દુકાળ અને આર્થિક તાણ હેઠળ ઝઝૂમી રહેલા વિદર્ભના ખેડૂતો માટે હવે એક નવી ચિંતા છે – મહારાષ્ટ્રના તાડોબા અંધારી વાઘ અભયારણ્યમાંથી પસાર થતા જંગલી પ્રાણીઓ દ્વારા કરવામાં આવતી ધાડ અને જીવલેણ હુમલા. રાજ્ય તરફથી નજીવું સમર્થન આપીને, તેમને પોતાના હાલ પર છોડી દેવાયા છે