નફરતની રાજનીતિને ઉખાડી ફેંકવા મત આપતી પરલૈંગિક મહિલાઓ
વારાણસીમાં, કાયદો અને વ્યવસ્થા પરલૈંગિક મહિલાઓના અધિકારોનું રક્ષણ કરવામાં અથવા તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં વારંવાર નિષ્ફળ રહી છે. 2024ની સામાન્ય ચૂંટણીમાં તેઓ પરિવર્તન માટે મત આપી રહ્યાં છે
26 જૂન 2024 | જિજ્ઞાસા મિશ્રા
દહાડી મજૂરનું અંધરકામય ભવિષ્ય
ઝારખંડમાં 4 જૂન, 2024ના રોજ સામાન્ય ચૂંટણીના પરિણામો જાહેર થયા પછી સવાર પડી છે. પરંતુ ડાલ્ટનગંજના શ્રમ બજારમાં મજૂરોનું કહેવું છે કે નોકરીઓની અછતની સમસ્યા ક્યાંય જવાની નથી
11 જૂન 2024 | અશ્વિની કુમાર શુક્લા
રોહતકમાં શ્રમિકોનો મત બદલાવને
એક સદી કરતાં પણ વધુ સમય પહેલાં હરિયાણાની આ તહેસીલ ભારતના સ્વતંત્રતા સંગ્રામની એક સીમાચિહ્નરૂપ ઘટનાની સાક્ષી બની હતી. આજે આ પ્રદેશના શ્રમિકો લોકસભા સામાન્ય ચૂંટણી 2024 નો તેમને માટે શો અર્થ છે એની વાત માંડે છે
9 જૂન 2024 | અમીર મલિક
નિશાન બન્યા અટારી-વાઘાના કુલીઓ
તમામ મતદારો એક એવો શક્તિશાળી સંસદસભ્ય ઈચ્છે છે જે તેમની સમસ્યાઓની વાત દિલ્હી સુધી પહોંચાડી શકે. ભારતની પાકિસ્તાન સાથેની અત્યંત સંવેદનશીલ સરહદ પરના કામ વિનાના થઈ ગયેલા કુલીઓને આશા છે કે 2024 ની લોકસભા સામાન્ય ચૂંટણીમાં તેમનો મત એ જ કરશે
7 જૂન 2024 | સંસ્કૃતિ તલવાર
'આ વિરોધ-પ્રદર્શનો અમારે માટે પાઠશાળા સમાન છે'
પંજાબના માનસા જિલ્લાના કિશનગઢ સેધા સિંહ વાલાની વૃદ્ધ મહિલાઓ માટે 2020-2021 ના ઐતિહાસિક ખેડૂત આંદોલનો પરિવર્તનકારી હતા. અસંમતિ એક બોધપાઠ હતી, જેણે લોકસભા સામાન્ય ચૂંટણીઓ 2024 ના મતદાનમાં તેમની પસંદગીઓને પણ આકાર આપ્યો
5 જૂન 2024 | અર્શદીપ અર્શી
મતની વાત: કવિતા અને ફોટા
પશ્ચિમ બંગાળના એક રિપોર્ટર અને કવિ એમણે 2024ની સામાન્ય ચૂંટણી પહેલાના પાંચ વર્ષમાં સમગ્ર રાજ્યમાં મુસાફરી કરીને શું જોયું છે તે અહીં લઈને આવ્યા છે
2 જૂન 2024 | જોશુઆ બોધિનેત્રા અને સ્મિતા ખાતોર
વારાણસી જિલ્લામાં મનરેગા ક્યાં?
આ મતવિસ્તારમાંથી નરેન્દ્ર મોદી બે વખત ચૂંટાયા છે. પરંતુ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંયધરી અધિનિયમ હેઠળ સરકાર દ્વારા પૂરું પાડવામાં આવતા ભંડોળ આધારિત કામના અભાવે મતદારોને નિરાશ કર્યા છે
1 જૂન 2024 | આકાંશા કુમાર
'રાજકારણીઓ મત માગવા આવે છે...અને પછી મોઢુંય બતાવતા નથી'
ઝારખંડના દુમકાના મોટાભાગની આદિવાસી વસ્તી ધરાવતા ગામો સુધી સરકારી યોજનાઓ અને નોકરીઓના લાભ પહોંચ્યા નથી. લોકસભા સામાન્ય ચૂંટણી 2024 ના છેલ્લા તબક્કા આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે એ બાબતે અસંતોષ સ્પષ્ટપણે જોઈ શકાય છે
1 જૂન 2024 | અશ્વિની કુમાર શુક્લા
ગામને નશામુક્ત કરવાની હાકલ કરતી નંગલની મહિલાઓ
પંજાબના મોગા જિલ્લામાં, હેરોઇન અને અન્ય માદક દ્રવ્યો યુવાનો અને વૃદ્ધોના જીવન પર હાવી થઈ રહ્યાં છે, જેનાથી નોકરીઓ મહિલાઓ કરવી પડે છે, એવા સમયે કે જ્યારે નોકરીઓ દુર્લભ છે. 2024ની સામાન્ય ચૂંટણીમાં આ એક મોટો મુદ્દો છે
31 મે 2024 | સંસ્કૃતિ તલવાર
‘એક જમાનામાં દેશ બનાવવા માટે વોટ આપ્યો હતો… હવે બચાવવા માટે આપું છું’
92 વર્ષીય ખ્વાજા મોઈનુદ્દીનને ભારતની પ્રથમ ચૂંટણીનું મતદાન યાદ છે; તેમણે 2024ની સામાન્ય ચૂંટણીમાં પણ મતદાન કર્યું હતું. મહારાષ્ટ્રના બીડના રહેવાસી ખ્વાજા, આપણી ધર્મનિરપેક્ષ લોકશાહીના ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય વિશે વાત કરે છે
30 મે 2024 | પાર્થ એમ.એન.
‘ઊંઘમાં પણ ઝેરી સિલિકાથી છુટકારો ન હતો'
પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાના સંદેશખલી અને મીનાખાણ બ્લોકમાંથી કેટલાક કામદારો સ્થળાંતર કરીને રાજ્યના અન્ય ભાગોમાં રેમિંગ માસ યુનિટ્સમાં કામ કરવા ગયા હતા. થોડા વર્ષો પછી, તેઓ પાછા ફર્યાં — પણ ખાલી હાથે નહીં — સિલિકોસિસની બીમારી લઈને. તેઓ કહે છે કે 2024ની સામાન્ય ચૂંટણી તેમની હાલતમાં કોઈ સુધારો નહીં કરે
29 મે 2024 | રિટાયન મુખર્જી
'આપણે મત આપવાની શી જરૂર છે?'
આપણી લોકશાહીમાં લોકસભાની ચૂંટણીઓ પર એક કવિની નજર ફરે તો તરત દેખાય કે એમાં સામાન્ય લોકોના અધિકારો સિવાયની તમામ ચીજો શામેલ છે
28 મે 2024 | મૌમિતા આલમ
કૃષ્ણા ભરીતમાં મુખ્ય ભૂમિકામાં જલગાંવની મહિલાઓ
મહારાષ્ટ્રના જલગાંવમાં 2024 ની લોકસભા સામાન્ય ચૂંટણીના પ્રચાર દરમિયાન ત્યાંની સ્થાનિક વાનગી અને એ બનાવતી 14 મહિલા રસોઈયણો ખૂબ મહત્વની બની જાય છે
28 મે 2024 | કવિતા ઐયર
પંજાબમાં મતદાનનો સમય: હાથના કર્યાં હૈયે વાગ્યાં
ત્રણ ઉનાળા પહેલા જ્યારે વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને જડ બળનો ઉપયોગ કરીને દિલ્હીમાં પ્રવેશ નકારવામાં આવ્યો હતો ત્યારે એ ઘટનાક્રમે સમગ્ર રાષ્ટ્રનું ધ્યાન ખેંચ્યું હતું. પંજાબના ચૂંટણી પ્રચારમાં આજે ખેડૂતો અહિંસક રીતે એ જૂના બાકી હિસાબની પતાવટ કરી રહ્યા છે
26 મે 2024 | વિશવ ભારતી
‘તેમને [ભાજપને] આવું કરવાનો કોઈ હક જ નથી!’
આખા પંજાબમાં લોકો કહી રહ્યા છે કે ખેડૂતો અને કામદારો સાથેના ઘૃણાસ્પદ વર્તન પછી ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ને 2024ની સામાન્ય ચૂંટણીમાં મત માંગવાનો કોઈ અધિકાર જ નથી. આ અઠવાડિયે લુધિયાણામાં યોજાયેલી કિસાન-મઝદૂર મહાપંચાયતમાં આ વાતનો પડઘો પડતો હતો
25 મે 2024 | અર્શદીપ અર્શી
બૅલેટમાં બ્રેઇલની ઉપેક્ષા
દિવ્યાંગ લોકો માટે મતદાન માટે સુવિધા ઊભી કરવાના રાજ્ય સરકારના નિયમો હોવા છતાં, બબલુ કૈબ્રતા જેવા કેટલાક દિવ્યાંગ લોકો 2024ની સામાન્ય ચૂંટણીઓમાં ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવા અંગે અસમંજસમાં છે
24 મે 2024 | સર્બજયા ભટ્ટાચાર્ય
યુવા ખેડૂતો: શિક્ષિત, બેરોજગાર અને અપરિણીત
યવતમાળમાં, અને મોટા ભાગના ગ્રામીણ મહારાષ્ટ્રમાં, ‘લગ્ન’ એ એક ગંભીર સમસ્યા છે: યુવાનોને કન્યા મળતી નથી અને યુવતીઓ ગરીબ ખેડૂતોને છોડીને મુરતિયા તરીકે સરકારી કર્મચારીઓ પર પસંદગીનો કળશ ઢોળે છે. ઘટતી જતી કૃષિ આવકનું આ દેખીતું પરિણામ છે. લોકસભા સામાન્ય ચૂંટણી 2024 પહેલા, ખેતીમાંથી થતી નબળી આવક અને લગ્ન બાબતે અંધકારમય સંભાવનાઓ લોકો માટે મોટી ચિંતાના વિષયો બની રહ્યા છે
22 મે 2024 | જયદીપ હર્ડેકર
મુર્શિદાબાદમાં મત આપીને કોઈ કાંદા નથી કાઢવાના
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના ડુંગળીના ખેતરોમાં કામ કરતી માલ પહાડીયા આદિવાસી મહિલાઓએ લોકસભા ચૂંટણીની તૈયારીમાં પારીને તેમની પ્રાથમિકતાઓ સમજાવી, જે આ ક્રમમાં છે: કામ, ભોજન, અને તે પછી મતદાન
21 મે 2024 | સ્મિતા ખાતોર
2024માં સ્વતંત્રતા સેનાની ભવાની મહતોનું મતદાન
બહાદુર અને નિષ્ઠાવાન ભવાની મહતોએ ઐતિહાસિક લડતના દાયકાઓ દરમ્યાન મહેનત કરીને, ખેતી કરીને , રાંધીને ભારતની સ્વતંત્રતા લડતા કંઈ કેટલાય ક્રાંતિકારીઓ તેમજ પોતાના પરિવારના સભ્યોને પોષ્યા છે. આજે લગભગ 106 વર્ષની ઉંમરે, તેમણે પોતાની લડત ચાલુ રાખી છે... 2024ની સામાન્ય ચૂંટણીમાં પોતાનો મત આપીને
20 મે 2024 | પાર્થ સારથી મહતો
દામુ નગર લોકશાહીની તરફેણમાં મતદાન કરશે
મુંબઈ ઉત્તર સંસદીય મતવિસ્તારના દામુ નગર ઝૂંપડપટ્ટીના રહેવાસીઓ માટે લોકસભા સામાન્ય ચૂંટણી 2024 એટલે વંચિત લોકોના અધિકારોના રક્ષણ માટે મતદાન
19 મે 2024 | જ્યોતિ શિનોલી
‘લોકશાહીની હાર એ વંચિત સમુદાયની હાર છે’
જ્યારે 2024ની સામાન્ય ચૂંટણી દરમિયાન ક્વીઅર સમુદાયના સભ્યો પ્રચાર કરવા માટે બહાર નીકળ્યા, ત્યારે શાસક પક્ષના સમર્થકોએ તેમને અને તેમના કાર્યક્રમને આવરી લેતા પત્રકારોને ધમકાવ્યા અને તેમની પજવણી કરી
16 મે 2024 | સ્વેતા દાગા
ન ઘરના કે ન ઘાટના આસામના શંકાસ્પદ મતદારો
શંકાસ્પદ (ડી) મતદારોની શ્રેણી એ આસામ રાજ્ય માટે અનન્ય છે, જ્યાં ઘણા બંગાળી-ભાષી હિંદુઓ અને મુસલમાનોને વારંવાર મતદાનનો અધિકાર નકારવામાં આવે છે. પોતાનું આખું જીવન આસામમાં ગાળનારાં મોર્જિના ખાતુન ફરી એક વાર 2024ની સામાન્ય ચૂંટણીમાં પોતાનો મત આપી શક્યાં ન હતાં
15 મે 2024 | મહિબુલ હક
એકસો આઠ ફૂટ લાંબી અગરબત્તી
ભગવાનના નામ પર અને તેમની ધામધૂમથી તૈયાર થયેલા એમના ધામ પર મચેલી ધૂમ શમ્યાના લાંબા સમય બાદ એક કવિની તીક્ષ્ણ અને વિનોદસભર કલમથી જન્મેલા આ નાના લિમરિક્સ કે વિનોદ કાવ્યો આપણને રાષ્ટ્રના બદલાતા સામાજિક નકશા પર નજર રાખવા દબાણ કરે છે
12 મે 2024 | જોશુઆ બોધિનેત્રા
વાત એક એવા ગામની જ્યાં એકેય રાજકારણી ફરકતો નથી
સતપુરાના ખડકાળ ઢોળાવો વચ્ચે વસેલું અંબાપાની એક એવું ગામ છે, જ્યાં લોકશાહીનું સત્ત્વ અદૃશ્ય છે, કારણ કે અહીંના રહેવાસીઓ 2024ની સામાન્ય ચૂંટણીમાં પોતાનો મત તો આપી શકે છે, પરંતુ તેમની પાસે ન તો રસ્તાઓ છે, ન તો વીજળી છે કે ન સ્વાસ્થ્ય સુવિધાઓ છે
11 મે 2024 | કવિતા ઐયર
'તમે અમારા ગામ માટે કર્યું શું છે?'
મનરેગા અને મફત એલપીજી સિલિન્ડર, રસ્તા અને હેન્ડપમ્પ જેવી સરકારી યોજનાઓએ ઝારખંડના પલામુ જિલ્લામાં આવેલા ચેચરિયા ગામના મોટા ભાગના દલિત રહેવાસીઓને અવગણ્યા છે. પોતાની દુર્દશાથી નારાજ અને કંટાળી ગયેલા, તેઓ કહે છે કે સામાન્ય ચૂંટણી 2024 એ જવાબ માગવાનો સમય છે
10 મે 2024 | અશ્વિની કુમાર શુક્લા
'અમને તો પૂછો તો ખરા કે અમારે શેની જરૂર છે અને અમારે શું જોઈએ છે'
મહારાષ્ટ્રના ગડચિરોલી જિલ્લામાં જંગલથી છવાયેલા વિસ્તારોમાં આયર્ન-ઓરની ખાણોએ આદિવાસી વસ્તીના રહેઠાણો અને સંસ્કૃતિનો નાશ કર્યો છે. વર્ષોથી આ પ્રદેશ રાજ્ય સુરક્ષા દળો અને સીપીઆઈ (માઓવાદીઓ) વચ્ચે સંઘર્ષનો સાક્ષી પણ રહ્યો છે. આ વર્ષે આ આદિવાસી પટ્ટાની લગભગ 1450 ગ્રામસભાઓએ 2024ની લોકસભાની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને શરતી સમર્થન આપ્યું હતું. અહીં જાણો શા માટે…
8 મે 2024 | જયદીપ હર્ડેકર
રાયપુર ઈંટના ભઠ્ઠાના સ્થળાંતરિત શ્રમિકોની મતદાનમાં ગુટલી?
મૂળ મધ્યપ્રદેશના પરંતુ છત્તીસગઢમાં કામ કરતા આ શ્રમિકોને તેમના વતનમાં પોતાના મતવિસ્તારોમાં મતદાનની તારીખોની ખબર જ નથી. આ લોકસભા સામાન્ય ચૂંટણી - 2024 માં તેઓ તેમનો મત આપી શકે એની સંભાવના નહિવત્ છે
7 મે 2024 | પુરુષોત્તમ ઠાકુર
ભાગલાની વૃત્તિઓ સામે અડીખમ ઊભું માલગાંવ
હિંદુ ટોળાઓ એવી દરગાહો પર હુમલો કરી રહ્યા છે જ્યાં સદીઓથી અનેક ધર્મોના લોકો ઇબાદત કરતા આવ્યા છે. એક અડીખમ ઊભેલું ગામ બતાવે છે કે કેવી રીતે હળીમળીને રહેવાની જીવનશૈલીને હજુ પણ પુનર્જીવિત કરી શકાય છે
28 એપ્રિલ 2024 | પાર્થ એમ.એન.
એક તરછોડાયેલા ગામમાં ચૂંટણીનો બહિષ્કાર
મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લાના ખાદિમલ ગામમાં આજ દિન સુધી વહેતું પાણી કે વીજળી જોવા નથી મળી. ગામલોકો કહે છે કે રાજકારણીઓ દર પાંચ વર્ષે માત્ર ખોટા વાયદા કરે છે, અને પછી ગાયબ થઈ જાય છે. એટલા માટે તેમણે સામૂહિક રીતે 2024ની સામાન્ય ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે
26 એપ્રિલ 2024 | સ્વરા ગર્ગે અને પ્રખર ડોભલ
'મોંઘવારીની મુસીબત તો હતી જ; અધૂરામાં પૂરું હવે હાથીઓ આવ્યા'
આ ઉનાળામાં, મહારાષ્ટ્રના એક આદિવાસી ગામ, પળસગાંવના રહેવાસીઓ, અણધાર્યા જોખમને કારણે તેમની જંગલ આધારિત આજીવિકા જતી કરીને ઘરની અંદર જ રહી રહ્યા છે. પોતાની જિંદગી વિશે વધુ ચિંતિત આ ગ્રામજનો 2024 ની સામાન્ય ચૂંટણીઓ બાબતે ઉત્સાહિત નથી
25 એપ્રિલ 2024 | જયદીપ હર્ડેકર
ભંડારામાં વિચિત્ર અને દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓની હારમાળા
મહારાષ્ટ્રના આ જિલ્લામાં યુવાનો સ્થળાંતર કરવા માટે મજબૂર છે કારણ કે તેમના ગામડાઓમાં તેમના માટે કોઈ કામ ઉપલબ્ધ નથી. 2024ની સામાન્ય ચૂંટણી વિશે તેઓ બહુ વિચારતા નથી
23 એપ્રિલ 2024 | જયદીપ હર્ડેકર
ગોંદિયાના ગરીબો માટે 'મ' મહુઆનો, 'મ' મનરેગાનો અને 'મ' માઇગ્રેશનનો 'મ'
ભારતના સૌથી ગરીબ ઘરો મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી (મનરેગા) કાર્યક્રમ હેઠળ મળતા કામ ઉપરાંત મહુઆ અને તેંદુનાં પત્તાં જેવી નાની વન પેદાશો પર આધાર રાખે છે. આવતીકાલે (19 એપ્રિલના રોજ) 2024ની સામાન્ય ચૂંટણી મતદાનની પૂર્વસંધ્યાએ અહીંના અરત્તોંડી ગામના આદિવાસીઓ કહે છે કે છેલ્લા 10 વર્ષમાં તેમનું જીવન વધુ મુશ્કેલ બન્યું છે…
18 એપ્રિલ 2024 | જયદીપ હર્ડેકર
પલામુમાં: ‘ખેડૂતની કોને પડી છે?’
ઝારખંડના આ જિલ્લામાં સતત દુષ્કાળના કારણે નાના અને સીમાંત ખેડૂતો દેવાના બોજ હેઠળ દબાયેલા છે. તેઓ કહે છે કે તેમનો મત સિંચાઈને જશે
17 એપ્રિલ 2024 | અશ્વિની કુમાર શુક્લા
ભંડારાની યુવા પેઢી: પહેલા નોકરી પછી ચૂંટણી
ભારતની સામાન્ય ચૂંટણી 2024ના પ્રથમ તબક્કામાં ભંડારા−ગોંદિયા સંસદીય મતવિસ્તારમાં 19 એપ્રિલે મતદાન થશે. અહીં શિવાજી સ્ટેડિયમમાં બેરોજગારી અને પ્રવર્તમાન ચિંતા વધી રહી છે. આ સ્ટેડિયમ એક જાહેર જગ્યા છે, જ્યાં ગ્રામીણ યુવાનો સક્રિય રીતે રાજ્ય કક્ષાની નોકરીઓ માટે તાલીમ લઈ રહ્યા છે, જે મેળવવા માટે તેઓ આતુર છે. તેમના માટે આનું પ્રાધાન્ય સૌથી વધુ છે, ચૂંટણીનાં વચનો બીજા ક્રમે આવે છે. આજનો ભાગ પારીની ગ્રામીણ મતદાન 2024 શ્રેણીની શરૂઆત કરે છે
12 એપ્રિલ 2024 | જયદીપ હર્ડેકર
પુસેસાવળીમાં: હાહાકાર મચાવતી છેતરામણી તસવીરો
મહારાષ્ટ્રમાં બહુમતીવાદી હિંદુત્વવાદી ટોળાં સાંપ્રદાયિકતા ભડકાવી રહ્યા છે. ફોટોશોપ કરેલી તસવીરો, છેતરવાના ઈરાદાથી ફેરફાર કરાયેલ (ડોક્ટર્ડ) વિડીયો અને અફવાઓ સાંપ્રદાયિકતા ભડકાવવા માટે પૂરતા છે, જેના પરિણામે મુસ્લિમોના જાનમાલને નુકશાન થાય છે