આ શ્રેણી ભારતભરની ગ્રામીણ મહિલાઓના પ્રજનન અને જાતીય સ્વાસ્થ્યને આવરી લે છે. અહીંની કેટલીક વાર્તાઓ વંધ્યત્વનું કલંક, બળજબરીથી કરાતી સ્ત્રી નસબંધી, કુટુંબ નિયોજનમાં ‘પુરુષના સહયોગનો’ અભાવ, અપૂરતી ગ્રામીણ આરોગ્યવ્યવસ્થા જેના સુઘી ઘણા લોકો પહોંચી પણ નથી શકતા તેના પર પ્રકાશ પાડે છે. પછી એવી વાર્તાઓ પણ છે જે યોગ્ય લાયકાત ધરાવતા તબીબી પ્રેક્ટિશનરોનો અભાવ, અને પ્રસૂતિની જોખમી પદ્ધતિઓ, માસિક સ્રાવને કારણે મહિલાઓ સાથે થતો ભેદભાવપૂર્ણ વ્યવહાર, પુત્રો માટેનો અગ્રાધિકાર – અને અન્ય મુદ્દાઓને આવરી લે છે.
જ્યારે કે આમાંની ઘણી વાર્તાઓ રોજબરોજના સંઘર્ષોનો અહેવાલ રજૂ કરે છે, ત્યારે કેટલીક એવી વાર્તાઓ પણ છે જે ગ્રામીણ ભારતમાં મહિલાઓની પ્રસંગોપાત નાની જીતોનું દસ્તાવેજીકરણ કરે છે.
આ શ્રેણી વિશે વધુ જાણવા માટે, તમે નીચેનો વીડિઓ જોઈ શકો છો અને આખી શ્રેણી અહીં વાંચી શકો છો .
ગ્રામીણ ભારતની કિશોરવયની છોકરીઓ અને યુવતીઓના વિષયનો પારી અને કાઉન્ટરમીડિયા ટ્રસ્ટનો રાષ્ટ્રવ્યાપી પત્રકારિત્વનો પ્રોજેક્ટ એ પોપ્યુલેશન ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાની સહાયથી શરૂ કરાયેલો છે જેના અંતર્ગત આ ખૂબ મહત્વના તેમજ વંચિત સમુદાયોની સ્થિતિને તેમના અવાજમાં અને તેમના રોજબરોજના અનુભવોના સંદર્ભમાં સમજવાનો પ્રયાસ થઇ રહ્યો છે.
અનુવાદક: ફૈઝ મોહંમદ