એનો દેશ એ કરોડો લોકોએ જોયેલું એક સપનું હતું. એવા લોકોય હતા જેમણે એના માટે પોતાનો જીવ સુદ્ધાં આપી દીધેલો. પણ છેલ્લાં કેટલાક વર્ષોથી એ પણ સપનાં જોવા માંડેલો. અચાનક ક્યાંકથી એક ટોળું આવતું ને કોઈ માણસને સળગાવી જતું. પણ એ કંઈ ન કરી શકતો. આ વખતે એણે એક સાવ અટૂલું ઘર જોયું જેની પાસે એક ભીડ જમા થયેલી હતી. આંગણામાં કેટલીક સ્ત્રીઓ રડતી હતી. કફનમાં ઢંકાયેલા બે મૃતદેહોની થોડા માણસો સ્તબ્ધ ઊભા હતા. લાશની બાજુમાં એક મહિલા બેભાન અવસ્થામાં પડી હતી. એક નાની છોકરી ત્યાં બેઠી મૃતદેહો તરફ તાકી રહી હતી. એને પોતાની સપનાં જોયા કરવાની વાતની શરમ આવી રહી. તેણે ઘણા વખત પહેલા જ  રોકઈ જવાનું હતું. તે જાણતો હતો કે સ્વપ્નની દુનિયાની બહાર, દેશ ક્યારનો સ્મશાનમાં ફેરવાઈ ગયો છે. પરંતુ કોઈ સપનું જોવાનું કેવી રીતે બંધ કરે કે કેમ કરીને સપનામાંથી બહાર નીકળે એ તે સમજી શકતો નહોતો.

સાંભળો કવિ દેવેશ દ્વારા કવિતાનું પઠન

સાંભળો પ્રતિષ્ઠા પંડ્યાના મુખે કાવ્યના અંગ્રેજી અનુવાદનું પઠન


तो यह देश नहीं…

1.
एक हाथ उठा
एक नारा लगा
एक भीड़ चली
एक आदमी जला

एक क़ौम ने सिर्फ़ सहा
एक देश ने सिर्फ़ देखा
एक कवि ने सिर्फ़ कहा
कविता ने मृत्यु की कामना की

2.
किसी ने कहा,
मरे हुए इंसान की आंखें
उल्टी हो जाती हैं
कि न देख सको उसका वर्तमान
देखो अतीत

किसी ने पूछा,
इंसान देश होता है क्या?

3.
दिन का सूरज एक गली के मुहाने पर डूब गया था
गली में घूमती फिर रही थी रात की परछाई
एक घर था, जिसके दरवाज़ों पर काई जमी थी
नाक बंद करके भी नहीं जाती थी
जलते बालों, नाखूनों और चमड़ी की बू

बच्ची को उसके पड़ोसियों ने बताया था
उसका अब्बा मर गया
उसकी मां बेहोश पड़ी थी

एक गाय बचाई गई थी
दो लोग जलाए गए थे

4.
अगर घरों को रौंदते फिरना
यहां का प्रावधान है
पीटकर मार डालना
यहां का विधान है
और, किसी को ज़िंदा जला देना
अब संविधान है

तो यह देश नहीं
श्मशान है

5.
रात की सुबह न आए तो हमें बोलना था
ज़ुल्म का ज़ोर बढ़ा जाए हमें बोलना था

क़ातिल
जब कपड़ों से पहचान रहा था
किसी का खाना सूंघ रहा था
चादर खींच रहा था
घर नाप रहा था
हमें बोलना था

उस बच्ची की आंखें, जो पत्थर हो गई हैं
कल जब क़ातिल
उन्हें कश्मीर का पत्थर बताएगा
और
फोड़ देगा
तब भी
कोई लिखेगा
हमें बोलना था

આ તે કંઈ દેશ છે?

1.
કોઈએ એક  હાથ ઉગામ્યો
કોઈએ એક નારો લગાવ્યો
એક ટોળું ચાલ્યું
એક માણસ સળગી મર્યો

એક સમુદાયે બસ સહ્યા કર્યું
એક દેશે ફક્ત જોયા કર્યું
એક કવિએ માત્ર એટલું કહ્યું
આ જો કવિતા મરણપથારીએ પડી

2.
કોઈએ કહ્યું
મરેલા માણસની આંખો
ઊંચી ચડી જાય છે
એને એનું વર્તમાન ના દેખાય
તાક્યા કરો ભૂતકાળને
કોઈએ પૂછ્યું,
એક માણસ દેશ હોઈ શકે શું?

3.
દિવસનો સૂરજ ગલીના નાકે ડૂબી જઈ રહ્યો હતો
ગલીમાં રખડતો હતો રાતનો પડછાયો
એક ઘર હતું, જેના દરવાજા પર રાખ બાઝેલી હતી
નાક બંધ કરે ય જતી નોહતી એ વાસ
બળતા વાળ, નખ, ને ચામડીની.

એ નાની છોકરીને પાડોશીઓએ કહ્યું'તું
એનો બાપ મરી ગયો છે
એની મા બેભાન પડી છે
એક ગાયને બચાવી લેવાઈ છે
ને બે માણસો બળીને મરી ગયા છે

4.
ઘરોને ટોફીફોડી નાખવા
અહીંયાનું ચલણ છે
મારી મારીને જીવ લઇ લેવો
અહીંનો કાયદો છે
અને કોઈને જીવતો સળગાવી મૂકવો
એ બંધારણમાં છે

તો આ તે કંઈ દેશ છે ?
આ તો સ્મશાન છે

5.
રાતની સવાર ના થઈ
ત્યારે અમારે બોલવું જોઈતું હતું
જુલમનો ભાર વધતો જતો હતો
ત્યારે અમારે બોલવું જોઈતું હતું.

હત્યારાઓ
જયારે કપડાંથી ઓળખી રહ્યા હતા
જયારે કોઈનું ખાવાનું સૂંઘતા હતા
ચાદર ખેંચી રહ્યા હતા
ઘરનું માપ લઇ રહ્યા હતા
ત્યારે પણ અમારે બોલવું જોઈતું હતું

એ છોકરીની આંખો જે હવે પથ્થર થઇ ગઈ છે
કાલે ઉઠીને હત્યારાઓ કહેશે
એની આંખોના  પથ્થર તો કાશ્મીરના છે
અને એને ફોડી નાખશે
ત્યારે પણ કોઈ લખાશે
આપણે બોલવા જેવું હતું.

પ્રતિષ્ઠા પંડ્યા દ્વારા હિન્દીમાંથી અનુવાદ

Poem and Text : Devesh

దేవేశ్ కవి, పాత్రికేయుడు, చిత్రనిర్మాత, అనువాదకుడు. ఈయన పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో హిందీ అనువాదాల సంపాదకుడు.

Other stories by Devesh
Editor : Pratishtha Pandya

PARI సృజనాత్మక రచన విభాగానికి నాయకత్వం వహిస్తోన్న ప్రతిష్ఠా పాండ్య PARIలో సీనియర్ సంపాదకురాలు. ఆమె PARIభాషా బృందంలో కూడా సభ్యురాలు, గుజరాతీ కథనాలను అనువదిస్తారు, సంపాదకత్వం వహిస్తారు. ప్రతిష్ఠ గుజరాతీ, ఆంగ్ల భాషలలో కవిత్వాన్ని ప్రచురించిన కవయిత్రి.

Other stories by Pratishtha Pandya
Painting : Labani Jangi

లావణి జంగి 2020 PARI ఫెలో. పశ్చిమ బెంగాల్‌లోని నాడియా జిల్లాకు చెందిన స్వయం-బోధిత చిత్రకారిణి. ఆమె కొల్‌కతాలోని సెంటర్ ఫర్ స్టడీస్ ఇన్ సోషల్ సైన్సెస్‌లో లేబర్ మైగ్రేషన్‌పై పిఎచ్‌డి చేస్తున్నారు.

Other stories by Labani Jangi