ક્યારેક ક્યારેક ભગવાન પણ તેમના ભક્તો સાથે સ્થળાંતર કરે છે. કમ સે કમ મા અંગારમોતીએ તો તેમ કર્યું જ છે.

આશરે 45 વર્ષ પહેલા આ દેવી ધાય-ચાંવર ગામમાં રહેતા હતા. લગભગ 50 વર્ષના ગોંડ આદિવાસી ઈશ્વર નેતામ કહે છે, “મા અંગારમોતી બે નદીઓ – મહાનદી અને સુખા નદીની વચ્ચે [આવેલી જગ્યાએ] વસતા હતા."  ઈશ્વર નેતામ આ આદિવાસી દેવીના મુખ્ય પૂજારી અથવા બૈગા છે.

વિસ્થાપિત થવા છતાં મા અંગારમોતીની લોકપ્રિયતા ઓછી થઈ નથી - ગામમાંથી અને બીજેથી 500 થી 1000 ભક્તો હજી આજે પણ દરરોજ તેમના મંદિરના સ્થળે ભેગા થાય છે. આ મેળાનું નામ દેવતાના નામ પરથી રાખવામાં આવ્યું છે, પરંતુ ગામ અને નજીકના બંધના નામના સંદર્ભ પરથી તે ગંગરેલ મડઈ તરીકે પણ ઓળખાય છે.

ગોંડ સમુદાયના આદિવાસી નેતા અને ગંગરેલ ગામમાં દર વર્ષે આ સમય દરમિયાન મેળાનું આયોજન કરતા જૂથના સભ્ય વિષ્ણુ નેતામ કહે છે, "અમે અમારા પૂર્વજોના સમયથી લગભગ દરેક આદિવાસી ગામમાં આ મડઈ [મેળો] આયોજિત કરતા આવ્યા છીએ."

તેઓ ઉમેરે છે, "મડઈ અમારી પરંપરાગત આદિવાસી સંસ્કૃતિનો એક ભાગ છે." સ્થાનિક લોકો ઉપરાંત ગામની બહારના લોકો પણ મેળામાં જોડાય છે, સારા પાક માટે આભાર વ્યક્ત કરવા દેવતાઓને ફૂલો ચડાવે છે અને આવનારા વર્ષ માટે આશીર્વાદ માગે છે. આ મડઈ એ આ જિલ્લામાં દર વર્ષે યોજાતી લગભગ 50 મડઈઓમાંથી એક છે. આ મડઈ એ મધ્ય ભારતીય રાજ્યના આ જિલ્લામાં આયોજિત થતી મડઈની શ્રેણીમાંની આ પહેલી મડઈ છે.

સ્થાનિક લોકો ઉપરાંત ગામની બહારના લોકો પણ મેળામાં જોડાય છે, સારા પાક માટે આભાર વ્યક્ત કરવા દેવતાઓને ફૂલો ચડાવે છે અને આવનારા વર્ષ માટે આશીર્વાદ માગે છે

વીડિયો જુઓ: ગંગરેલમાં બધા દેવી-દેવતાઓનો મેળાવડો

1978 માં સિંચાઈના હેતુઓ માટે અને ભિલાઈ સ્ટીલ પ્લાન્ટને પાણી પહોંચાડવા મહાનદી પર એક બંધ બાંધવામાં આવ્યો હતો. સત્તાવાર રીતે પંડિત રવિશંકર ડેમ તરીકે ઓળખાતા આ બંધે આ દેવી અને તેમની પૂજા કરતા ગ્રામજનો માટે મુશ્કેલી ઊભી કરી દીધી હતી.

તેના બાંધકામ દરમિયાન અને પછીથી આવેલા પૂરને કારણે ચાંવર ગામના રહેવાસીઓને તેમના ઘર છોડીને બીજા વિસ્તારમાં સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. ઈશ્વર કહે છે, "લગભગ 52-54 ગામો ડૂબી ગયા હતા, અને લોકો વિસ્થાપિત થયા હતા."

અને આમ લોકો ત્યાંથી ચાલ્યા ગયા પણ તેમની દેવીને સાથે લઈને, અને આ બંધથી 16 કિલોમીટર દૂર ધમતરીના ગંગરેલમાં સ્થાયી થયા.

લગભગ અડધી સદી પછી આ બંધ એ એક લોકપ્રિય પર્યટન સ્થળ બની ગયો છે, પરંતુ ઘણા વિસ્થાપિત ગ્રામવાસીઓ હજી આજે પણ સરકાર તરફથી વળતરની રાહ જોઈ રહ્યા છે.

આ દેવીની પાડોશી દેવી-દેવતાઓ સાથેની મિત્રતા પણ અકબંધ છે. દર વર્ષે દિવાળી પછીના પહેલા શુક્રવારે મા અંગારમોતી વાર્ષિક ઉજવણી માટે પડોશી ગામોમાંથી દેવી-દેવતાઓને આમંત્રણ પાઠવે છે

Left: The road leading to the madai.
PHOTO • Prajjwal Thakur
Right: Ishwar Netam (third from left) with his fellow baigas joining the festivities
PHOTO • Prajjwal Thakur

ડાબે: મડઈ તરફ જતો રસ્તો. જમણે: ઈશ્વર નેતામ (ડાબેથી ત્રીજો) તેમના સાથી બૈગાઓ સાથે ઉજવણીમાં જોડાઈ રહ્યા છે

Left: Wooden palanquins representing Angadeos are brought from neighbouring villages.
PHOTO • Prajjwal Thakur
Right: Items used in the deva naach
PHOTO • Prajjwal Thakur

ડાબે: અંગદેવોનું પ્રતિનિધિત્વ કરતી લાકડાની પાલખીઓ પડોશી ગામોમાંથી અહીં લાવવામાં આવે છે. જમણે: દેવા નાચમાં વપરાતી વસ્તુઓ

મડઈ ખાતે દિવસભર ચાલનારી ઉજવણી બપોરે શરૂ થાય છે અને સાંજ સુધી ચાલુ રહે છે. દેવીને બંધની નજીક મૂકવામાં આવે છે અને વહેલી સવારથી જ ભક્તો ત્યાં આવવા લાગે છે. તેમાંથી કેટલાક બંધ પર ફોટો શૂટ કરવા અથવા ઝડપથી સેલ્ફી લઈ લેવા માટે ચકરાવો લઈને આવે છે.

મડઈ તરફ જતો રસ્તો મીઠાઈ અને નાસ્તા વેચતી દુકાનોથી ભરેલો છે. આમાંની કેટલીક દુકાનો જૂની છે જ્યારે કેટલીક માત્ર તહેવાર માટે ઊભી થયેલી છે.

મડઈની સત્તાવાર રીતે શરુ થાય ત્યાં સુધીમાં લગભગ પાંચથી છ હજાર લોકો દૂર-દૂરથી આવી ચૂક્યા છે. ધમતરી નગરના રહેવાસી નિલેશ રાયચુરાએ રાજ્યભરમાં ઘણા મડઈની મુલાકાત લીધી છે. તેઓ કહે છે, "મેં કાંકેર, નરહરપુર, નગરી-સિહાવા, ચરામા, પખાનજુર અને બીજા ઘણા સ્થળોની મડઈ જોઈ છે. પરંતુ ગંગરેલ મડઈની વાત જ કંઈક અલગ છે."

અહીંની મડઈમાં પૂજા કરનારાઓમાં ગર્ભ ધારણ કરી શકી ન હોય એવી મહિલાઓ પણ હોય છે. આદિવાસી નેતા અને કાર્યકર્તા ઈશ્વર મંડાવી કહે છે, “નિઃસંતાન મહિલાઓ મા અંગારમોતીના આશીર્વાદ લેવા આવે છે. તેમાંથી ઘણી મહિલાઓની ઈચ્છાઓ પૂરી થઈ છે.".

The road leading up to the site of the madai is lined with shops selling sweets and snacks
PHOTO • Prajjwal Thakur
The road leading up to the site of the madai is lined with shops selling sweets and snacks
PHOTO • Prajjwal Thakur

મડઈ તરફ જતો રસ્તો મીઠાઈ અને નાસ્તા વેચતી દુકાનોથી ભરેલો છે

Left: Women visit the madai to seek the blessings of Ma Angarmoti. 'Many of them have had their wishes come true,' says Ishwar Mandavi, a tribal leader and activist.
PHOTO • Prajjwal Thakur
Right: Worshippers come to the madai with daangs or bamboo poles with flags symbolising deities
PHOTO • Prajjwal Thakur

ડાબે: મા અંગારમોતીના આશીર્વાદ લેવા માટે મહિલાઓ મડઈની મુલાકાત લે છે. આદિવાસી નેતા અને કાર્યકર્તા ઈશ્વર માંડવી કહે છે, 'તેમાંથી ઘણી મહિલાઓની ઈચ્છાઓ પૂરી થઈ છે.' જમણે: ભક્તો દેવતાઓના પ્રતીકરૂપ ધજાઓ સાથેની ડાંગ અથવા વાંસના થાંભલા લઈને મડઈમાં આવે છે

અમે નજીકના અને દૂર-દૂરના સ્થળોએથી મુસાફરી કરીને અહીં આવેલી મહિલાઓને મળ્યા - જેમકે રાયપુર (85 કિમી), જાંજગીર (265 કિમી) અને બેમેતરા (130 કિમી). તેઓ દેવીના આશીર્વાદ લેવા માટે તેમના વારાની રાહ જોતા કતારમાં ઊભા રહ્યા છે.

તેમાંની એક મહિલા કહે છે, “મારા લગ્નને પાંચ વર્ષ થયાં છે, પણ મને સંતાન નથી. તેથી, હું આશીર્વાદ લેવા આવી છું." અનામી રહેવા માગતી આ મહિલા મેળામાં આવેલી ત્રણસોથી ચારસો મહિલાઓમાંની એક છે જેઓ સવારથી ઉપવાસ કરી રહ્યા છે.

બીજા ગામોમાંથી ભક્તો તેમના ડાંગ (દેવતાઓનું પ્રતીકરૂપ ધજાઓ સાથેના વાંસના થાંભલા) અને અંગો (દેવતાઓ) લઈને  દેવ નાચ (દેવતાઓના નૃત્ય) માં ભાગ લેવા માટે આવે છે. તેઓ આ થાંભલાઓ અને લાકડાની પાલખીઓ સાથે આ વિસ્તારની પ્રદક્ષિણા કરશે અને ભક્તો દેવતાઓના આશીર્વાદ મેળવશે.

નિલેશ કહે છે, "આ મડઈઓમાં હું આદિવાસી સંસ્કૃતિ અને આદિવાસી જીવનને નજીકથી જોઈ શકું છું."

અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક

Purusottam Thakur

புருஷோத்தம் தாகூர், 2015ல் பாரியின் நல்கையைப் பெற்றவர். அவர் ஒரு ஊடகவியலாளர் மற்றும் ஆவணப்பட இயக்குநர். தற்போது அஸிஸ் பிரேம்ஜி அமைப்பில் வேலைப் பார்க்கிறார். சமூக மாற்றத்துக்கான கட்டுரைகளை எழுதுகிறார்.

Other stories by Purusottam Thakur
Photographs : Prajjwal Thakur

பிரஜ்வால் தாகூர், அசிம் பிரேம்ஜி பல்கலைக்கழகத்தின் இளங்கலை மாணவர்.

Other stories by Prajjwal Thakur
Editor : Sarbajaya Bhattacharya

சர்பாஜயா பட்டாச்சார்யா பாரியின் மூத்த உதவி ஆசிரியர் ஆவார். அனுபவம் வாய்ந்த வங்க மொழிபெயர்ப்பாளர். கொல்கத்தாவை சேர்ந்த அவர், அந்த நகரத்தின் வரலாற்றிலும் பயண இலக்கியத்திலும் ஆர்வம் கொண்டவர்.

Other stories by Sarbajaya Bhattacharya
Video Editor : Shreya Katyayini

ஷ்ரேயா காத்யாயினி பாரியின் காணொளி ஒருங்கிணைப்பாளராகவும் ஆவணப்பட இயக்குநராகவும் இருக்கிறார். பாரியின் ஓவியராகவும் இருக்கிறார்.

Other stories by Shreya Katyayini
Translator : Maitreyi Yajnik

Maitreyi Yajnik is associated with All India Radio External Department Gujarati Section as a Casual News Reader/Translator. She is also associated with SPARROW (Sound and Picture Archives for Research on Women) as a Project Co-ordinator.

Other stories by Maitreyi Yajnik