARIభాషా బృందంలో కూడా సభ్యురాలు, గుజరాతీ కథనాలను అనువదిస్తారు, సంపాదకత్వం వహిస్తారు. ప్రతిష్ఠ గుజరాతీ, ఆంగ్ల భాషలలో కవిత్వాన్ని ప్రచురించిన కవయిత్రి.

Other stories by Pratishtha Pandya