સ્ત્રી તેના પ્રિયતમથી દૂર રહી રહી પ્રિયતમની પડખે રહેવાની ઇચ્છા રાખે છે. અને હૃદયમાં, તેના માટે સાત સમંદર પાર કરવા તૈયાર છે, . પણ એ ઈચ્છા ફળીભૂત થાય ત્યાં સુધી શું - એની એક વિનંતી આ ગીતમાં છે:

કુંજલ ન માર વીરા કુંજલ ન માર , હી કુંજલ વેધી દરિયા પાર

નાયિકા નથી ઈચ્છતી કે એનો પ્રિયતમ એને ભૂલી જાય. એ તો કુંજ પક્ષીને મારવા જેવું પાપ થાય. કુંજ પક્ષી એ દર શિયાળામાં દૂરના સાઇબિરીયાથી કચ્છના શુષ્ક ઘાસના મેદાનોમાં ઊડી આવતા ડેમોઇસેલ ક્રેનનું સ્થાનિક નામ છે. આ પક્ષી જેની સાથે નાયિકા એક તાદાત્મ્ય અનુભવે છે એ કચ્છી લોક સંસ્કૃતિમાં એક પરિચિત, ખૂબ પ્રિય પક્ષી છે, જેનો ઘણો આદર થાય છે. અને કદાચ એટલે જ આટલી સહજતાથી એ સ્ત્રી પાત્રોની દુનિયામાં  પ્રવેશે છે, ક્યારેક એક મિત્ર, ક્યારેક વિશ્વાસુ સલાહકાર તરીકે, તો ક્યારેક એની ઓળખ અને આકાંક્ષાઓના રૂપક તરીકે પણ.

પ્રિયતમ એને વિશ્વાસ આપાવવા કરી શું શકે?  તો એ કહે છે કે એ એને માટે દાગીના ઘડાવી શકે- એક નાકની નથણી, વીંટી, એક ગળાનો હાર, પાયલની જોડી, ટીલડી અને આંગળીઓના મુઠીયા. અને દરેક પર એમના યુગ્મની ઉજવણી કરવા માટે કોતરાવે કુંજલ પક્ષીઓની એક જોડી. મુન્દ્રા તાલુકાના જુમા વાઘેરે સુંદર રીતે રજૂ કરેલું આ ગીત આ શ્રેણીમાં જોવા મળતા ‘પક્ષીવિષયક લોકગીતો’ પૈકીનો બીજો સુંદર નમૂનો છે.

ભદ્રેસરના જુમા વાઘેર દ્વારા ગવાયેલ લોકગીત સાંભળો

કરછી

કુંજલ ન માર વીરા કુંજલ ન માર, હી કુંજલ વેધી દરિયા પાર
કડલાર રે ઘડાય દે વીરા કડલા ઘડાય દે, કાભીયે જે જોડ તે કુંજ કે વીરાય
કુંજલ ન માર વીરા કુંજલ ન માર, હી કુંજલ વેધી દરિયા પાર
મુઠીયા રે ઘડાય દે વીરા મુઠીયા રે ઘડાય, બગલીયે જે જોડ તે કુંજ કે વીરાય
કુંજલ ન માર વીરા કુંજલ ન માર, હી કુંજલ વેધી દરિયા પાર
હારલો ઘડાય દે વીરા હારલો ઘડાય, દાણીએ જે જોડ તે કુંજ કે વીરાય
ન માર વીરા કુંજલ ન માર, હી કુંજલ વેધી દરિયા પાર
નથડી ઘડાય દે વીરા નથડી ઘડાય, ટીલડી જી જોડ તે કુંજ કે વીરાય
કુંજલ ન માર વીરા કુંજલ ન માર, હી કુંજલ વેધી દરિયા પાર
કુંજલ ન માર વીરા કુંજલ ન માર, હી કુંજલ વેધી દરિયા પાર

ગુજરાતી

કુંજલ ન મારજે, ભાઈ કુંજલ ન માર, આ કુંજલ જાશે દરિયાની પાર
કડલા ઘડાવી દે ભાઈ  કડલા ઘડાવી દે, ઝાંઝર પર જોડ એક કુંજની બેસાડ
કુંજલ ન મારજે, ભાઈ કુંજલ ન માર, આ કુંજલ જાશે દરિયાની પાર
મુઠીયા ઘડાવી દે ભાઈ મુઠીયા ઘડાવી દે, બંગડીયે જોડ એક કુંજની બેસાડ
કુંજલ ન મારજે, ભાઈ કુંજલ ન માર, આ કુંજલ જાશે દરિયાની પાર
હાર ઘડાવી દે ભાઈ  હાર ઘડાવી દે, ડોકના હાર પર જોડ એક કુંજની બેસાડ
કુંજલ ન મારજે, ભાઈ કુંજલ ન માર, આ કુંજલ જાશે દરિયાની પાર
નથણી ઘડાવી દે ભાઈ  નથણી ઘડાવી દે, ટીલડી પર જોડ એક કુંજની બેસાડ
કુંજલ ન મારજે, ભાઈ કુંજલ ન માર, આ કુંજલ જાશે દરિયાની પાર
કુંજલ ન મારજે, ભાઈ કુંજલ ન માર, આ કુંજલ જાશે દરિયાની પાર

PHOTO • Priyanka Borar

ગીતનો પ્રકાર : પરંપરાગત લોકગીત

ગીતગુચ્છ : પ્રેમ અને ઝંખના ના ગીતો

ગીત : 12

ગીતનું શીર્ષક : કુંજલ ન માર વીરા કુંજલ ન માર

સંગીતકારઃ દેવલ મહેતા

ગાયક : ભદ્રેસરના જુમા વાઘેર

વાજીંત્રો : ડ્રમ, હાર્મોનિયમ, બાન્જો

રેકોર્ડિંગનું વર્ષ : 2012, KMVS સ્ટુડિયો

લોકસમુદાય સંચાલિત રેડિયો , સૂરવાણી દ્વારા રેકોર્ડ કરાયેલા 341 ગીતો કચ્છ મહિલા વિકાસ સંગઠન (KMVS) દ્વારા પારી પાસે આવ્યા છે . રણના ગીતો: કચ્છી લોકગીતોનો સંગ્રહ

પ્રસ્તુતિમાં સમર્થન બદલ PARI પ્રીતિ સોની , અરુણા ધોળકિયા , સેક્રેટરી , KMVS, આમદ સમેજા , KMVS પ્રોજેક્ટ કોઓર્ડિનેટરનો તેમજ ગુજરાતી અનુવાદમાં એમની અમૂલ્ય મદદ બદલ ભારતીબેન ગોરનો ખાસ આભાર .

અનુવાદ: પ્રતિષ્ઠા પંડ્યા

Series Curator : Pratishtha Pandya

ਪ੍ਰਤਿਸ਼ਠਾ ਪਾਂਡਿਆ PARI ਵਿੱਚ ਇੱਕ ਸੀਨੀਅਰ ਸੰਪਾਦਕ ਹਨ ਜਿੱਥੇ ਉਹ PARI ਦੇ ਰਚਨਾਤਮਕ ਲੇਖਣ ਭਾਗ ਦੀ ਅਗਵਾਈ ਕਰਦੀ ਹਨ। ਉਹ ਪਾਰੀਭਾਸ਼ਾ ਟੀਮ ਦੀ ਮੈਂਬਰ ਵੀ ਹਨ ਅਤੇ ਗੁਜਰਾਤੀ ਵਿੱਚ ਕਹਾਣੀਆਂ ਦਾ ਅਨੁਵਾਦ ਅਤੇ ਸੰਪਾਦਨ ਵੀ ਕਰਦੀ ਹਨ। ਪ੍ਰਤਿਸ਼ਠਾ ਦੀਆਂ ਕਵਿਤਾਵਾਂ ਗੁਜਰਾਤੀ ਅਤੇ ਅੰਗਰੇਜ਼ੀ ਵਿੱਚ ਪ੍ਰਕਾਸ਼ਿਤ ਹੋ ਚੁੱਕਿਆਂ ਹਨ।

Other stories by Pratishtha Pandya
Illustration : Priyanka Borar

ਪ੍ਰਿਯੰਗਾ ਬੋਰਾਰ ਨਵੇਂ ਮੀਡਿਆ ਦੀ ਇੱਕ ਕਲਾਕਾਰ ਹਨ ਜੋ ਅਰਥ ਅਤੇ ਪ੍ਰਗਟਾਵੇ ਦੇ ਨਵੇਂ ਰੂਪਾਂ ਦੀ ਖੋਜ ਕਰਨ ਲਈ ਤਕਨੀਕ ਦੇ ਨਾਲ਼ ਪ੍ਰਯੋਗ ਕਰ ਰਹੀ ਹਨ। ਉਹ ਸਿੱਖਣ ਅਤੇ ਖੇਡ ਲਈ ਤਜਰਬਿਆਂ ਨੂੰ ਡਿਜਾਇਨ ਕਰਦੀ ਹਨ, ਇੰਟਰੈਕਟਿਵ ਮੀਡਿਆ ਦੇ ਨਾਲ਼ ਹੱਥ ਅਜਮਾਉਂਦੀ ਹਨ ਅਤੇ ਰਵਾਇਤੀ ਕਲਮ ਅਤੇ ਕਾਗਜ਼ ਦੇ ਨਾਲ਼ ਵੀ ਸਹਿਜ ਮਹਿਸੂਸ ਕਰਦੀ ਹਨ।

Other stories by Priyanka Borar