ગોરો છતાં ગોરો નહીં, કાળો છતાં કાળો નહીં. તાપમાં તપીને ચામડીનો ગોરો રંગ તાંબુડિયો થયો, કાળો રંગ જાંબુડિયો થયો. રોજરોજ કામ કરવાનું. એકાદ દિવસ ખરીદવા જવાનું. એકાદ દિવસ વેચવા જવાનું. વેચવામાં આખો દિવસ જાય. ખરીદવામાં આખો દિવસ જાય. રોજગાર એવો કે તડકાની કશી ખબર ના પડે. પડે તો એની બહુ તમા ના કરે. છાંયડો ખરો, પણ તડકાનો સગો. છાંયડામાં વાયરો આવે તો તડકાની લૂ લઈને આવે.

ખાવાનું આવે, પીવાનું આવે, ઊંઘવાનું આવે, ફરવાનું આવે, હસવાનું આવે, જીવનમાં જે આવવાનું હોય એ બધું આવે, પણ સૌથી વધારે વેઠવાનું આવે. જીવનમાંથી જીવ નીકળી જાય એવું વેઠવાનું આવે.

વેઠવાનું માત્ર રસ્સી બનાવવા માટેના રેસા ખરીદનાર અને રસ્સી બનાવીને વેચનાર રાજભોઈ-મહિલાઓને જ ના આવે. એમનાં બાળકોને પણ આવે, કારણ, બાળકો વધારે ભણી ના શકે. ‘બચ્ચોં કી ફુકટ મેં મુન્સિપાલટી (મ્યુનિસિપાલિટી) મેં પઢાઈ હોતી હૈ. જ્યાદા સે જ્યાદા દસવીં-આઠવીં.' આટલું બોલ્યા પછી 47 વર્ષનાં ગીતા રાજભોઈએ વધારે ન ભણાવવાનું કારણ પણ આપ્યું : ‘દસવીં કે બાદ બારવીં, ઉસકે બાદ કૉલેજ, તબ જાકે નૌકરી મિલતી હૈ. ઇસસે અચ્છા અપના ધંદા સંભાલો!' વટવામાં આવેલા ચાર માળિયામાં રહેતાં ગીતાની વાતમાં કેટલી નિર્દોષતા! નિર્દોષતા કૉલેજ કરવાથી નોકરી મળી જાય એની અને ‘અપના ધંદા સંભાલો'ની. ‘અપના ધંદા' એટલે કયો ધંધો? પુરૂષોનો કાનમાંથી મેલ કાઢવાનો અને મહિલાઓનો રેસામાંથી રસ્સી બનાવવાનો. રાજભોઈ-સમુદાયના બંને પરંપરાગત ધંધા. ‘હમારા ખાનદાની (ધંદા) હૈ' સંતરા રાજભોઈએ રસ્સી બનાવવા માટેના રેસાની ગૂંચ ઉકેલતા કહ્યું. 46 વર્ષીય રૂપા રાજભોઈએ રેસામાંથી પત્રીનો ટુકડો કાઢીને ઉમેર્યું, ‘ઐસે કે પરંપરા સે ચલતા આયા હૈ'.

પરંપરાગત વ્યવસાય કરતી બીજી વિચરતી જાતિઓની જેમ રાજભોઈ પણ દારૂણ ગરીબીમાં જીવી અને આજે પણ જીવી રહી છે. રાજભોઈની ગરીબી પહેલાં પણ સરકારની ઉપેક્ષાનો ભોગ બની, આજે પણ બની રહી છે. 1975માં જન્મેલાં કરુણા રાજભોઈના શબ્દો સ્તબ્ધ કરી દે એવા : ‘પહેલે મણિનગર (મેં) રહેતે થે કચરે મેં. બરસાત હોતી થી તો નીચે સે પાની જાતા થા ઔર ઉપર હમ રહેતે થે. ઐસે-ઐસે દિન નિકાલે હૈ. ચાલીસ સાલ ગુજારે (મણિનગર મેં). હમારે બાપદાદા સબ વહાઁ થે.'

Santra Rajbhoi (left) belongs to the Rajbhoi nomadic community in Gujarat. Women in this community – including Saranga (seated) and Saalu – practice the traditional occupation of rope-making
PHOTO • Umesh Solanki
Santra Rajbhoi (left) belongs to the Rajbhoi nomadic community in Gujarat. Women in this community – including Saranga (seated) and Saalu – practice the traditional occupation of rope-making
PHOTO • Umesh Solanki

સંતરા રાજભોઈ (ડાબે) ગુજરાતની રાજભોઈ નામની વિચરતી જાતિનાં છે. રાજભોઈ જાતિની મહિલાઓના પરંપરાગત વ્યવસાય અંતર્ગત રસ્સી બનાવતાં સારંગા (બેઠેલાં) અને સાલુ

Left: Karuna Rajbhoi and others twist strands of fibre into a rope.
PHOTO • Umesh Solanki
Right: Char Maliya building complex in Vatva, Ahmedabad, where the women live
PHOTO • Umesh Solanki

ડાબે: વળ ચડાવી રેસાને રસ્સીમાં ફેરવતાં કરુણા રાજભોઈ અને બીજાં બહેનો. જમણે: અમદાવાદના વટવામાં ચાર માળિયા(Vatva Railway Side), રાજભોઈ-મહિલાઓનાં ઘર

આજે રાજભોઈનાં ઘર વટવાના ચાર માળિયામાં. મ્યુનિસિપાલિટીના ચાર માળિયાનાં મકાનો પાકાં ખરાં, પણ સુવિધાના નામે નહિવત્. પાણીની સુવિધા અગવડભરી, ગટર-લાઇનની સુવિધા સરખી નહીં, વીજળીની સુવિધા નહીં, પોતાના ખર્ચે લડી-લડીને માંડ-માંડ મીટર નખાયાં. ગંદકી તો અંધારામાંય દેખાય એવી. બીમાર પડવાનું તો લગભગ ઘરે-ઘરે.

જીવનમાં આટલી બધી કઠણાઈ વચ્ચે રાજભોઈ-બહેનો રસ્સી બનાવવાનું કઠણાઈભર્યું કામ કરે. કઠણાઈભર્યું એટલે ખરીદવાનું કઠણાઈભર્યું, બનાવવાનું કઠણાઈભર્યું અને વેચવાનું કઠણાઈભર્યું.

રસ્સી માટેનો માલ (રેસા) ખરીદવાનું ઘણું કઠણ. 1976માં જન્મેલાં સારંગા રાજભોઈ રેસાઓ ઊંચાનીચા કરી પાન ચાવતાં-ચાવતાં બોલ્યાં, ‘પચીસ રૂપયેં કિલો માલ લાતે હૈં કિમ (સુરત) સે. વટવા સે મણિનગર, મણિનગર સે કિમ.' મણિનગર(અમદાવાદ)થી કિમનું ટ્રેન-માર્ગે અંતર લગભગ 230 કિલોમિટરનું. ટ્રેનમાં જ જવાનું. ભાડું પણ વધારે. સારંગાએ હોઠ નીચે ગયેલા પાનના રેલાને લૂછી હસીને કહ્યું, ‘ટિકટ નહીં લેતે'. કરુણા રાજભોઈએ ડચકારો લઈ ઉમેર્યું, ‘કભી પકડ લેતે હૈ તો ગરીબ હૈ ઐસા સમજાતે હૈ તો જાને દેતે હૈ. કોઈ માથાભારી સાહબ આ ગયા તો સૌ-દોસૌ રુપયેં દેતે હૈ.' ટિકિટ ન લેવાનું કારણ સંતરા રાજભોઈ રેસાને કાતરથી કાપતાં-કાપતાં જુદી રીતે આપ્યું, ‘તીનચાર લૅડિસ જાતી હૈં. યહાઁ (વટવા) સે રિસકા (રિક્ષા) મેં બૈઠો મણિનગર કે લિએ તો ચાલીસ મેં પડતા હૈ. કિમ સે ઊતરકે સિકોદરા ચૌકડી જાતે હૈ તો રિસકાવાલા બીસ રૂપયેં લેતા હૈં સિકોદરા માલ નહીં મિલે તો ભાટકોલ જાતે હૈ. વહાઁ ભી બીસ રૂપયેં લગતે હૈં.' હંમેશા હળવી મજાકમાં વાત કરતાં ગીતા રાજભોઈએ ગંભીરતાથી જણાવ્યું, ‘સિકોન (રેસા) સે કપડેં બનતે હૈં. નુકસાની હોતી હૈ તો ઉસે સાઇડ મેં રખ દેતે હૈ. વર્કર હમેં બૈચતે હૈ યા ભંગારવાલોં કો બૈચતે હૈ ઔર ભંગારવાલેં હમેં બૈચતે હૈ.' કિમમાં અલગ-અલગ જગ્યાએ ફરી-ફરીને ‘કચ્ચા માલ લાતે હૈ. કપડેં કે ધાગેં ગુચ્છા રહેતા હૈં. ખરાબ માલ હોતા હૈ તો કમ ભાવ મેં મિલતા હૈ. અચ્છા માલ હોતા હૈ તો જ્યાદા ભાવ મેં મિલતા હૈં. કમ સે કમ પંદરા રૂપયેં કિલો મેં ઔર જ્યાદા સે જ્યાદા સતાઈસ રૂપયેં કિલો મેં. પર વાઇટવાલા રેસા ચાલીસ રુપયેં કિલો મેં પડતા હૈ, સોફા, પલંગ, તકિયે મેં બનતા હૈ, વરકર નહીં દેતે ઈસલિએ મહેંગા પડતા હૈ.' કરોના રાજભોઈ આ સબ્દો સાથે ગીતા રાજભોઈના શબ્દો મૂકવાથી રેસા એટલે કયા રેસા એ સ્પષ્ટ થશે: 'સુતી (સુતરના રેસા) કામ નહીં આતા રેસા હી યાની રેસમ (રેસમના રેસા) હી કામ આતા હૈ. ઔર ઈસકે કારખાનેં સુરત-કિમ મેં હી હૈં.' કિમમાંથી મહિલાઓ કેટલા રેસા ખરીદીને લાવે? ‘એક મહિલા સૌ કિલો લાતી હૈ. દસ કિલો ભી લે આયે. પચીસ કિલો ભી લે આયે' સંતરા રાજભોઈ સરળતાથી બોલ્યાં, પણ સરળ નથી હોતું કિમથી અમદાવાદ માલ લાવવાનું. ‘કિમ મેં ઘૂમ-ઘુમ કર માલ ખરીદો. ફિર સ્ટેસન પે લાઓ. વહાઁ ગાડી પાઁચ મિનટ રુકતી હૈ. ગાડી મેં ભીડ ભી જ્યાદા હોતી હૈ. માલ જ્યાદા હુઆ ઔર ગાડી ચલ પડી તો કઈં બાર માલ સ્ટેસન પે હી છૂટ જાતા હૈ' સારંગા રાજભોઈના આ બયાનમાં માલ છૂટી જવાનો ભય છે, તો ગીતા રાજભોઈની વાતમાં બીજો ભય પણ છે : ‘રાત મેં જાતે હૈ તો ઘર પે બચ્ચેં ભી ડરતે હૈં.' અને આ ભય અઠવાડિયાં એકાદ વખત તો આવે.

*****

ભય ખરીદી વખતે પણ હોય અને વેચાણ વખતે પણ હોય. ‘સાડી-કપડા મેં બાઁધ કે લે જાતે હૈં (રસ્સિયાં). રાત કો ગ્યારા બજે જાતે હૈ સ્ટેસન. રાત કો એક-દેઢ બજે નડિયાદ ઊતર જાતે હૈં. સુબહ જલદી ઊઠકે આજુબાજુ કે ગાઁવ ચલે જાતે હૈં.'

કયાં-કયાં ગામો?

'નડિયાદ, મહેમદાબાદ, આણંદ ચલે જાતે હૈં. વહાઁ કે નજદીક ગાઁવ મેં બેચને જાતે હૈ. દોતીન મહિલાએં જાતી હૈં. લીંબાચી, તારાપુર, કઠલાલ, જટાલ, ખેડા, દેરવી, ગોવિંદપુરા, દેવકર વસોવા, સલોની, મહેમદાવાદ, માતર, ચાંગા, પાલ્લા, ગોમતીપુર, છાપરા, ખેડા ગામ. રિસકાવાલા દોસૌ રૂપયાં ભાડા લેતા હૈ.'

સારંગા રાજભોઈની વાતમાં ઉમેરણ કરવા પૂછ્યું, ગામોમાં જઈને રસ્સીઓ ક્યાં વેચવાની? ગીતા રાજભોઈએ જવાબ આપ્યો, ‘દૂધ કી ડેરી રહેતી હૈ વહાઁ બેચતે હૈં નૌ બજે તક. ડેરી મેં બિકા તો બિકા નહિ તો સર પે ઉઠાકે ગાઁવ મેં ચલે જાતે હૈં.' કેટલામાં આપો રસ્સી? ‘તીસ હાથ કી રસ્સી કા અસ્સી રુપયાં, પચાસ હાથ કી રસ્સી કા સૌ રપયાં. ચાલીસ-પચાસ રસ્સિયાં લે જાતે હૈં. કભી સબી બિક જાતી હૈં, કભી બીસ-પચીસ બિકતી હૈં.' રસ્સી કામમાં શું આવે? ‘ગાય, ભૈંસ બાઁધને કે લિએ, ટ્રક મેં માલ બાઁધને કે લિએ, કપડેં સુખાને કે લિએ, ટ્રેક્ટર મેં માલ બાઁધને કે લિએ... ઉસી દિન શામ કો સાત-આંઠ બજે આ જાતે હૈં (ઘર).'

વાતને પાછળ લઈ જઈને પૂછ્યું કે રાતે રેલવે સ્ટેશન પર ઊંઘવાથી ક્યારેક કોઈ હેરાનગતિ તો થતી હશે ને? કરુણા રાજભોઈએ હકારમાં માથું હલાવી શબ્દોમાં ભાવનાત્મક વલણ ઉમેર્યું, ‘પુલીસ સ્ટેસન મેં દો-તીન ઘંટેં ડાલ દેતે હૈં. પૂછતાછ કરતે હૈં. કહાઁ સે આયે ઐસા પૂછતે હૈ. પુલીસવાલેં ગરીબ ઇન્સાન કો પકડ લેતે હૈં. પુલીસવાલેં સબ ખરાબ નહીં હોતે, સબ અચ્છેં નહીં હોતે. પુલીસવાલેં કાયદેકાનૂન સે થોડી ચલતે હૈ. વહ તો અપને દિમાગ સે ચલતે હૈં. ઉનકે દિમાગ મેં બૈઠ ગયા તો પકડ લેતે હૈં.'

Left: Saranga (left) and Karuna (right) on a train from Maninagar to Nadiad.
PHOTO • Umesh Solanki
Right: Women take a night train to Nadiad forcing them to sleep on the railway platform from 12:30 a.m. until dawn
PHOTO • Umesh Solanki

ડાબે: મણિનગરથી નડિયાદ જતી ટ્રેનમાં સારંગા (ડાબે) અને કરુણા (જમણે). જમણે: મહિલાઓ રાતની ટ્રેનમાં નડિયાદ જાય અને રાતે 12:30 વાગ્યાથી સવાર સુધી રેલવે પ્લેટફોર્મ પર જ ઊંઘી જાય

Left: The women have tea and snacks outside the railway station early next morning.
PHOTO • Umesh Solanki
Right: Karuna hauls up the bundles of rope she hopes to sell the following day
PHOTO • Umesh Solanki

ડાબે: બીજા દિવસે વહેલી સવારે રેલવે સ્ટેશનની બહાર ચા-નાસ્તો કરતાં બહેનો. જમણે : બીજા દિવસે વેચાઈ જવાની આશા સાથે રસ્સીનું પોટલું લઈ જતાં કરુણા

કાચા માલની ખરીદી અને તૈયાર માલના વેચાણ વચ્ચેની કડી એટલે રેસામાંથી રસ્સી બનાવવાની પ્રક્રિયા. રસ્સી બનાવવા માટે મહત્ત્વનાં બે સાધન : ચકરી અને ચકરો. ચકરો સ્ટૅન્ડ પર હોય અને ચકરી મહિલાના હાથમાં. ‘ચકરી ઘુમાતે રહેતે હૈ. તીનોં આંટી આ જાતી હૈં. તીન આંટી ચકરા મેં સે નિકલતી હૈ. ચકરા મેં સે વલ આતે રહેતે હૈ.' સરવિલા રાજભોઈના શબ્દોને સારંગાએ સહેજ ખોલી આપ્યા, ‘એક મહિલા ચકરા ગુમાતી હૈ, દુસરી રસ્સી પકડતી હૈ. રેસેં ચિપક જાતે હૈ તો એક દોનોં કો મિલને નહીં દેતી. એક મહિલા છેડે પર ચકરી ઘુમાતી રહેતી હૈ. રસ્સી બનાને મેં ચાર ઔરતેં કામ કરતી હૈ.' કંઈક યાદ આવતાં, ‘રસ્સી બનાને મેં તીન યા ચાર હોતે હૈં. પરિવાર કે લોગ સાથ મેં કામ કરતે હૈં. મૈં હૂઁ, મેરા લડકા, દો લડકિયાઁ કામ કરતી હૈં તબ જાકે રસ્સિયાઁ બનતી હૈં.' અરુણા રાજભોઈએ ઉમેર્યું, ‘સાત સે બારા કામ કરતે હૈં. દો સે સાડે પાઁચ કામ કરતે હૈં, જબ નલ (પાની) આતા હૈ તબ ઉઠ જાતે હૈં.' સરવિલાએ જણાવ્યું, ‘આધા-પોના ઘંટા લગતા હૈ એક રસ્સી બનાને મેં. એક દિન મેં આઁઠ ભી બના લેતે હૈં, દસ ભી બના લેતે હૈં, બીસ ભી બના લેતે હૈં. બીસ-બાઈસ ફૂટ, પંદરા ફૂટ કી બનાતે હૈં. પચાસ-સૌ ફૂટ કી ભી બનાતે હૈં પર વો ઑર્ડર કે હિસાબ સે.' સંતરાએ ઉમેર્યું, ‘તીસ હાથ લંબી રસ્સી હોતી હૈ. ચાલીસ હાથ કી ભી હો જાતી હૈ, પચાસ હાથ કી ભી હો જાતી હૈ.' ગીતા રાજભોઈ કમર પર હાથ રાખી ઊભા થઈને પાસે આવ્યાં, ‘આઁઠ દિન લગતે હૈ બનાને મેં, સૌ, પચત્તર, પચાસ બનાતે (રસ્સિયાઁ) હૈ.' રૂપા રાજભોઈએ ખુલાસો કરીને ઉમેર્યું, 'ગરમી મેં જ્યાદા બનતી હૈં. (એક દિન મેં) બીસ-પચીસ બનતી હૈં દિન બડા રહેતા હૈ ના. ઠંડી મેં દસ-પંદરા બનતી હૈં.'

રસ્સી બનાવવાની પ્રક્રિયામાં કરુણા રાજભોઈની વાત મહત્ત્વની, ‘માલ હૈ તો પાઁચ-છે દિન કે બાદ જાતે હૈં બેચને કો.' કારણ : ‘માલ નહીં મિલા તો વાપસ આ જાતે હૈં.' રૂપાએ હળવાશમાં હતાશા ભેળવીને કહ્યું, ‘એક હજાર રપયેં કા માલ લાતે હૈ, તીનસૌ રુપયાઁ વાપરકે આતે હૈ.' માલ મળે કે ના મળે ત્રણસો રૂપિયાનો ખર્ચ નિશ્ચિત.' ‘માલ પે મેનત (મહેનત) કરકે રસ્સી બનાઓ. ફિર ભાડા ખરચકે નડિયાદ, ખેડા કે ગાઁવોં મેં બેચને જાઓ. સૌ રુપયા બોલતે હૈ તો પચાસ-સાઠ રૂપયેં મેં લેતે હૈ.' સારંગાના આ શબ્દો સાંભળીને કાન સાફ કરવાની ‘પેટી' ખભે લટકાવી ભાનુ રાજભોઈએ બોલેલા શબ્દો યાદ આવ્યા, ‘ઔરતોં કા સપોર્ટ ઘર મેં કાફી રહતા હૈ.' કાફી સપોર્ટ એટલે કેટલો? 'ઉસસે જ્યાદા કુછ હોતા નહીં. ઉનકા ઔર થોડા બહોત ઘર કા ખર્ચ નિકલ જાતા હૈ' ભાનુએ ચાર માળિયામાંથી નીકળીને ધૂળમાં પાનની પિચકારી મારી. જાતિવિશેષ પરંપરાગત વ્યવસાયમાંથી ‘થોડા બહોત ઘર કા ખર્ચા' નીકળે અને ‘થોડા બહોત બ્હાર કા ખર્ચા' નીકળે.

Left: Using one of the ropes, Karuna demonstrates how to tie a loop used to tether animals.
PHOTO • Umesh Solanki
Right: The women begin the day setting shop near a dairy; they hope to sell their ropes to cattle owners
PHOTO • Umesh Solanki

ડાબે: રસ્સીમાંથી બનાવેલો ગાળિયો ઢોરને કેવી રીતે બંધાય તે બતાવતાં કરુણા. જમણે: પશુપાલકો રસ્સી ખરીદી લેશેની આશાએ ડેરી પર રસ્સી વેચવા બેઠેલાં બહેનો

Left: As the day progresses, Karuna and Saranga move on to look for customers in a market in Kheda district.
PHOTO • Umesh Solanki
Right: At Mahemdabad railway station in the evening, the women begin their journey back home
PHOTO • Umesh Solanki

ડાબે: દિવસ ચડતાં કરુણા અને સારંગા રસ્સી વેચવા માટે ખેડા જિલ્લાના એક બજારમાં. જમણે: સાંજે ઘરે પાછા જવા માટે મહેમદાબાદ રેલવે સ્ટેશન પર બહેનો

જાતિવિશેષ પરંપરાગત વ્યવસાય કરનાર રાજભોઈ વિચરતી જાતિમાં (Nomadic Tribes - NTs)માં આવે. પણ પ્રશ્ન એક પેચીદો. ‘હમારી જાતિ હૈ ના વહાઁ પર નિગમ (ગુજરાત વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ નિગમ) મેં નહીં બુલાતી. વહાઁ રાજભોઈ કી જગા ભોઈરાજ ચલતી હૈ, ઉસકે કારન સરકારી કામકાજ કી જરૂરત પડતી હૈ તો મુસ્કીલ હોતા હૈ'. વટવા, અમદાવાદના રાજેશ રાજભોઈની વાતમાં ધ્યાન દોરતો જાતિના નામમાં થયેલો સાધારણ શબ્દફેર કેટલા અસાધારણ સંઘર્ષને નોતરી લાવ્યો એની તો કલ્પના જ કરવી રહી.

શબ્દફેરને જાણવા ગુજરાત-સરકારની વેબસાઇટ ‘ગુજરાત વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ નિગમ, ગાંધીનગર' પર ચકાસીએ તો ‘વિચરતી જાતિઓની યાદી'માં ૨૮ જાતિઓનો અને ‘વિમુક્ત જાતિઓની યાદી'માં ૧૨ જાતિઓનો ઉલ્લેખ મળે છે, પણ રાજભોઈ કે ભોઈરાજ જાતિનો ઉલ્લેખ મળતો નથી. તો કેન્દ્ર સરકારની વેબસાઇટ socialjustice.gov.in પર upload કરેલી pdf ‘Draft list of Denotified Tribes, Nomadic Tribes and Semi-Nomadic Tribes of India'ના 14 નંબરના પાના પર 12 નંબરના ક્રમે ‘Gujarat'માં આપેલી Nomadic Tribes'ની યાદીમાં 7મા ક્રમાંકે ‘Bhoi' (ભોઈ) જાતિનો ઉલ્લેખ ખરો, પણ રાજભોઈ કે ભોઈરાજ એવી સ્પષ્ટતા નથી.

યાદી ‘Renke Commission - 2008'માંથી લીધી હોવાનો ઉલ્લેખ footnoteમાં છે. Ministry of Social Justice & Empowerment Govemment of lndia દ્વારા પ્રકાશિત Idate Commissionના REPORT DECEMBER 2917 ‘NATIONAL COMMISSION FOR DENOTIFIET NOMADIC AND SEMI-NOMADIC TRIBES'માં પાના નંબર 169 પર આપેલા LIST 2Bમાં ‘ADDITIONAL LIST OF NOMADIC COMMUNITIES' આપ્યું છે. આ વધારાની યાદીમાં છઠ્ઠા ક્રમાંકે કૌંસમાં આપેલી વિગતમાં ભોઈરાજનો ઉલ્લેખ મળે છે: (Bhoi/Bhoi Raj/Dhimar/Zing Bhoi/Kevat Bhoi/Machhindra Bhoi/Palwar Bhoi/Kirat/Kahar Bhoi/Pardesi Bhoi/Shrimali Bhoi/Bhangra Bhoi). વિગત જોતાં એવું લાગે કે રાજભોઈ મૂળે ભોઈ હોવા જોઈએ.

‘ભગવદ્ગોમંડલ' મુજબ ‘ભોઇ' એટલે "એ નામની પછાત ગણાતી એક શુદ્ર કોમ. સૌરાષ્ટ્રમાં ભોઇની વસ્તી જૂજ છે. ભોઇ લોકો મધ્ય પ્રદેશ, બંગાળ વગેરે પ્રાંતોમાં રહે છે અને પાલતુ ડુક્કર ઉછેરવાનો ધંધો કરે છે. તેઓ ઢીમરનું પણ કામ કરે છે. મોટા ગામમાં જ્યાં જૈનોનું જોર ઘણું હોય, ત્યાં જીવહિંસાની મનાઇને કારણે તેમનો ધંધો કરવામાં અડચણ પડવાથી તેમાંના ઘણાક ખેતી કરવા લાગ્યા છે. કેટલાક બોજો ઊંચકવાનું કામ પણ કરે છે અને કેટલાક પાલખી કે ડોળી ઉપાડવાનું કામ પણ કરે છે". મનાઈને કારણે અલગ-અલગ વ્યવસાય તરફ વળેલા ભોઈ અલગ-અલગ નામથી ઓળખાયા. રાજભોઈ પાલખી ઉપાડવાનું કામ કરતા હોવા જોઈએ એવો સંકેત મળી રહે, કારણ, પાલખી રાજપાટ સાથે પણ સંકળાયેલું ઊંચકીને લઈ જવાતું વાહન. પાલખી બંધ થઈ એટલે વ્યવસાય બદલ્યો, વ્યવસાય બદલવાની વાત છેક ૧૯૪૮માં પ્રકાશિત ભગવદ્ગોમંડલે નોંધી છે.

The Rajbhoi women buy a variety of discarded resam (synthetic) fibre from textile factories in Surat district and carry it back to Ahmedabad via train. The coloured fibre is cheaper and costs around Rs. 15 to 27 a kilo
PHOTO • Umesh Solanki
The Rajbhoi women buy a variety of discarded resam (synthetic) fibre from textile factories in Surat district and carry it back to Ahmedabad via train. The coloured fibre is cheaper and costs around Rs. 15 to 27 a kilo
PHOTO • Umesh Solanki

રાજભોઈ-મહિલાઓ સુરત જિલ્લાના કિમમાંથી ખરીદેલા રેસા (સિન્થેટિક ફાઈબર) ટ્રેનમાં અમદાવાદ લાવે છે. રંગીન રેસા સફેદ રેસા કરતાં સસ્તા પડે, તેની કિંમત કિલોના લગભગ 15થી 27 રૂપિયા

રાજ્ય-સરકારે રાજભોઈને અન્ય પછાત વર્ગમાં જ મૂક્યા છે. ‘હમારી સમાજ કો ગુજરાત કે બાહર સલાટ-ઘેરા ભી બોલતે હૈ, ઔર હમારી સમાજ કે લોગ ઘંટી બનાને કા કામ ભી કરતે હૈ.' રાજભોઈ-સમાજના મુખિયા રાજેશ રાજભોઈનું આ વિધાનમાં સંકેત એટલો કે રાજભોઈ સલાટ-ઘેરામાં આવે મતલબ કે વિચરતી જાતિમાં આવે. સલાટ-ઘેરા જાતિ સરકારની વિચરતી જાતિની યાદીમાં ખરી, પણ એના પેટાવિભાગમાં રાજભોઈ કે ભોઈરાજનો ઉલ્લેખ નથી. વળી, રાજભોઈ સલાટ-ઘેરામાં આવતા હોવાની કોઈ આધારભૂત માહિતી પણ નથી. એટલું ખરું કે રાજભોઈની સામાજિક ઓળખ વિચરતી જાતિ તરીકેની ખરી. પણ સરકારમાં તો સરકારી કાગળિયું ચાલે, સામાજિક ઓળખ નહીં.

Kajal (seated) and Rupa Rajbhoi untangle the collected fibre. Making ropes is exhausting work that the women do in between household chores
PHOTO • Umesh Solanki

ગૂંચવાળા રેસાને સરખા કરતાં કાજલ ( બેઠેલાં ) અને રૂપા રાજભોઈ , રસ્સી બનાવવા માટેનું થકવી નાખતું કામ . મહિલાઓ ઘરના કામકાજ વચ્ચે રસ્સી - કામ કરે છે

The process requires collective effort. One woman spins the wheel while another keeps the strands from getting tangled
PHOTO • Umesh Solanki

રસ્સી બનાવવાનું કામ સામૂહિક પ્રક્રિયા છે . એક મહિલા ચકરી ફેરવે તો એક ગૂંચવાળા રેસાને સરખા કરે

A small hand wheel and a large fixed spinning wheel are two important tools of their trade
PHOTO • Umesh Solanki
A small hand wheel and a large fixed spinning wheel are two important tools of their trade
PHOTO • Umesh Solanki

હાથમાં ફેરવવાની ચકરી અને સ્થિર રાખીને ફેરવવાનો ચકરો રસ્સી - બનાવટનાં બે અનિવાર્ય સાધનો

Rupa Rajbhoi attaches a length of twisted fibre to the larger spinning wheel
PHOTO • Umesh Solanki

મોટા ચકરામાં રસ્સી બનાવવા માટે વળ ચડાવેલા રેસાઓને જોડતાં રૂપા રાજભોઈ

As their homes are too small to accommodate the work, the women work in the open with no protection from the sun
PHOTO • Umesh Solanki

કામ કરવા માટે ઘર બહુ નાનાં હોવાથી , મહિલાઓ ખુલ્લી જગ્યાએ તડકામાં રસ્સી બનાવે છે

The women work from seven in the morning to five-thirty in the afternoon with a short break in between. They manage to make anywhere from 10-25 ropes in a day depending on the season
PHOTO • Umesh Solanki

મહિલાઓ સવારે સાત કે આઠ વાગ્યાથી સાડા પાંચ વાગ્યા સુધી વચ્ચે થોડા આરામ સાથે કામ કરે છે . તેઓ માંગના આધારે એક દિવસમાં 10-25 રસ્સીઓ બનાવતાં હોય છે

(From left to right) Saalu, Baby, Saranga and Bharti at work
PHOTO • Umesh Solanki

રસ્સી બનાવતાં ( ડાબેથી જમણે ) સાલુ , બેબી , સારંગા અને ભારતી

The women’s hard work is often brushed off by male members of the community saying, ‘It just helps a little with their household expenses’
PHOTO • Umesh Solanki

મહિલાઓની મહેનતને ઘણીવાર રાજભોઈ પુરૂષો હળવાશમાં લેતા હોય છે કે ' થોડા બહોત ઘર કા ખર્ચ નિકલ જાતા હૈ '

Although it doesn’t earn them a lot of money, some women consider having their own business easier than trying to look for a salaried job
PHOTO • Umesh Solanki

રસ્સી - કામમાં વધારે વળતર મળતું હોવા છતાં મોટાભાગનાં બહેનો નોકરી કરતાં તેમના પરંપરાગત વ્યવસાયને સરળ માને છે

આભાર: આતિષ ઇન્દ્રેકર છારા

Umesh Solanki

உமேஷ் சொலாங்கி அகமதாபாத்தை சேர்ந்த புகைப்படக் கலைஞரும் ஆவணப்பட இயக்குநரும் எழுத்தாளரும் ஆவார். இதழியலில் முதுகலை பெற்றிருக்கிறார். நாடோடி வாழ்க்கையை விரும்புபவர். மூன்று கவிதைத் தொகுப்புகள், ஒரு புதினம் மற்றும் கட்டுரை தொகுப்பு ஆகியவற்றை அவர் பிரசுரித்திருக்கிறார்.

Other stories by Umesh Solanki
Editor : PARI Desk

பாரி டெஸ்க், எங்களின் ஆசிரியப் பணிக்கு மையமாக இருக்கிறது. இக்குழு, நாடு முழுவதும் இருக்கிற செய்தியாளர்கள், ஆய்வாளர்கள், புகைப்படக் கலைஞர்கள், பட இயக்குநர்கள் மற்றும் மொழிபெயர்ப்பாளர்களுடன் இணைந்து இயங்குகிறது. பாரி பதிப்பிக்கும் எழுத்துகள், காணொளி, ஒலி மற்றும் ஆய்வு அறிக்கைகள் ஆகியவற்றை அது மேற்பார்வையிட்டு கையாளுகிறது.

Other stories by PARI Desk