વઝિરીથલમાં આરોગ્ય સંભાળની ઉપેક્ષા
જમ્મુ અને કાશ્મીરના બાંદીપોર જિલ્લાના એક વિયોજિત ગામની સગર્ભા સ્ત્રીઓ અનિયમિત વીજ પુરવઠો અને નબળી જાહેર આરોગ્યસંભાળ સુવિધાઓ સામે સંઘર્ષ કરે છે. તેમની એકમાત્ર આશા ગામનાં જૂનાં દાઈ છે
17 નવેમ્બર, 2022 | જીજ્ઞાસા મિશ્રા
ધુમાડો થઈ જતું મહિલા બીડી કામદારોનું સ્વાસ્થ્ય
મુર્શિદાબાદ જિલ્લામાં અત્યંત ગરીબ મહિલાઓ બીડીઓ વાળવાનું - ઓછા વેતન સાથે તનતોડ મજૂરીનું - કામ કરે છે. તમાકુનો સતત સંસર્ગ તેમના એકંદર સ્વાસ્થ્ય અને પ્રજનન ક્ષમતા માટે મોટું જોખમ ઊભું કરે છે
31 ઓક્ટોબર, 2022 | સ્મિતા ખતોર
આ દેશ માસિકમાં હોય એવી સ્ત્રીઓ માટે નથી
ઉત્તરાખંડના ઉધમ સિંહ નગર જિલ્લામાં મહિલાઓ માસિક સ્રાવ અને પ્રસૂતિ દરમિયાન તેમના પર લાદવામાં આવતા ઊંડા પૂર્વગ્રહો અને મુશ્કેલીઓ વિશે વાત કરે છે
19 સપ્ટેમ્બર, 2022 | કૃતિ અટવાલ
બોલેરોની પાછળની સીટમાં પ્રસૂતિ
સુલભ તબીબી સેવાઓ અને કાર્યરત સામુદાયિક આરોગ્ય કેન્દ્રોની નિષ્ક્રિયતાને લીધે, હિમાચલ પ્રદેશના ગ્રામીણ વિસ્તારોની મહિલાઓ માતૃત્વને લગતી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે
31 ઓગસ્ટ, 2022 | જીજ્ઞાસા મિશ્રા
અસુંદીની દલિત મહિલાઓની અંગત યાતના
હાવેરી જિલ્લાના આ ગામમાં ઓછું વેતન અને 'અપૂરતો આહાર' મહિલાઓની સુખાકારીને પ્રતિકૂળ અસર પહોંચાડે છે. અને તેમની વસાહતમાં શૌચાલય પણ ન હોવાથી માસિક સ્રાવ સંબંધિત તકલીફોથી પીડાતી મહિલાઓ માટે તો પરિસ્થિતિ વધુ વણસે છે
18 ઓગસ્ટ, 2022 | એસ. સેન્થાલીર
‘નસબંધી માટે હું એકલી ચાલી નીકળી’
તેમના પુરુષો સ્થળાંતર મજૂર તરીકે સુરત અને અન્ય જગ્યાઓએ કામે ગયેલા હોવાથી, ઉદયપુર જિલ્લાના ગામેતી સમાજની ‘ઘેર રહેલી’ સ્ત્રીઓ ગર્ભનિરોધના અને સ્વાસ્થ્યના નિર્ણયો પોતાની મેળે લે છે
27 જુલાઇ, 2022 | કવિતા અય્યર
‘મારે બસ બીજું બાળક નહોતું જોઈતું’
સુનિતા દેવી વધુ બાળકો ન થાય તે માટે સલામત અને સરળ રસ્તો જોઈતો હતો, પરંતુ કોપર-ટી નિષ્ફળ ગયા પછી, તેમને ગર્ભપાત કરાવવા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (પીએચસી) માંથી ખાનગી હોસ્પિટલમાં અને ત્યાંથી દિલ્હી અને બિહારની સરકારી હોસ્પિટલોમાં ધક્કા ખાવાની ફરજ પડી હતી
12 જુલાઇ, 2022 | સંસ્કૃતિ તલવાર
ટીકરીમાં: વાર્તાઓ ને છાની વાતોના ‘ડેપો દીદી’
હંમેશા ગર્ભનિરોધક અને કોન્ડોમનો થેલો લઈને ફરતા કલાવતી સોની અમેઠી જિલ્લાના ટિકરી ગામની મહિલાઓના વિશ્વાસુ સહેલી છે. તેમની અનૌપચારિક વાતચીત અહીં (ની મહિલાઓમાં તેમના) પ્રજનન અધિકારો અંગેના સંદેશને જીવંત રાખે છે
22 જૂન, 2022 | અનુભા ભોંસલે
‘મારું ગર્ભાશય કઢાવી નાખ્યા પછી બધી તકલીફો શરૂ થઇ’
બીડ જિલ્લામાં, શેરડીના ખેતરોમાં મજૂરી કરતી મહિલાઓએ મોટા પાયે હિસ્ટેરિક્ટમિ (ગર્ભાશયના ઓપરેશન) કરાવ્યા ત્યાર પછીથી ત્યાંની મહિલાઓ ઓપરેશન પછીની ચિંતા, હતાશા, શારીરિક બિમારીઓ અને વણસેલા વૈવાહિક સંબંધોનો ચૂપચાપ સામનો કરી રહી છે
25 માર્ચ, 2022 | જ્યોતિ શિનોલી
‘મને કસુવાવડ થઈ છે એ હું લોકોને જણાવવા નહોતી માગતી’
તેમની નદીનું પાણી અત્યંત ખારું છે, ઉનાળામાં સખત ગરમી પડે છે, અને સાર્વજનિક સ્વાસ્થ્ય સેવાઓ સુધીની પહોંચ એક દૂરનું સપનું છે. આ બધા પરીબળોના લીધે, સુંદરવનની મહિલાઓ સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓના વિષચક્રમાં ફસાઈ ગઈ છે
10 માર્ચ, 2022 | ઉર્વશી સરકાર
'તેઓ મારી દવાઓ આપે ત્યારે મારા શરીરને ફંફોસે છે'
હોસ્પિટલના કર્મચારીઓ દ્વારા શોષિત અને અપમાનિત થતી દેહ વ્યાપારના વ્યવસાયમાં ધકેલાયેલી મહિલાઓની ગોપનીયતાનું ઉલ્લંઘન થતા (તેમના વ્યવસાયને લીધે તેમની સાથે સંકળાયેલું) એક જુદા જ પ્રકારનું કલંક દેશની રાજધાનીમાં પણ આરોગ્યસંભાળની તેમની પહોંચ મર્યાદિત કરે છે. મહામારીએ એમને વધુ હાંસિયામાં ધકેલી દીધાં છે
21 ફેબ્રુઆરી, 2022 | શાલીની સિંહ
ઝારખંડમાં ગ્રામીણ ચિકિત્સકોનું ભરોસાનું વૈદું
પશ્ચિમી સિંઘભૂમ જિલ્લાના અંતરિયાળ ગામડાઓમાં ભાંગીતૂટી આરોગ્ય સંભાળ પ્રણાલીની સાથોસાથ માળખાકીય પડકારો 'ગ્રામીણ તબીબી ચિકિત્સકો' ને અનિવાર્ય બનાવે છે - અને આરોગ્યને ભરોસાનો વિષય બનાવી મૂકે છે
3 ફેબ્રુઆરી, 2022 | જેસિન્તા કેરકેટ્ટા
મેલઘાટની છેલ્લી કેટલીક 'જન્મદાતા માતાઓ'
મહારાષ્ટ્રના મેલઘાટ ટાઈગર રિઝર્વની આસપાસની આદિવાસી વસાહતોમાં દાયકાઓથી રોપી અને ચારકુ જેવી દાયણો ઘેર પ્રસૂતિ કરાવે છે. પરંતુ બંને વૃદ્ધ છે અને તેમનો આ વારસો આગળ વધારનાર કોઈ નથી
20 જાન્યુઆરી, 2022 | કવિતા અય્યર
યુપીમાં પુરુષોની નસબંધી એક વિકલ્પ પણ નથી
યુપીના વારાણસી જિલ્લાની મુસહર જાતિની મહિલાઓને ઘેરી રહેલી તેમની વકરતી જતી વંચિત સ્થિતિનું કારણ તેમના જીવનમાં આરોગ્ય સેવાઓનો અભાવ માત્ર નથી, પરંતુ સદીઓથી ચાલી આવતી સમુદાયને કલંકિત કરતી પ્રથાઓ પણ તેમની પસંદગીઓને મર્યાદિત કરે છે
10 જાન્યુઆરી, 2022 | જીજ્ઞાસા મિશ્રા
મધુબની: જ્યાં દીકરીઓ જન્મે તો છે પણ એમની નોંધણી નથી થતી
બિહારના મધુબની જિલ્લામાં ગરીબ પરિવારોની મહિલાઓને સારા સમયે પણ આરોગ્ય સેવાઓનો ઉપયોગ કરવામાં અવરોધોનો સામનો કરવો પડે છે. આથી જ્યારે તેમને સેવા આપતી કેટલીક પ્રણાલીઓમાં થોડોક પણ ભ્રષ્ટાચાર સપાટી પર આવે છે, ત્યારે તેઓ લાચાર બની જાય છે
27 ઓક્ટોબર, 2021 | જીજ્ઞાસા મિશ્રા
યુપી: ‘અમારું ગામ હજુ પણ જુના જમાનામાં જીવે છે’
માંડ યુવા અવસ્થાએ પહોંચેલા સોનું અને મીના, જેમના ટૂંક સમયમાં જ લગ્ન થવાના છે, તેમની કથા પ્રયાગરાજના ગ્રામીણ વિસ્તારોમાં રહેતાં ઘણી દલિત કિશોરીઓની કથા પણ છે
11 ઓક્ટોબર, 2021 | પ્રીતિ ડેવિડ
ત્રણ દીકરીઓ છે? તો ઓછામાં ઓછા બે દીકરાઓ જોઇશે
બિહારના ગાયા જિલ્લાનામાં અલગ અલગ પરિસ્થિતિમાં રહેતી સ્ત્રીઓ ગરીબાઈ, શિક્ષણની ઓછી પહોંચ, અને પોતાના જીવન પર નિયંત્રણના અભાવના પગલે, એમના જીવન અને સ્વાસ્થ્ય પર સતત તોળાતા ભયની વાતો કરે છે
29 સપ્ટેમ્બર, 2021 | જીજ્ઞાસા મિશ્રા
કોપર-ટીની માયાજાળમાં ફસાયેલી દિલ્હીની મહિલાઓ
જ્યારે દીપા ડિલીવરી પછી દિલ્હીની એક હોસ્પિટલથી પાછા આવ્યા, ત્યારે એમને ખબર નહોતી કે તેમના શરીરમાં કોપર-ટી લગાવી દેવામાં આવી છે. બે વર્ષ પછી જ્યારે એમને દુખાવો અને રક્તસ્ત્રાવ થવા લાગ્યો, ત્યારે ડોકટરો મહિનાઓ સુધી એ ઉપકરણ શોધી શક્યા નહોતા
14 સપ્ટેમ્બર, 2021 | સંસ્કૃતિ તલવાર
‘અમને એવું લાગે છે પુરુષો દરેક પળે અમને તાકી રહ્યા છે’
બંધ પડેલા જાહેર શૌચાલયો, દૂર આવેલા બ્લોકસ, પડદાથી ઢાંકેલા ચોકઠાં, સ્નાન કરવા કે પછી સેનીટરી પેડ બદલવા માટે ગોપનિયતાનો અભાવ, રાત્રે સૂવા માટે રેલના પાટા સુધી ચાલવું --- પટનાના પરપ્રાંતીય પરિવારોની ઝુંપડીઓમાં રહેતી છોકરીઓ માટે આ સમસ્યાઓ રોજની છે
31 ઓગસ્ટ, 2021 | કવિતા અય્યર
'મને પણ જો ખબર હોત કે પાણીમાં કેન્સર છે'
બિહારના અમુક ગામોમાં ભૂગર્ભજળમાં આર્સેનિક ભળી ગયું હોવાથી, પ્રીતિની જેમ અનેક પરિવારોના પુરુષો અને સ્ત્રીઓએ કેન્સરનો ભોગ બની જીવ ગુમાવ્યાં છે, અને પ્રીતિને પોતાને પણ સ્તનમાં ગાંઠ છે. પરંતુ અહીં મહિલાઓને સારવાર મેળવવા માટે મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે
25 ઓગસ્ટ, 2021 | કવિતા અય્યર
બિહારમાં ૭ બાળકોની મા અને ૩૬ વર્ષની ઉંમરે નાની
શાંતિ માંજીએ, બિહારના શેઓહર જિલ્લાના મુસહર નેસમાં આવેલા એમના ઘરમાં સાત બાળકોને જન્મ આપ્યો છે. અહિયાં ખૂબજ ઓછા લોકોની સ્વાસ્થ્ય સેવાઓ સુધી પહોંચ છે અને મોટાભાગના લોકોને તો એ પણ નથી ખબર કે ડીલીવરીમાં મદદ કરે એવું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગામમાં છે કે નહીં
18 ઓગસ્ટ, 2021 | કવિતા અય્યર
'હું નથી ઇચ્છતી કે મારી દીકરીઓની હાલત પણ મારા જેવી થાય'
બિહારના પટના જિલ્લામાં બાળ અને કિશોર નવવધૂઓ જ્યાં સુધી છોકરાને જન્મ ન આપે ત્યાં સુધી તેમની પાસે વારંવાર બાળક પેદા કરવાનું ચાલુ રાખવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. તેમને માટે સામાજિક રિવાજો અને પૂર્વગ્રહોની સામે કાયદાઓ અને કાનૂની ચૂકાદાઓ બિનઅસરકારક બની જાય છે
23 જુલાઈ, 2021 | જીજ્ઞાસા મિશ્રા
દર મહિને કવોરનટાઈન થતી કડુગોલ્લા મહિલાઓ
કાયદા, ઝુંબેશો અને વ્યક્તિગત વિરોધ છતાં - કર્ણાટકના કડુગોલ્લા સમુદાયની સુવાવડી અને માસિકધર્મમાં હોય તેવી મહિલાઓને દૈવી કોપ અને સામાજિક કલંકના ડરથી ઝાડ નીચે અથવા જેમતેમ બાંધેલ નાનકડી ઝૂંપડીમાં બીજાઓથી અલગ રહેવાની ફરજ પડે છે
5 જુલાઈ, 2021 | તમન્ના નસીર
હું લગ્નકરવા યોગ્ય સ્ત્રી નથી
હંમેશાં તેમના ‘કાયમી’ ગ્રાહકોને ખુશ કરવા માટે નાની ઉંમરે ગર્ભાવસ્થામાંથી પસાર થતા બિહારના મુઝફ્ફરપુર જિલ્લાના ચતુર્ભુજ સ્થાન વેશ્યાગૃહના લૈંગિક કાર્યકરોની હાલત કોવિડ -19 લોકડાઉનના કારણે ખૂબ કફોડી છે
15 જૂન, 2021 | જીજ્ઞાસા મિશ્રા
મલકાંગિરીમાં મૃત્યુંજયનો જન્મ
ઓડિશાના મલકાંગિરીના રિઝર્વોયરના વિસ્તારમાં આવેલી, ગીચ જંગલ, ઊંચા પર્વતો અને સરકાર અને નખસલવાદીઓ વચ્ચેના સંઘર્ષમાં ઘેરાયેલી આદિવાસી વસાહતોમાંથી રહીસહી આયોગ્યની સુવિધાઓ સુધી પહોંચવાનો એક માત્ર રસ્તો અનિયમિત બોટ સેવાઓ અને તૂટેલા રસ્તાઓમાં થઈને જાય છે
4 જૂન, 2021 | જયંતિ બુરુડા
બિહારમાં: 'મારા લગ્ન કોરોના દરમિયાન થયા'
બિહારના ગામોમાં ગયા વર્ષે લોકડાઉન દરમિયાન કિશોર વયની અનેક છોકરીઓને ઘેર પાછા ફરેલા યુવાન પુરુષ સ્થળાંતરિત કામદારો સાથે પરણાવી દેવાઈ હતી. તેમાંથી ઘણી છોકરીઓ હવે સગર્ભા છે અને હવે શું થશે તેની ચિંતામાં છે
7 મે, 2021 | કવિતા અય્યર
મધુબનીમાં છાને-છપને બદલાવ
એક દાયકા પહેલા બિહારના હસનપુર ગામમાં મોટે ભાગે કુટુંબ નિયોજન કરાવવાનું ટાળવામાં આવતું. હવે મહિલાઓ ઘણીવાર ગર્ભનિરોધક ઇન્જેક્શન લેવા માટે આરોગ્ય સંભાળ સ્વયંસેવકો સલાહ અને શમા પાસે આવે છે. આખરે આ બદલાવ આવ્યો શી રીતે?
13 એપ્રિલ, 2021 | કવિતા અય્યર
બિહારના ‘લેડી’ ડોક્ટરો: કામનો ભાર, લોકોનો આક્રોશ
બિહારના કિશનગંજ જિલ્લામાં કાર્યરત થોડા સ્ત્રીરોગચિકિત્સકો ને ખૂબ કામ પહોંચે છે, તબીબી પુરવઠો ઓછો છે, અને તેમના દર્દીઓની અનેક સગર્ભાવસ્થા અને ગર્ભનિરોધકની અનિચ્છા સંભાળવી એ લોઢાના ચણા ચાવવા જેવું કપરું કામ છે
7 એપ્રિલ, 2021 | અનુભા ભોંસલે
‘મારે નવ છોકરીઓ છે અને આ દસમો - છોકરો’
ગુજરાતના ધોળકા તાલુકાના ભરવાડ પશુપાલક સમુદાયની મહિલાઓ માટે દીકરા જણવાના દબાણ અને કુટુંબ નિયોજનના ઓછા વિકલ્પોને કારણે ગર્ભનિરોધકની પસંદગી અને પ્રજનન અધિકાર માત્ર શબ્દો બનીને રહી જાય છે
1 એપ્રિલ, 2021 | પ્રતિષ્ઠા પંડ્યા
'તેઓ કહે છે કે હું ભણ્યા જ કરીશ તો મને પરણશે કોણ?'
બિહારના સમસ્તીપુર જિલ્લામાં મહાદલિત સમુદાયોની કિશોરીઓને સમાજના મહેણાંટોણાં અને ક્યારેક તો શારીરિક હિંસાને કારણે તેમનો અભ્યાસ અને તેમના સપના છોડીને લગ્ન કરી લેવાની ફરજ પડે છે - કેટલાક પ્રતિકાર કરવાનો પ્રયાસ કરે છે, તો બીજા ઘણાં હાર સ્વીકારી લે છે
29 માર્ચ, 2021 | અમૃતા બાયતનલ
'અમારું કાર્યાલય એ જ અમારો સૂવાનો ઓરડો'
બિહારના દરભંગા જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જગ્યાની તંગી અને સુવિધાઓના અભાવને કારણે આરોગ્ય કર્મચારીઓને કાર્યાલયમાં, વોર્ડના ખાટલા પર અને ક્યારેક-ક્યારેક તો જમીન પર સૂવું પડે છે
26 માર્ચ, 2021 | જીજ્ઞાસા મિશ્રા
ગર્ભમાં મૃત જાહેર, બીજા દિવસે જન્મ પ્રમાણિત
બિહારના વૈશાલી જિલ્લાના પીએચસીમાં અલ્ટ્રાસાઉન્ડ મશીન પર કરોળિયાના જાળા બાઝ્યા છે, સ્ટાફ પૈસા માગે છે, અને એક પરિવારને તેમનું અજન્મા બાળક મરી ગયું છે કહીને - મોટા ખર્ચે ખાનગી દવાખાને દોડાવવામાં આવે છે
22 ફેબ્રુઆરી, 2021 | જીજ્ઞાસા મિશ્રા
જરાજીર્ણ આરોગ્ય કેન્દ્રો, 'બિના-ડિગ્રી' ડોકટરો
અપૂરતા કર્મચારીઓવાળું પીએચસી જ્યાં ફાવે ત્યારે જંગલી પ્રાણીઓ અંદર ઘૂસી આવે છે, દવાખાનાઓ વિષેનો ડર, નબળી ફોન કનેક્ટિવિટી - આ બધા સુનિશ્ચિત કરે છે કે બિહારના બારાગાંવ ખર્દ ગામની સગર્ભા સ્ત્રીઓ નિરપવાદ ઘેર જં પ્રસૂતિ કરાવે છે
15 ફેબ્રુઆરી, 2021 | અનુભા ભોંસલે અને વિષ્ણુ સિંહ
અલમોડામાં બાળકને જન્મ આપવા મુશ્કેલીના પહાડો પાર કરતી પ્રસૂતાઓ
ગયા વર્ષે ઉત્તરાખંડના અલમોડા જિલ્લાના રાનો સિંહે પહાડી રસ્તા પરથી દવાખાને જતા રસ્તામાં જ બાળકને જન્મ આપ્યો. આ વિસ્તારનો મુશ્કેલ ભૂપ્રદેશ અને ભારે ખર્ચાઓ પર્વતીય વસાહતોમાં રહેતી સ્ત્રીઓને ઘેર પ્રસૂતિ કરવા મજબૂર કરે છે
11 ફેબ્રુઆરી, 2021 | જીજ્ઞાસા મિશ્રા
બળજબરીથી નસબંધી, અર્થવિહીન મોત
રાજસ્થાનના બંસી ગામના ભાવના સુથારનું ગયા વર્ષે એક ‘શિબિર’માં નસબંધી પ્રક્રિયા પછી મોત નીપજ્યું હતું, જ્યાં નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું અને એમને વિકલ્પો પર વિચાર કરવાનો સમય પણ નહોતો આપવામાં આવ્યો. એમના પતિ દિનેશ હજુ પણ ન્યાયની શોધમાં છે
20 નવેમ્બર, 2020 | અનુભા ભોંસલે
'નવમો મહિનો જતો હતો ત્યારે પણ ઘરાકો’
ચાર કસુવાવડ થઈ, પતિ દારૂડિયો અને ફેક્ટરીની નોકરી ય ગઈ એટલે દિલ્હી સ્થિત હની પાંચમી વખત ગર્ભવતી થઈ ત્યારે દેહ વ્યાપારના વ્યવસાયમાં આવી, અને ત્યારથી તે એસટીડી સાથે જીવી રહી છે. હાલ લોકડાઉનમાં તેને કમાણીના સાંસા છે
15 ઑક્ટોબર, 2020 | જીજ્ઞાસા મિશ્રા
'મારી પત્નીને ચેપ લાગ્યો કેવી રીતે?'
વંધ્યીકરણ પછી ચેપને કારણે સહન કરવી પડી ત્રણ વર્ષ પીડા, હોસ્પિટલોની મૂંઝવતી દોડધામ, વધતું દેવું અને આખરે રાજસ્થાનના દૌસા જિલ્લાના 27 વર્ષના સુશીલા દેવીની હિસ્ટરેકટમી (શસ્ત્રક્રિયા દ્વારા ગર્ભાશય કાઢી નાખવું) કરવામાં આવી
3 સપ્ટેમ્બર, 2020 | અનુભા ભોંસલે અને સંસ્કૃતિ તલવાર
‘ ડૉક્ટર કહે છે કે મારા હાડકાં પોલાં થઈ ગયાં છે.’
આખું જીવન જાતજાતની બીમારીઓ, ગર્ભાશય કઢાવી નાખવા સહિતની કેટલીય શસ્ત્રક્રિયાઓ સહન કરતાં કરતાં પૂના જિલ્લાના હાડાશી ગામની બીબાબાઈ લોયારે કેડેથી વાંકી વળી ગઈ છે. સાવ કંતાઈ ગયેલા શરીર સાથે પણ એ ખેતરનું કામ કર્યા કરે છે અને એના લકવાગ્રસ્ત પતિની સંભાળ પણ રાખે છે
2 જુલાઈ, 2020 | મેધા કાલે
‘મારી કોથળી (ગર્ભાશય) બહાર આવી જાય છે’
જેમનું ગર્ભાશય નીચું ઉતરી ગયું હોય તેવી મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાની ભીલ સ્ત્રીઓ તબીબી સુવિધાઓ મેળવી શકતી નથી. રસ્તા કે મોબાઈલ જોડાણોના અભાવે મુશ્કેલીનો સામનો કરતી અને કઠોર પરિશ્રમ કરતી આ મહિલાઓને અસહ્ય પીડા સહન કરવી પડે છે
17 જૂન, 2020 | જ્યોતિ શિનોલી
ડૉક્ટરો કહે છે, “ગર્ભાશય કઢાવી નાખો”
ગર્ભાશય દૂર કરવાની પરાણે કરવામાં આવતી શસ્ત્રક્રિયાને કારણે માનસિક રીતે વિકલાંગ સ્ત્રીઓના જાતીય અને પ્રજનન સ્વાસ્થ્ય વિષયક હકોનો અવારનવાર ભંગ થાય છે. જો કે મહારાષ્ટ્રના વાડી ગામની માલન મોરે નસીબદાર છે કે એને એની માતાનો સાથ મળ્યો છે
09 જૂન, 2020 | મેધા કાલે
'12 બાળકો પછી તે જાતેજ બંધ થઈ જાય છે'
હરિયાણાના બિવાન ગામમાં, મીઓ મુસલમાનોને સાંસ્કૃતિક કારણો, અનુપલબ્ધ આરોગ્ય સેવાઓ અને બેધ્યાન પ્રદાતાઓના કારણે ગર્ભનિરોધની પહોંચ અઘરી છે – જેથી સ્ત્રીઓ પ્રસૂતિઓના ચક્રમાં ફસાયેલી રહે છે
20 મે, 2020 | અનુભા ભોંસલે અને સંસ્કૃતિ તલવાર
લોકડાઉન પિરિયડમાં મૂળભૂત જરૂરિયાતોથી વંચિત વિદ્યાર્થીનીઓ
ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ જિલ્લામાં શાળાઓ બંધ હોવાથી ગરીબ પરિવારની છોકરીઓને મફત સેનીટરી નેપકીન નથી મળી રહ્યા, આ કારણે તેઓ હવે જોખમી વિકલ્પો અપનાવી રહ્યા છે. ફક્ત યુપીમાં જ આવી છોકરીઓની સંખ્યા લાખોમાં છે
12 મે, 2020 | જીજ્ઞાસા મિશ્રા
ગાયોની ગણતરી થાય છે, ગ્રામીણ આરોગ્ય સૂચકોની નહીં
ઓછા પગાર અને અનંત સર્વે, રિપોર્ટ અને કામોના બોજ હેઠળ દબાયેલ સુનિતા રાની અને હરિયાણાના સોનિપત જિલ્લાની અન્ય આશા બહેનો ગ્રામીણ પરિવારોની પ્રજનન સંબંધી આરોગ્યની જરૂરિયાતોનું ધ્યાન રાખવા માટે કઠોર પરિશ્રમ કરે છે
8 મે, 2020 | અનુભા ભોંસલે અને પલ્લવી પ્રસાદ
નીલગીરીમાં કુપોષણનો વારસો
તમિલનાડુના ગુડલુરમાં માતાઓ હિમોગ્લોબીનની ઉણપ, ૭ કિલો વજન વાળા ૨ વર્ષના બાળકો, દારૂની લત, ઓછી આવક, અને જંગલોથી વધી રહેલી દૂરીના લીધે તીવ્ર કુપોષણનો શિકાર થઇ રહી છે
1 મે, 2020 | પ્રીતિ ડેવિડ
‘એક પૌત્રની મહેચ્છામાં, અમારે ચાર બાળકો થઇ ગયા’
દિલ્હીથી લગભગ ૪૦ કિલોમીટર દૂર હરિયાણાના હરસાના કલાન ગામની મહિલાઓ, પુરુષોની હિંસાખોરી સામે પોતાના જીવનના નિર્ણયો જાતે લેવા માટે અને પ્રજનન-સંબંધી વિકલ્પો પર નિયંત્રણ મેળવવા માટેના તેમના સંઘર્ષનું વર્ણન કરે છે
21 એપ્રિલ, 2020 | અનુભા ભોંસલે અને સંસ્કૃતિ તલવાર
‘ગયા વર્ષે ફક્ત એક જ માણસ નસબંધી માટે તૈયાર થયો’
કુટુંબ નિયોજનમાં ‘પુરુષોનો ફાળો’ શબ્દ મોટા પાયે વાપરવામાં આવે છે, પણ બિહારના ‘વિકાસ મિત્રો’ અને ‘આશા કાર્યકરો’ને પુરૂષોને નસબંધી કરાવવા માટે તૈયાર કરવામાં નહિવત સફળતા મળી છે, અને ગર્ભનિરોધની જવાબદારી આજે પણ સ્ત્રીઓના માથે જ છે
18 માર્ચ, 2020 | અમૃતા બાયતનલ
'લપ ટળી' – નેહાએ નસબંધી કરાવી
2016માં સર્વોચ્ચ અદાલતના એક હુકમ પછી ‘નસબંધી દિવસ’ એ વંધ્યીકરણ કેમ્પોની જગ્યા લીધી છે, પણ હજુ પણ મુખ્યત્વે સ્ત્રીઓજ આ સર્જરીઓ કરાવે છે – અને યૂપીમાં અનેક સ્ત્રીઓ આધુનિક ગર્ભનિરોધક પદ્ધતિના કોઈ બીજા વિકલ્પના અભાવે આ કરાવે છે
28 ફેબ્રુઆરી, 2020 | અનુભા ભોંસલે
કુવલપુરમનું અજબ ગેસ્ટહાઉસ
કુવલપુરમ ઉપરાંત મદુરાઈના બીજા ચાર ગામમાં માસિકમાં હોય એવી સ્ત્રીઓને માટે અલાયદા "ગેસ્ટહાઉસ" રખાય છે. આ આભડછેડ સામે અવાજ ઉઠાવવાવાળું કોઈ નથી, કારણ સૌ કાંતો માણસથી ડરે છે કાં ભગવાનથી