મેં ક્યાંક લખ્યું છે કે તમે અમને ઉખેડી નાખો અને અમને પાણીમાં ડુબાડો, પરંતુ જાણજો કે ટૂંક સમયમાં તમારા માટે પણ પાણી બાકી રહેશે નહીં. તમે અમારી જમીન, અમારું પાણી છીનવી લો છતાં પણ અમે તમારી ભાવિ પેઢીઓ માટે લડીશું અને મરીશું. પાણી, જંગલ અને જમીન માટેનો આપણો સંઘર્ષ અમારા એકલાનો નથી, એટલી હદે કે આપણામાંથી કોઈ પ્રકૃતિથી અલગ નથી. આદિવાસીઓનું જીવન પ્રકૃતિ સાથે સુમેળમાં રહે છે. અમે અમારી  જાતને પ્રકૃતિથી અલગ નથી જોતા. દેહવાલી ભીલીમાં મેં લખેલી ઘણી કવિતાઓ માં મેં મારા લોકોના મૂલ્યોને જાળવવાનો પ્રયાસ કર્યો છે.

અમારા આદિવાસી સમુદાયોનો વૈશ્વિક દૃષ્ટિકોણ આવનારી પેઢીઓ માટે પાયો બની શકે છે. તમારી પાસે તે જીવન, તે વિશ્વ દૃશ્ય તરફ પાછા ફરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. સિવાય કે તમે તૈયાર હો સામૂહિક આત્મહત્યા માટે.

સાંભળો જીતેન્દ્ર વસાવા દ્વારા કવિતાનું પઠન

સાંભળો પ્રતિષ્ઠા પંડ્યા દ્વારા કવિતાના અંગ્રેજી અનુવાદનું પઠન

પગ મૂકવા પૂરતી જગ્યા

અરે ભાઈ,
તમે કેમના સમજી શકશો
પથ્થરને પીસવાનો
અને માટી બાળવાનો અર્થ?
તમે તો આટલા ખુશ છો
એક માત્ર તમારા ઘરને અજ્વાળીને
આ બ્રહ્માંડની ઊર્જા પર કાબૂ કરીને
તમે નહીં સમજો
પાણીના બુંદનું મરવું શું છે.
છેવટે તમે આ પૃથ્વીનું શ્રેષ્ઠ સર્જન છો -
તમારી મહાનતાનું સૌથી મોટું પ્રમાણ હોય તો
આ ‘લેબોરેટરી’

તમારે ને આ જીવજંતુઓને કે પછી
આ વૃક્ષો કે વનસ્પતિને શું લેવા દેવા?
તમે તો સપનાં જુઓ છો આકાશમાં ઘર બનાવવાનાં .
તમે હવે ધરતીમાતાના લાડલા રહ્યા નથી.
ભાઈ, હવે જો હું તમને 'ચંદ્ર માનવ' કહું તો
તમે નારાજ નહીં થાઓ એવી આશા રાખું.
ના, તમે પક્ષી તો  નથી
પણ તમે સપનાં તો ઊંચા ઉડવાના જુઓ છો, ખરું ને?
અને કેમ ના જુઓ, આટલા ભણેલા-ગણેલા જે છો!

તમે કોઈનું સાંભળો ક્યાં છો
પણ ભાઈ, થઇ શકે તો બસ આ એક વાત માનજો
અમારા જેવા અભણ લોકો માટે
બસ થોડી જમીન છોડી દેજો ,
મહેરબાની કરીને
અમારા પગ મૂકવા પૂરતી.

અરે ભાઈ,
તમે કેમના સમજી શકશો
પથ્થરને પીસવાનો
અને માટી બાળવાનો અર્થ?
તમે તો આટલા ખુશ છો
એક માત્ર તમારા ઘરને અજ્વાળીને
આ બ્રહ્માંડની ઊર્જા પર કાબૂ કરીને
તમે નહીં સમજો
પાણીના બુંદનું મરવું શું છે.
છેવટે તમે આ પૃથ્વીનું શ્રેષ્ઠ સર્જન છો

અનુવાદ: પ્રતિષ્ઠા પંડ્યા

Poem and Text : Jitendra Vasava

జితేంద్ర వాసవ గుజరాత్‌ రాష్ట్రం, నర్మదా జిల్లాలోని మహుపారా గ్రామానికి చెందిన కవి. ఆయన దేహ్వాలీ భీలీ భాషలో రాస్తారు. ఆయన ఆదివాసీ సాహిత్య అకాడమీ (2014) వ్యవస్థాపక అధ్యక్షులు; ఆదివాసీ స్వరాలకు అంకితమైన కవితా పత్రిక లఖారాకు సంపాదకులు. ఈయన ఆదివాసీ మౌఖిక సాహిత్యంపై నాలుగు పుస్తకాలను కూడా ప్రచురించారు. అతని డాక్టరల్ పరిశోధన, నర్మదా జిల్లాలోని భిల్లుల మౌఖిక జానపద కథల సాంస్కృతిక, పౌరాణిక అంశాలపై దృష్టి సారించింది. PARIలో ప్రచురించబడుతున్న అతని కవితలు, పుస్తకంగా రాబోతున్న అతని మొదటి కవితా సంకలనంలోనివి.

Other stories by Jitendra Vasava
Illustration : Labani Jangi

లావణి జంగి 2020 PARI ఫెలో. పశ్చిమ బెంగాల్‌లోని నాడియా జిల్లాకు చెందిన స్వయం-బోధిత చిత్రకారిణి. ఆమె కొల్‌కతాలోని సెంటర్ ఫర్ స్టడీస్ ఇన్ సోషల్ సైన్సెస్‌లో లేబర్ మైగ్రేషన్‌పై పిఎచ్‌డి చేస్తున్నారు.

Other stories by Labani Jangi
Translator : Pratishtha Pandya

PARI సృజనాత్మక రచన విభాగానికి నాయకత్వం వహిస్తోన్న ప్రతిష్ఠా పాండ్య PARIలో సీనియర్ సంపాదకురాలు. ఆమె PARIభాషా బృందంలో కూడా సభ్యురాలు, గుజరాతీ కథనాలను అనువదిస్తారు, సంపాదకత్వం వహిస్తారు. ప్రతిష్ఠ గుజరాతీ, ఆంగ్ల భాషలలో కవిత్వాన్ని ప్రచురించిన కవయిత్రి.

Other stories by Pratishtha Pandya