કન્નિસામી ઉત્તર તમિલનાડુમાં તિરુવલ્લુર જિલ્લાના દરિયાકાંઠાના ગામડાઓની સરહદોની રક્ષા કરે છે. માછીમારી સમુદાયોના આ સંરક્ષક દેવતાનો બાહ્ય દેખાવ સમુદાયના સામાન્ય વ્યક્તિ જેવો જ છે: તેઓ તેજસ્વી રંગના શર્ટમાં ઢંકાયેલા હોય છે, અને તેમના માથા પર ટોપી સાથેની વેટી હોય છે. માછીમારો દરિયામાં પ્રવેશતા પહેલાં તેમનો જાપ કરે છે અને સલામત પરત ફરવા માટે પ્રાર્થના કરે છે.

માછીમારી કરતા પરિવારો કન્નિસામીના વિવિધ અવતારોની પૂજા કરે છે અને તે ઉત્તર ચેન્નાઈથી લઈને પાતવેરકાડુ (જે પુલિકટ તરીકે પ્રખ્યાત છે) સુધી અમલ કરાતી એક લોકપ્રિય વિધિ છે.

એન્નુર કુપ્પમના માછીમારો કન્નિસામીની મૂર્તિઓ ખરીદવા માટે લગભગ સાત કિલોમીટર દૂર અતિપટ્ટુ ગયા હતા. જૂનમાં યોજાતો આ તહેવાર વાર્ષિક એક ઉજવણી છે અને તે એક અઠવાડિયા સુધી ચાલે છે. હું 2019માં આ ગામના માછીમારોના જૂથ સાથે પ્રવાસ માટે જોડાયો હતો. અમે ઉત્તર ચેન્નાઈના થર્મલ પાવર પ્લાન્ટ નજીક કોસસ્થલઈયાર નદીના કિનારે ધામા નાખ્યા હતા અને પછી અતિપટ્ટુ ગામ તરફ ચાલીને ગયા હતા.

અમે એક બે માળના એક મકાન પાસે પહોંચ્યા, જ્યાં કન્નિસામીની ઘણી મૂર્તિઓ જમીન પર હરોળબંધ રાખવામાં આવી હતી. મૂર્તિઓને સફેદ કપડામાં લપેટવામાં આવી હતી. 40 વર્ષની એક વ્યક્તિ, સફેદ પટ્ટાવાળી શર્ટ અને કપાળ પર તિરુનીર [પવિત્ર રાખ] સાથે વેટી પહેરીને, મૂર્તિઓની સામે કપૂર પ્રગટાવે છે. તેઓ દરેક માછીમારોના ખભા પર પૂજાઈ મૂકતા પહેલા પોતે પૂજા કરે છે.

Dilli anna makes idols of Kannisamy, the deity worshipped by fishing communities along the coastline of north Tamil Nadu.
PHOTO • M. Palani Kumar

દિલ્લી અન્ના કન્નિસામીની મૂર્તિઓ બનાવે છે, જે દેવતાને ઉત્તર તમિલનાડુના દરિયાકાંઠે માછીમાર સમુદાયો દ્વારા પૂજવામાં આવે છે

દિલ્લી અન્ના સાથેની આ મારી પહેલી મુલાકાત છે અને સંજોગો એવા છે કે તે મને તેમની સાથે વાતચીત કરવાની મંજૂરી આપતા નથી. હું તેમના ખભા પર મૂર્તિઓને ઊંચકીને લઈ જતા માછીમારો સાથે પરત ફરું છું. કોસસ્થલઈયાર નદી પર પાછા ફરવા માટે ચાર કિલોમીટર ચાલવું પડે છે, અને તે પછી એન્નુર કુપ્પમ પાછા જવા માટે ત્રણ કિલોમીટરની હોડીની સવારી કરવી પડે છે.

એક વાર તેઓ ગામમાં પહોંચ્યા પછી, માછીમારો એક મંદિર પાસે મૂર્તિઓને હરોળમાં ગોઠવે છે. ધાર્મિક વિધિઓ અને પૂજા કરવા માટે જરૂરી દરેક વસ્તુ મૂર્તિઓની આગળ મૂકવામાં આવે છે. જેમ જેમ દિવસ અંધારો થાય છે તેમ તેમ, દિલ્લી અન્ના કુપ્પમમાં આવે છે. ગ્રામજનો મૂર્તિઓની આસપાસ ભેગા થવા માંડે છે. દિલ્લી અન્ના સફેદ કપડાને હટાવે છે અને માઈ [કાજલ] નો ઉપયોગ કરીને કન્નિસામીની આંખો પર પાંપણો દોરે છે, પ્રતીકાત્મક રીતે આ મૂર્તિઓની આંખો ખોલે છે. તે પછી, તેઓ કૂકડાની ગરદનને કાપી નાખે છે, જે એક બલિદાનની વિધિ છે જેનાથી દુષ્ટતા દૂર થતી હોવાનું માનવામાં આવે છે.

આ પછી, કન્નિસામીની મૂર્તિઓને ગામની ધાર પર લઈ જવામાં આવે છે.

એન્નોરના દરિયાકાંઠા અને મેન્ગ્રોવ લેન્ડસ્કેપથી મને ઘણા લોકોનો પરિચય થયો છે, અને તેમાં દિલ્લી અન્ના એક મહત્ત્વપૂર્ણ વ્યક્તિ છે. તેમણે પોતાનું આખું જીવન કન્નિસામીની મૂર્તિઓ બનાવવા માટે સમર્પિત કર્યું છે. જ્યારે હું મે [2023] માં અતિપટ્ટુ ખાતેના તેમના ઘરે દિલ્લી અન્નાની મુલાકાત લેવા પાછો ગયો, ત્યારે મને તેમની અલમાડીમાં કોઈ ઘરગથ્થુ વસ્તુઓ અથવા સુશોભનની વસ્તુઓ જોવા નહોતી મળી. ત્યાં હતા માત્ર માટી, ભૂસું અને મૂર્તિઓના ઢગલા; અને માટીની સુગંધ આખા ઘરમાં ભરાઈ ગઈ.

કન્નિસામીની મૂર્તિ બનાવવા માટે સૌપ્રથમ ગામની સીમમાંથી લેવામાં આવેલ મુઠ્ઠીભર માટીને ચીકણી માટીમાં ભેળવવી પડે છે. 44 વર્ષીય દિલ્લી અન્ના કહે છે, “એવી માન્યતા છે કે જો અમે આમ કરીશું તો ભગવાનની શક્તિ તે ગામમાં જશે. પેઢી દર પેઢી, મારો પરિવાર જ કન્નિસામીની મૂર્તિઓ બનાવતો આવ્યો છે. જ્યારે મારા પિતા હયાત હતા, ત્યારે મને આમાં રસ નહોતો. 2011માં, મારા પિતાનું અવસાન થયું. પછી, મારી આસપાસના લોકોએ કહ્યું કે મારા પિતા પછી મારે આ જવાબદારી સંભાળવી જોઈએ… તેથી મેં આ કામ કરવાનું બીડું ઝડપી લીધું. અહીં આ કામ કરનાર બીજું કોઈ નથી.”

The fragrance of clay, a raw material used for making the idols, fills Dilli anna's home in Athipattu village of Thiruvallur district.
PHOTO • M. Palani Kumar

મૂર્તિઓ બનાવવા માટે વપરાતી કાચી સામગ્રીની માટીની સુગંધ તિરુવલ્લુર જિલ્લાના અતિપટ્ટુ ગામમાં દિલ્લી અન્નાના ઘરમાં પ્રસરી જાય છે

Dilli anna uses clay (left) and husk (right) to make the Kannisamy idols. Both raw materials are available locally, but now difficult to procure with the changes around.
PHOTO • M. Palani Kumar
Dilli anna uses clay (left) and husk (right) to make the Kannisamy idols. Both raw materials are available locally, but now difficult to procure with the changes around.
PHOTO • M. Palani Kumar

દિલ્લી અન્ના કન્નિસામીની મૂર્તિઓ બનાવવા માટે માટી (ડાબે) અને ભૂસું (જમણે) નો ઉપયોગ કરે છે. બન્ને કાચા માલ સ્થાનિક સ્તરે ઉપલબ્ધ છે, પરંતુ હવે આસપાસના ફેરફારોને કારણે તેની ખરીદી કરવી મુશ્કેલ બની છે

10 દિવસમાં, દિલ્લી અન્ના દિવસમાં આઠ કલાક કામ કરીને એક સાથે 10 મૂર્તિઓ તૈયાર કરી શકે છે. એક વર્ષમાં તેઓ લગભગ 90 મૂર્તિઓ બનાવે છે. દિલ્લી અન્ના કહે છે, “એક મૂર્તિ બનાવવામાં મારે 10 દિવસ લાગશે. પહેલા મારે માટી તોડવી પડશે, પછી પથ્થરો દૂર કરીને તેને સાફ કરવી પડશે, પછી રેતી સાથે ભૂકાને ભેળવવો પડશે.” માળખાને મજબૂતાઈ આપવા માટે છોતરાંનો ઉપયોગ કરવામાં આવે છે, અને તેનાથી મૂર્તિઓનાં સ્તર બનાવવામાં આવે છે.

તેઓ કહે છે, “હું મૂર્તિ બનાવવાનું શરૂ કરું છું ત્યારથી તે તૈયાર થાય ત્યાં સુધી, મારે એકલા એ જ આ કામ કરવું પડે છે. મારી પાસે મદદનીશ રાખવાના પૈસા નથી. આ આખું કામ છાંયડામાં કરવું પડે છે, કારણ કે તડકામાં માટી ચોંટતી નથી, અને તૂટી જાય છે. જ્યારે મૂર્તિઓ તૈયાર થઈ જાય, ત્યારે તેમને તૈયાર કરવા માટે મારે તેમને આગમાં શેકવી પડે છે. આ કામ પૂરું કરવામાં ઓછામાં ઓછા 18 દિવસ લાગે છે.”

દિલ્લી અન્ના અતિપટ્ટુની આસપાસના ગામો માટે ખાસ કરીને એન્નુર કુપ્પમ, મુગાતિવારા કુપ્પમ, તળાનકુપ્પમ, કટ્ટુકુપ્પમ, મેટ્ટુકુપ્પમ, પલથોટીકુપ્પમ, ચિન્નાકુપ્પમ, પેરિયાકુલમ માટે મૂર્તિઓ પૂરી પાડે છે.

તહેવારો દરમિયાન, આ ગામોના લોકો તેમના ગામની સરહદો પર કન્નિસામીની મૂર્તિઓને પ્રસાદ તરીકે મૂકે છે. જ્યારે કેટલાક પુરૂષો કન્નિસામી મૂર્તિ પસંદ કરે છે, ત્યારે અન્ય લોકોને સ્ત્રી દેવી વધારે પસંદ છે. તેમને વિવિધ નામોથી ઓળખવામાં આવે છે: પાપતિ અમ્માન, બોમ્મતિ અમ્માન, પિચાઈ અમ્માન. તેઓને તેમના ગામના દેવતાને ઘોડા અથવા હાથી પર અને કૂતરાની મૂર્તિની બાજુમાં બેસાડવામાં આવે તે પણ ગમે છે. એવું માનવામાં આવે છે કે રાત્રે દેવતાઓ આવીને રમે છે અને બીજા દિવસે સવારે ગામના દેવતાના પગ પર તિરાડ જોવા મળે છે.

દિલ્લી અન્ના કહે છે, “કેટલાક સ્થળોએ, તેઓ (માછીમારો) દર વર્ષે કન્નિસામીની મૂર્તિઓ બદલે છે. અન્ય સ્થળોએ, તેઓ [માછીમારો] તેમને બે વર્ષમાં એક વાર, અથવા ચાર વર્ષમાં એક વાર બદલી નાખે છે.”

Dilli anna preparing the clay to make idols. 'Generation after generation, it is my family who has been making Kannisamy idols'.
PHOTO • M. Palani Kumar

મૂર્તિઓ બનાવવા માટે માટી તૈયાર કરતા દિલ્લી અન્ના. ‘પેઢી દર પેઢી, મારો પરિવાર જ કન્નિસામીની મૂર્તિઓ બનાવતો આવ્યો છે’

The clay is shaped into the idol's legs using a pestle (left) which has been in the family for many generations. The clay legs are kept to dry in the shade (right)
PHOTO • M. Palani Kumar
The clay is shaped into the idol's legs using a pestle (left) which has been in the family for many generations. The clay legs are kept to dry in the shade (right)
PHOTO • M. Palani Kumar

પેસ્ટલ (ડાબે)નો ઉપયોગ કરીને માટીને આકાર આપીને મૂર્તિના પગ બનાવવામાં આવે છે; જે ઘણી પેઢીઓથી પરિવારમાં હાજર છે. છાંયડામાં સૂકવવા માટે રાખવામાં આવેલા માટીના પગ (જમણે)

આ ગામોના માછીમારોને વેચાણ બંધ થયું નથી કે ઘટ્યું નથી, તેમ છતાં, દિલ્લી અન્નાને ખાતરી નથી કે તેઓ છેલ્લા ત્રણ દાયકાથી કરી રહેલા આ પરંપરાગત વ્યવસાયને કોણ આગળ વધારશે. તે તેમના માટે એક ખર્ચાળ કામ બની ગયું છેઃ “આ દિવસોમાં, ખર્ચ એટલો વધારે છે. જો હું તેના આધારે [મૂર્તિની] કિંમત જણાવું, તો તેઓ [ગ્રાહકો] મને પૂછે છે કે હું તે કિંમત કેમ માંગું છું. પરંતુ, આમાં સામેલ મુશ્કેલીઓ માત્ર અમે જ જાણીએ છીએ.”

ઉત્તર ચેન્નાઈના દરિયાકાંઠે થર્મલ પાવર પ્લાન્ટ્સમાં વધારો થવાથી ભૂગર્ભ જળ ખારું થઈ રહ્યું છે. આનાથી અહીં કૃષિ પ્રવૃત્તિઓમાં ઘટાડો થયો છે, જે જમીનની પ્રકૃતિને અસર કરે છે. દિલ્લી અન્ના ફરિયાદ કરતાં કહે છે, “આજકાલ, મને ક્યાંય માટી નથી મળતી.”

તેઓ ઉમેરે છે કે માટી ખરીદવી એ મોંઘી બાબત છે અને, “હું માટી માટે મારા ઘરની નજીક જમીનમાં ખાડો ખોદું છું અને પછી તેમાં રેતી ભરી દઉં છું.” અન્ના સમજાવે છે કે રેતી માટી કરતાં સસ્તી છે.

અતિપટ્ટુમાં તેઓ એકમાત્ર મૂર્તિ બનાવનાર હોવાથી, જાહેર જગ્યાઓમાંથી માટી ખોદવા માટે પંચાયત સાથે એકલાહાથે વાટાઘાટો કરવી મુશ્કેલ છે. “જો ત્યાં 10 થી 20 પરિવારો મૂર્તિઓ બનાવતા હોત, તો અમે તળાવ અથવા તળાવોની નજીક ખોદવાનું કહી શક્યા હોત. પંચાયતે અમને મફતમાં માટી પૂરી પાડી હોત. પણ, હવે માત્ર હું જ મૂર્તિઓ બનાવું છું અને મારે મારા એકલા માટે તેની માંગણી કરવી મુશ્કેલ છે, તેથી હું મારા ઘરની આસપાસથી માટી લઉં છું.”

દિલ્લી અન્નાને મૂર્તિઓ બનાવવા માટે જરૂરી ભૂસાની અછત સર્જાઈ રહી છે, કારણ કે હવે હાથથી ઓછા પ્રમાણમાં ડાંગરની લણણી કરવામાં આવે છે. “મશીનથી કરાતી લણણીમાં, આપણને વધારે ભૂસું નથી મળતું. જો ભૂસું હોય તો જ કામ શક્ય છે. જો તે જ ન હોય, તો કામ કેવી રીતે કરવું? જેમણે હાથથી ડાંગરની લણણી કરી હોય તેમને હું શોધું છું અને તેમની પાસેથી ભૂસું મેળવું છું. મેં ફૂલોનો ઘડો અને ચૂલો બનાવવાનું બંધ કરી દીધું છે. તેની માંગ વધારે છે, પણ હું આ વસ્તુઓ બનાવી શકતો નથી.”

The base of the idol must be firm and strong and Dilli anna uses a mix of hay, sand and clay to achieve the strength. He gets the clay from around his house, 'first, we have to break the clay, then remove the stones and clean it, then mix sand and husk with clay'.
PHOTO • M. Palani Kumar

મૂર્તિનો આધાર મજબૂત અને મક્કમ હોવો જરૂરી છે અને દિલ્લી અન્ના તેમાં મજબૂતાઈ લાવવા માટે પરાગરજ, રેતી અને માટીના મિશ્રણનો ઉપયોગ કરે છે. તેઓ તેમના ઘરની આસપાસથી માટી મેળવે છે, ‘પહેલા મારે માટી તોડવી પડશે, પછી પથ્થરો કાઢીને તેને સાફ કરવી પડશે, પછી રેતી અને ભૂસાને માટી સાથે ભેળવવા પડશે’

The idol maker applying another layer of the clay, hay and husk mixture to the base of the idols. ' This entire work has to be done in the shade as in in direct sunlight, the clay won’t stick, and will break away. When the idols are ready, I have to bake then in fire to get it ready'
PHOTO • M. Palani Kumar
The idol maker applying another layer of the clay, hay and husk mixture to the base of the idols. ' This entire work has to be done in the shade as in in direct sunlight, the clay won’t stick, and will break away. When the idols are ready, I have to bake then in fire to get it ready'
PHOTO • M. Palani Kumar

આ મૂર્તિ બનાવનાર મૂર્તિઓના પાયામાં માટી, પરાગરજ અને ભૂસાના મિશ્રણનું બીજું સ્તર લગાવે છે. ‘આ આખું કામ છાંયડામાં કરવું પડે છે, કારણ કે તડકામાં માટી ચોંટતી નથી, અને તૂટી જાય છે. જ્યારે મૂર્તિઓ તૈયાર થઈ જાય, ત્યારે તેમને તૈયાર કરવા માટે મારે તેમને આગમાં શેકવી પડે છે’

તેઓ પોતાની કમાણી સમજાવતાં કહે છેઃ “મને એક ગામની મૂર્તિ માટે 20,000 રૂપિયા મળે છે, પરંતુ ખર્ચ કાયા પછી, હું 4,000 રૂપિયા કમાવું છું. જો હું ચાર ગામો માટે મૂર્તિઓ બનાવું, તો હું 16,000 રૂપિયા કમાઈ શકું છું.”

અન્ના ઉનાળાની ઋતુમાં જ ફેબ્રુઆરીથી જુલાઈ સુધી મૂર્તિઓ બનાવી શકે છે. જ્યારે આદિ [જુલાઈ]માં તહેવારો શરૂ થાય છે, ત્યારે લોકો મૂર્તિઓ ખરીદવા માટે આવે છે. “મેં છથી સાત મહિનામાં જે બનાવવા માટે સખત મહેનત કરી છે, તે બધુ એક મહિનામાં વેચાઈ જાય છે. આગામી પાંચ મહિના સુધી મારે કોઈ કમાણી નહીં થાય. જ્યારે હું મૂર્તિઓ વેચીશ, ત્યારે જ મને પૈસા મળશે.” દિલ્લી અન્ના ઉમેરે છે કે તેઓ અન્ય કોઈ કામ શોધતા નથી.

તેમનો દિવસ સવારે 7 વાગ્યે શરૂ થાય છે અને આઠ કલાક સુધી ચાલે છે. તેમણે સુકાઈ રહેલી મૂર્તિઓ પર સતત નજર રાખવી પડે છે; નહીં તો તે તૂટી શકે છે. તેઓ મને તેમની કળા પ્રત્યેના તેમના સમર્પણને દર્શાવવા માટે એક નાની વાર્તા કહે છેઃ “એક વખત મને ઘણી પીડા થઈ કારણ કે હું રાત્રે શ્વાસ લઈ શકતો ન હતો. હું સવારે એક વાગ્યે સાઇકલ પર હોસ્પિટલ ગયો હતો. ડૉકટરોએ મને ગ્લુકોઝ [IV ફ્લડ] આપ્યું. મારો ભાઈ તે જ સવારે મને સ્કેન કરવા માટે બીજી હોસ્પિટલમાં લઈ ગયો પણ કર્મચારીઓએ કહ્યું કે તે રાત્રે 11 વાગ્યે કરવામાં આવશે.” આવી પરિસ્થિતિમાં, દિલ્લી અન્નાએ સ્કેન કર્યા વિના જ પરત ફરવાનું નક્કી કર્યું કારણ કે, “મારે મૂર્તિઓ જોવાની હતી.”

દિલ્લી અન્નાના પરિવાર પાસે 30 વર્ષ પહેલાં કટ્ટુપલ્લી ગામના ચેપક્કમ નેસમાં ચાર એકર જમીન હતી. તેઓ કહે છે, “તે સમયે, મારું ઘર ગણેશ મંદિર નજીક ચેપક્કમ સિમેન્ટ ફેક્ટરી નજીક હતું. અમે જમીનની નજીક એક ઘર બનાવ્યું હતું જેથી અમે ખેતી કરી શકીએ.” જ્યારે ભૂગર્ભજળ ખારું થઈ ગયું, ત્યારે તેમણે ખેતી કરવાનું બંધ કરવું પડ્યું. તે પછી તેઓએ ઘર વેચી દીધું અને અતિપટ્ટુ રહેવા ગયા.

A mixture of clay, sand and husk. I t has become difficult to get clay and husk as the increase in thermal power plants along the north Chennai coastline had turned ground water saline. This has reduced agricultural activities here and so there is less husk available.
PHOTO • M. Palani Kumar

માટી, રેતી અને ભૂસાનું મિશ્રણ. ઉત્તર ચેન્નાઈ દરિયાકાંઠાના થર્મલ પાવર પ્લાન્ટ્સમાં વધારાનર પગલે ભૂગર્ભ જળ ખારું બની ગયું હોવાથી માટી અને ભૂસું મેળવવું મુશ્કેલ બની ગયું છે. આનાથી અહીં કૃષિ પ્રવૃત્તિઓમાં ઘટાડો થયો છે અને તેથી ઓછું ભૂસું ઉપલબ્ધ છે

Dilli anna applies an extra layer of the mixture to join the legs of the idol. His work travels to Ennur Kuppam, Mugathivara Kuppam, Thazhankuppam, Kattukuppam, Mettukuppam, Palthottikuppam, Chinnakuppam, Periyakulam villages.
PHOTO • M. Palani Kumar

દિલ્લી અન્ના મૂર્તિના પગને જોડવા માટે મિશ્રણનું વધારાનું સ્તર લગાવે છે. તેમની કૃતિઓ એન્નુર કુપ્પમ, મુગતિવારા કુપ્પમ, તાળનકુપ્પમ, કટ્ટુકુપ્પમ, મેટ્ટુકુપ્પમ, પલ્થોટિકુપ્પમ, ચિન્નાકુપ્પમ, પેરિયાકુલમ જેવા ગામોમાં પ્રવાસ કરે છે

“અમે ચાર ભાઈ-બહેન છીએ અને માત્ર હું જ આ પરંપરાગત કામ આગળ ધપાવું છું. હું પરણેલો નથી. આટલા પૈસાથી હું પરિવાર કે બાળકની સંભાળ કેવી રીતે રાખી શકું?” દિલ્લી અન્નાને ડર છે કે જો તેઓ અન્ય કોઈ કામ હાથ ધરશે, તો માછીમાર સમુદાયો માટે આ મૂર્તિઓ બનાવનાર કોઈ નહીં બચે. “તે મારા પૂર્વજો દ્વારા મને આપવામાં આવ્યું છે, હું તેને છોડી શકતો નથી. જો તેમની (માછીમારો) પાસે આ મૂર્તિઓ નહીં હોય, તો તેઓ સંઘર્ષ કરશે.”

દિલ્લી અન્ના માટે મૂર્તિ બનાવવી એ માત્ર એક વ્યવસાય નથી, તે એક ઉજવણી છે. તેમને યાદ છે કે તેમના પિતાના સમયમાં તેઓ એક મૂર્તિ 800 કે 900 રૂપિયામાં વેચતા હતા. દરેક વ્યક્તિ જે મૂર્તિ ખરીદવા આવતી તેને ભોજન પીરસવામાં આવતું હતું. તેઓ યાદ કરે છે, “તે લગ્ન સમયે ઘર કેવું હોય છે, તેના જેવું હતું.”

જ્યારે મૂર્તિઓ તૂટ્યા વગર શેકાઈ જાય, ત્યારે દિલ્લી અન્ના ખુશ થાય છે. માટીની કૃતિઓ તેમની સાથી બની ગઈ છે. “જ્યારે હું આ મૂર્તિઓ બનાવતો હોઉં છું, ત્યારે મને એવો ભાસ થાય છે કે મારી સાથે એક વ્યક્તિ છે. મને લાગે છે કે હું આ મૂર્તિઓ સાથે વાત કરી રહ્યો છું. આ મૂર્તિઓ સૌથી મુશ્કેલ સંજોગોમાં મારી સાથે રહી છે. પણ મને ચિંતા થાય છે કે મારા પછી આ મૂર્તિઓ કોણ બનાવશે?”

‘This entire work has to be done in the shade as in direct sunlight, the clay won’t stick and will break away,' says Dilli anna.
PHOTO • M. Palani Kumar

દિલ્લી અન્ના કહે છે, ‘આ આખું કામ છાંયડામાં કરવું પડે છે, કારણ કે તડકામાં માટી ચોંટતી નથી, અને તૂટી જાય છે’

Left: Athipattu's idol maker carrying water which will be used to smoothen the edges of the idols; his cat (right)
PHOTO • M. Palani Kumar
Left: Athipattu's idol maker carrying water which will be used to smoothen the edges of the idols; his cat (right)
PHOTO • M. Palani Kumar

ડાબે: અતિપટ્ટુના મૂર્તિ બનાવનાર પાણીનું વહન કરે છે, જેનો ઉપયોગ મૂર્તિઓની કિનારીઓને સરળ બનાવવા માટે કરવામાં આવશે; તેમની બિલાડી (જમણે)

The elephant and horses are the base for the idols; they are covered to protect them from harsh sunlight.
PHOTO • M. Palani Kumar

હાથી અને ઘોડાઓ મૂર્તિઓનો આધાર છે; તેમને કઠોર સૂર્યપ્રકાશથી બચાવવા માટે ઢાંકવામાં આવે છે

Dilli anna gives shape to the Kannisamy idol's face and says, 'from the time I start making the idol till it is ready, I have to work alone. I do not have money to pay for an assistant'
PHOTO • M. Palani Kumar
Dilli anna gives shape to the Kannisamy idol's face and says, 'from the time I start making the idol till it is ready, I have to work alone. I do not have money to pay for an assistant'
PHOTO • M. Palani Kumar

દિલ્લી અન્ના કન્નિસામી મૂર્તિના ચહેરાને આકાર આપે છે અને કહે છે, ‘જ્યારથી હું મૂર્તિ બનાવવાનું શરૂ કરું છું, ત્યારથી જ્યાં સુધી તે તૈયાર ન થાય ત્યાં સુધી મારે એકલાહાથે આ કામ કરવું પડે છે. મારી પાસે મદદનીશ રાખવાના પૈસા નથી’

The idols have dried and are ready to be painted.
PHOTO • M. Palani Kumar

મૂર્તિઓ સુકાઈ ગઈ છે અને હવે રંગ રોગાન કરવા માટે તૈયાર છે

Left: The Kannisamy idols painted in white.
PHOTO • M. Palani Kumar
Right: Dilli anna displays his hard work. He is the only artisan who is making these idols for the fishing community around Athipattu
PHOTO • M. Palani Kumar

ડાબેઃ કન્નિસામીની મૂર્તિઓ સફેદ રંગમાં રંગવામાં આવી છે. જમણેઃ દિલ્લી અન્ના પોતાની મહેનત દર્શાવે છે. તેઓ એકમાત્ર કારીગર છે જેઓ અતિપટ્ટુની આસપાસના માછીમાર સમુદાય માટે આ મૂર્તિઓ બનાવી રહ્યા છે

Dilli anna makes five varieties of the Kannisamy idol
PHOTO • M. Palani Kumar

દિલ્લી અન્ના કન્નિસામી મૂર્તિના પાંચ પ્રકાર બનાવે છે

The finished idols with their maker (right)
PHOTO • M. Palani Kumar
The finished idols with their maker (right)
PHOTO • M. Palani Kumar

તેમના નિર્માતા સાથે તૈયાર મૂર્તિઓ (જમણે)

Dilli anna wrapping a white cloth around the idols prior to selling
PHOTO • M. Palani Kumar

મૂર્તિઓનું વેચાણ કરતા પહેલાં મૂર્તિઓની આસપાસ સફેદ કાપડ વીંટાળતા દિલ્લી અન્ના

Fishermen taking the wrapped idols from Dilli anna at his house in Athipattu.
PHOTO • M. Palani Kumar

દિલ્લી અન્ના પાસેથી અતિપટ્ટુમાં તેમના ઘરે વીંટાળેલી મૂર્તિઓ લઈ જઈ રહેલા માછીમારો

Fishermen carrying idols on their shoulders. From here they will go to their villages by boat. The Kosasthalaiyar river near north Chennai’s thermal power plant, in the background.
PHOTO • M. Palani Kumar

પોતાના ખભા પર મૂર્તિઓ લઈ જતા માછીમારો. અહીંથી તેઓ હોડી દ્વારા તેમના ગામે જશે. પૃષ્ઠભૂમિમાં ઉત્તર ચેન્નાઈના થર્મલ પાવર પ્લાન્ટની નજીક આવેલી કોસસ્થાલઈયાર નદી

Crackers are burst as part of the ritual of returning with Kannisamy idols to their villages.
PHOTO • M. Palani Kumar

કન્નિસામીની મૂર્તિઓ સાથે તેમના ગામડાઓમાં પરત ફરવાની વિધિના ભાગરૂપે ફટાકડા ફોડવામાં આવે છે

Fishermen carrying the Kannisamy idols onto their boats.
PHOTO • M. Palani Kumar

તેમની હોડીઓ પર કન્નિસામીની મૂર્તિઓ લઈ જતા માછીમારો

Kannisamy idols in a boat returning to the village.
PHOTO • M. Palani Kumar

ગામમાં પરત ફરતી હોડીમાં કન્નિસામીની મૂર્તિઓ

Fishermen shouting slogans as they carry the idols from the boats to their homes
PHOTO • M. Palani Kumar

હોડીમાંથી મૂર્તિઓ પોતાના ઘરે લઈ જતા માછીમારો સૂત્રોચ્ચાર કરી રહ્યા છે

Dilli anna sacrifices a cock as part of the ritual in Ennur Kuppam festival.
PHOTO • M. Palani Kumar

એન્નુર કુપ્પમ ઉત્સવમાં ધાર્મિક વિધિના ભાગરૂપે દિલ્લી અન્ના એક કૂકડાનું બલિદાન આપે છે

Now the idols are ready to be placed at the borders of the village.
PHOTO • M. Palani Kumar

હવે મૂર્તિઓ ગામની સરહદો પર મૂકવા માટે તૈયાર છે


અનુવાદક: ફૈઝ મોહંમદ

M. Palani Kumar

எம். பழனி குமார், பாரியில் புகைப்படக் கலைஞராக பணிபுரிகிறார். உழைக்கும் பெண்கள் மற்றும் விளிம்புநிலை மக்களின் வாழ்க்கைகளை ஆவணப்படுத்துவதில் விருப்பம் கொண்டவர். பழனி 2021-ல் Amplify மானியமும் 2020-ல் Samyak Drishti and Photo South Asia மானியமும் பெற்றார். தயாநிதா சிங் - பாரியின் முதல் ஆவணப் புகைப்பட விருதை 2022-ல் பெற்றார். தமிழ்நாட்டில் மலக்குழி மரணங்கள் குறித்து எடுக்கப்பட்ட 'கக்கூஸ்' ஆவணப்படத்தின் ஒளிப்பதிவாளராக இருந்தவர்.

Other stories by M. Palani Kumar
Editor : S. Senthalir

எஸ்.செந்தளிர் பாரியில் செய்தியாளராகவும் உதவி ஆசிரியராகவும் இருக்கிறார். பாரியின் மானியப்பண்யில் 2020ம் ஆண்டு இணைந்தார். பாலினம், சாதி மற்றும் உழைப்பு ஆகியவற்றின் குறுக்குவெட்டு தளங்களை அவர் செய்தியாக்குகிறார். 2023ம் ஆண்டின் வெஸ்ட்மின்ஸ்டர் பல்கலைக்கழகத்தின் செவெனிங் தெற்காசியா இதழியல் திட்ட மானியப்பணியில் இருந்தவர்.

Other stories by S. Senthalir
Photo Editor : Binaifer Bharucha

பினாஃபர் பருச்சா மும்பையை தளமாகக் கொண்ட பகுதி நேரப் புகைப்படக் கலைஞர். PARI-ன் புகைப்பட ஆசிரியராகவும் உள்ளார்.

Other stories by Binaifer Bharucha
Translator : Faiz Mohammad

Faiz Mohammad has done M. Tech in Power Electronics Engineering. He is interested in Technology and Languages.

Other stories by Faiz Mohammad