ચાંદી જેવી ચમકતી માછલીઓ પર મીઠાના દાણા નાખતાં વિસલાત્ચી કહે છે, "હું મારી બે દીકરીઓ માટે આવું જીવન નથી ઈચ્છતી." આ 43 વર્ષીય મહિલા તમિલનાડુના કિનારે આવેલા કુડ્ડલોર ઓલ્ડ ટાઉન હાર્બર પર 20 વર્ષ કરતાં વધુ સમયથી માછલીઓ સૂકવવાનું કામ કરી રહ્યાં છે.

તેઓ કહે છે, “હું એક ભૂમિહીન દલિત પરિવારમાં ઉછરી છું, અને ડાંગરની ખેતી કરતા મારા ખેતમજૂર માતા-પિતાને મદદ કરતી આવી છું. તેઓ ભણ્યાં ગણ્યાં ન હતાં." 15 વર્ષની ઉંમરે વિસલાત્ચીના લગ્ન શક્તિવેલ સાથે થયા હતા અને તેના બે વર્ષ પછી તેમની પ્રથમ પુત્રી શાલિનીનો જન્મ કુડ્ડલોર જિલ્લાના ભીમા રાવ નગર નામના એક નેસમાં થયો હતો.

ભીમા રાવ નગરમાં ખેતમજૂરીનું કામ ન મળતાં વિસલાત્ચી આજીવિકાની શોધમાં કુડ્ડલોર ઓલ્ડ ટાઉન હાર્બર પર આવ્યાં હતાં. 17 વર્ષની વયે તેઓ કમલાવેણીને મળ્યાં હતાં, જેમણે તેમને માછલી સૂકવવાનું શીખવ્યું હતું અને આ વ્યવસાય સાથે પરિચય કરાવ્યો હતો. ત્યારથી વિસલાત્ચી આ જ વેપાર સાથે જોડાયેલાં છે.

ખુલ્લામાં માછલી સૂકવવી એ માછલી પર કરાતી પ્રક્રિયાનું સૌથી જૂનું સ્વરૂપ છે અને તેમાં માછલી પર મીઠું લગાવવું, તેને શેકવી, તેનું અથાણું બનાવવું વગેરે જેવી પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે. કોચી સ્થિત સેન્ટ્રલ મરીન ફિશરીઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા 2016માં કરાયેલ મરીન ફિશરીઝ સેન્સસ મુજબ, કુડ્ડલોર જિલ્લામાં માછીમારીના વ્યવસાયમાં સક્રિય એવી 5,000થી વધુ મહિલાઓમાંથી આશરે 10 ટકા મહિલાઓ માછલીઓ સૂકવવામાં, તેમને અલગ પાડવામાં, અને તેની ચામડી ઉતારવાનું કામ કરે છે. મત્સ્યોદ્યોગ વિભાગ ના જણાવ્યા અનુસાર, 2020-2021માં તમિલનાડુમાં દરિયાઈ મત્સ્યઉદ્યોગ પ્રવૃત્તિઓમાં જોડાયેલ મહિલાઓની સંખ્યા લગભગ 2.6 લાખ હતી.

Visalatchi stands near the fish she has laid out to dry in the sun. Drying fish is the oldest form of fish processing and includes a range of activities such as salting, smoking, pickling and more
PHOTO • M. Palani Kumar

તેમણે તડકામાં સૂકવવા મૂકેલી માછલી પાસે ઊભેલાં વિસલાત્ચી. ખુલ્લામાં માછલી સૂકવવી એ માછલી પર કરાતી પ્રક્રિયાનું સૌથી જૂનું સ્વરૂપ છે અને તેમાં માછલી પર મીઠું લગાવવું, તેને શેકવી, તેનું અથાણું બનાવવું વગેરે જેવી પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે

Visalatchi throwing grains of salt on the fish. According to the Department of Fisheries, the number of women involved in marine fishery activities was estimated to be around 2.6 lakh in (2020-2021)
PHOTO • M. Palani Kumar
Fish drying at the Cuddalore Old Town harbour
PHOTO • M. Palani Kumar

ડાબે: માછલી પર મીઠાના દાણા ફેંકતાં વિસલાત્ચી. મત્સ્યોદ્યોગ વિભાગના જણાવ્યા અનુસાર, 2020-2021માં તમિલનાડુમાં દરિયાઈ મત્સ્યઉદ્યોગ પ્રવૃત્તિઓમાં જોડાયેલ મહિલાઓની સંખ્યા લગભગ 2.6 લાખ હતી. જમણે: કુડ્ડલોર ઓલ્ડ ટાઉન હાર્બર પર સૂકવવા મૂકેલી માછલીઓ

જ્યારે તેમણે આ કામની શરૂઆત કરી હતી, ત્યારે તેમનાં માર્ગદર્શક કમલાવેણી 40 વર્ષનાં હતાં અને તેઓ માછલીઓની હરાજી, વેચાણ અને સૂકવણી સહિતનો માછલીનો જામેલો વ્યવસાય ચલાવતા હતા. તેમના હેઠળ 20 મહિલા કારીગર કામ કરતી હતી, અને વિસલાત્ચી તેમાંનાં એક હતાં. તે એક અઘરું દૈનિક કામ હતું − જેમાં વિસલાત્ચીએ દરરોજ સવારે 4 વાગ્યે બંદરે પહોંચવું પડતું અને છેક સાંજે 6 વાગે ઘેર પરત ફરવા મળતું. તેમને આ કામ માટે નાસ્તા, ચા, અને ભોજન ઉપરાંત વેતન પેટે 200 રૂપિયા આપવામાં આવતા હતા.

*****

2004ની સુનામીના લીધે વિસલાત્ચીના જીવનમાં ધરખમ ફેરફારો આવ્યા. તેઓ કહે છે, “સુનામી પછી મારું દૈનિક વેતન વધીને 350 રૂપિયા થયું અને માછલીનું ઉત્પાદન પણ વધ્યું.”

રિંગ સીન ફિશિંગના વપરાશને કારણે મત્સ્ય ઉદ્યોગમાં ઝડપી વૃદ્ધિ જોવા મળી હતી, જે એકસાથે ઘણી માછલીઓ પકડવામાં મદદ કરે છે. રિંગ સીન એ સામાન્ય રીતે વપરાતું એક ઉપકરણ છે જેનો ઉપયોગ જાળીની આસપાસ કરવામાં આવે છે. તે એન્કોવીઝ, મેકરેલ અને ઓઇલ સારડીન જેવી માછલીઓને પકડવા માટે સૌથી વધુ અનુકૂળ છે. 1990ના દાયકાના અંત ભાગમાં કુડ્ડલોર જિલ્લામાં રિંગ સીન ખૂબ જ લોકપ્રિય બની હતી. વાંચો: વેણીની વારતા: 'એક સાહસિક સ્ત્રી'નું અવતરણ

વિસલાત્ચી યાદ કરીને કહે છે, “ત્યાં વધુ કામ, વધુ નફો, અને વધુ વેતન મળતું હતું. અમને કમલાવેણી હેઠળ કામ કરવું પસંદ હતું. તેઓ પોતે પણ દિવસભર કામ કરતાં હતાં − પછી ભલે તે હરાજી કરવાનું કામ હોય, માછલી વેચવાનું કામ હોય, કે કામદારોની દેખરેખ કરવાનું કામ હોય.”

વિસલાત્ચી એક વિશ્વાસુ કારીગર હતાં, અને જ્યારે તેઓ બહાર જતાં ત્યારે કમલાવેણી તેમને માછલી સૂકવવાના શેડની ચાવીઓ સોંપી દેતાં. વિસલાત્ચી કહે છે, “ત્યાં અમને એકે દીવસ રજા નહોતી મળતી, પરંતુ અમારી સાથે સન્માનપૂર્ણ વ્યવહાર કરવામાં આવતો હતો.”

જેમ જેમ માછલીના ભાવમાં વધારો થયો, તેમ તેમ જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ પણ વધ્યા. તેમના પતિ શક્તિવેલ પાણીની ટાંકીના સંચાલક તરીકે કામ કરતા હતા પરંતુ આ કામથી તેમને મળતું 300 રૂપિયાનું વેતન તેમના પરિવાર માટે પૂરતું ન હતું. આ દંપતીને હવે બે પુત્રીઓ હતી − શાલિની અને સૌમ્યા જેઓ શાળામાં ભણતાં હતાં. આથી પરિવારનો ગુજારો કરવો કઠીન થઈ ગયો હતો.

Visalatchi with one of her workers carrying freshly purchased fish. She paid  the workers a daily wage of Rs. 300 with lunch and tea
PHOTO • M. Palani Kumar

તેમના એક કામદાર સાથે તેમણે તાજી ખરીદેલી માછલી લઈને જતાં વિસલાત્ચી. તેઓ તે કામદારોને રોજના ખાવા−પીવા અને ચા−નાસ્તા સાથે 300 રૂપિયા વેતન ચૂકવે છે

Visalatchi inspecting her purchase of fresh fish;  3-4 kilos of fresh fish yield a kilo of dried fish
PHOTO • M. Palani Kumar

તેમની તાજી ખરીદેલી માછલીનું નિરીક્ષણ કરતાં વિસલાત્ચી; 3-4 કિલો તાજી માછલીમાંથી એક કિલો સૂકી માછલી મળે છે

વિસલાત્ચી તેમણે પોતાનો વેપાર કેમ ચાલું કર્યો તે સમજાવતાં કહે છે, “જો કે, મને કમલાવેણી ખૂબ પસંદ હતી, પણ ત્યાં ગમે તેટલો નફો થાય તો પણ મને ફક્ત દૈનીક વેતન જ મળતું હતું.”

આ સમયની આસપાસ, વિસલાત્ચીએ માછલીને સૂકવીને પોતાની જાતે વેચવાના ઉદ્દેશ્યથી માછલીની ખરીદી કરી. જ્યારે મુસાફરી કરી રહેલાં કમલાવેણીને વિસલાત્ચીના સ્વતંત્ર વેપાર કરવાના પ્રયાસો વિષે જાણ થઈ, ત્યારે તેમણે વિસલાત્ચી છેલ્લા 12 વર્ષથી જે કામ કરી રહ્યાં હતાં તે નોકરીમાંથી કાઢી મૂક્યાં.

હવે તેમને તેમની દીકરીઓની વાર્ષિક 6,000 ફી ભરવી પોસાય તેમ ન હતી. તેમનો પરિવાર સંઘર્ષ કરી રહ્યો હતો.

એક મહિના પછી, તેઓ માછલીના વેપારી કુપ્પમાણિક્કમને મળ્યાં, જેમણે તેમને બંદર પર પાછા ફરવાનું કહ્યું. તેમણે વિસલાત્ચીને માછલી સૂકવવા એક ટોપલું અને તેને રાખવા માટે તેમના શેડમાં મફતમાં થોડી જગ્યા આપી. પરંતુ તેમાંથી પૂરતી કમાણી થતી ન હતી.

વિસલાત્ચીએ 2010માં આ વ્યવસાયમાં જંપલાવવાનું નક્કી કર્યું. તેમણે એક અઠવાડિયા માટે એક સ્થાનિક હોડીવાળા પાસેથી 2,000 રૂપિયાની માછલી ‘ઉધાર’ લઈને વેપાર કરવાની શરૂઆત કરી. પણ આ કામમાં તેમણે સખત મહેનત કરવી પડી હતી − તેમણે માછલી ખરીદવા માટે સવારે 3 વાગ્યે બંદર પર પહોંચી જવું પડતું અને તેને સૂકવીને અને વેચીને છેક રાત્રે 8 વાગે ઘેર પરત ફરવા મળતું. વિસલાત્ચીએ મહિલા સ્વ-સહાય જૂથ (એસ.એચ.જી.) પાસેથી 40 ટકાથી વધુ વાર્ષિક વ્યાજ પર 30,000 રૂપિયાની લોન લીધી, જેને તેમણે બે વર્ષમાં ચૂકવવાની હતી. એસ.એચ.જી.ના વ્યાજદરો ઊંચા હોવા છતાં, તે ખાનગી શાહુકારો કરતાં તો ઓછા જ હતા.

આગળ જતાં તેમને કુપ્પમાણિક્કમ સાથે પણ મતભેદો થયા, જેમના શેડનો ઉપયોગ તેઓ માછલી સૂકવવા માટે કરતાં હતાં. તેઓ આ વિષે ચોખવટ કરે છે, “તે બધા નાણાકીય બાબતોને લગતા તફાવતો હતા. અને તેમણે મને કેટલી મદદ કરી છે તે યાદ કરાવવાનો તેઓ એક પણ મોકો ચૂકતા નહીં.” આ પછી વિસલાત્ચીએ સૂકી માછલી રાખવા માટે મહિને 1,000 રૂપિયાના ભાડા પેટે પોતાનો શેડ ભાડે આપવાનું નક્કી કર્યું.

Visalatchi brings a box  (left) from her shed to collect the dried fish. Resting with two hired labourers (right) after lunch. After the Tamil Nadu government enforced a ban on ring seine fishing in 2020, her earnings declined steeply and she had to let go her workers
PHOTO • M. Palani Kumar
Visalatchi brings a box  (left) from her shed to collect the dried fish. Resting with two hired labourers (right) after lunch. After the Tamil Nadu government enforced a ban on ring seine fishing in 2020, her earnings declined steeply and she had to let go her workers
PHOTO • M. Palani Kumar

વિસલાત્ચી સૂકી માછલી એકઠી કરવા માટે તેમના શેડમાંથી એક ખોખું (ડાબે) લાવે છે. બપોરના ભોજન પછી બે ભાડે રાખેલા મજૂરો (જમણે) સાથે આરામ કરતાં વિસલાત્ચી. તમિલનાડુ સરકારે 2020માં રિંગ સીન ફિશિંગ પર પ્રતિબંધ લાગુ કર્યા પછી, તેમની કમાણીમાં ધરખમ ઘટાડો નોંધાયો છે અને તેમણે નોકરીએ રાખેલા કામદારોને છૂટા કરી દેવા પડ્યા છે

Visalatchi and her husband Sakthivel (standing) and a worker cleaning and drying fish
PHOTO • M. Palani Kumar
As evening approaches, Sakthivel collects the drying fish
PHOTO • M. Palani Kumar

ડાબે: વિસલાત્ચી અને તેમના પતિ શક્તિવેલ (ઊભા) અને માછલી સાફ કરીને તેને સૂકવતો તેમનો એક કામદાર. જમણે: સાંજ થવાની તૈયારી હોવાથી, શક્તિવેલ સૂકાઈ રહેલી માછલીઓ એકઠી કરે છે

તેમણે પોતાનો અલગ વેપાર કર્યો અને સાહસ કર્યું તે માટે, વિસલાત્ચીને તેમની આસપાસના લોકો તરફથી વારંવાર ગાળો સાંભળવી પડતી હતી. કુડ્ડલોરમાં, પટ્ટનવર અને પર્વદરાજાકુળમ સમુદાયો કે જેઓ સૌથી પછાત વર્ગો (એમ.બી.સી.) થી સંબંધિત છે તેઓ માછીમારીના વેપાર પર પ્રભુત્વ ધરાવે છે, જ્યારે વિસલાત્ચી દલિત સમુદાયનાં છે. વિસલાત્ચી કહે છે, “માછીમાર સમુદાયને લાગતું હતું કે મને બંદરમાં કામ કરવાની રજા આપીને અને મારો પોતાનો વ્યવસાય ચલાવવાની મંજૂરી આપીને તેઓ જાણે મારા પર ઉપકાર કરી રહ્યા છે. તેઓ તેમને મન ફાવે તેમ બોલે છે અને આનાથી મારી લાગણી દુભાય છે.”

જો કે માછલીઓ સૂકવવાનું કામ તેમણે એકલાંએ શરૂ કર્યું હતું, પણ તેમના પતિ પણ તેમને મદદ કરે છે. જેમ જેમ ધંધો મોટો થવા લાગ્યો, તેમ તેમ વિસલાત્ચીએ બે મહિલા મજૂરોને કામે રાખી અને ખાવા−પીવા અને ચા−નાસ્તા સહિત તેમને રોજનું 300 રૂપિયા વેતન આપ્યું. તે મહિલાઓનું કામ માછલીઓને પેક કરવાનું અને તેમને સૂકવવા માટે બહાર મૂકવાનું હતું. તેમણે માછલીઓ પર મીઠું નાખવા માટે અને નાના મોટા કામ કરવા માટે રોજના 300 રૂપિયા મજૂરી પર એક છોકરાને પણ નોકરીએ રાખ્યો છે.

રિંગ સીન ઉપકરણનો ઉપયોગ કરતા માછીમારો પાસેથી વિપુલ પ્રમાણમાં માછલી મળી રહેતી હોવાથી, વિસલાત્ચી દર અઠવાડિયે 8000−10,000 રૂપિયા કમાણી કરી શકતાં હતાં.

તેઓ તેમની નાની દીકરી સૌમ્યાને એક નર્સિંગ કોર્સમાં દાખલ કરી શક્યાં હતાં અને મોટી દીકરી શાલિની રસાયણશાસ્ત્રમાં સ્નાતકનો અભ્યાસ કરી શકી હતી. તેમના આ કામથી થયેલ કમાણીથી બન્ને દીકરીઓના લગ્ન પણ કરી શકાયાં.

*****

વિસલાત્ચી અને અન્ય લોકોએ રિંગ સીન ફિશિંગમાંથી ફાયદો ઉઠાવ્યો તો છે, પરંતુ જીવવિજ્ઞાનીઓ અને વૈજ્ઞાનિકોના મતે માછલીના જથ્થામાં ઘટાડો થવા પાછળનું કારણ તે જ છે, અને તેથી આ પ્રથા પર પ્રતિબંધ મુકવા માટે લાંબા સમયથી સંઘર્ષ ચાલી રહ્યો છે. જો કે પર્સ સીન જાળીનો ઉપયોગ કે જેમાં રિંગ સીનનો સમાવેશ થાય છે તે 2000થી ગેરકાયદેસર છે, તેમ છતાં, 2020ના તમિલનાડુ સરકારનો માછલી પકડવા માટે મોટી જાળીના ઉપયોગ પર પ્રતિબંધ મૂકતો આદેશ જારી થયો ત્યાં સુધી આ કાયદો ક્યારેય કડક રીતે લાગુ કરવામાં આવ્યો ન હતો.

Visalatchi placing the salted fish in a box to be taken to the drying area
PHOTO • M. Palani Kumar

વિસલાત્ચી મીઠું ચડાવેલી માછલીને એક ખોખામાં મૂકીને સૂકવણી માટેના વિસ્તારમાં લઈ જાય છે

A boy helping Visalatchi to salt the fish
PHOTO • M. Palani Kumar

વિસલાત્ચીને માછલીને મીઠું લગાવવામાં મદદ કરતો એક છોકરો

પ્રતિબંધને કારણે માત્ર તેમની પોતાની જ નહીં, પરંતુ માછીમારી સમુદાયમાં લગભગ બધાંને નુકસાન થયું હોવાની વાત કરતાં વિસલાત્ચી કહે છે, “અમે બધાએ સારી કમાણી કરી હતી, પણ હવે માંડ અમારા પેટનો ખાડો ભરી રહ્યા છે.” તેઓ હવે રિંગ સીન હોડીના માલિકો પાસેથી માછલી ખરીદી શકતાં નથી, જેઓ ક્ષતિગ્રસ્ત અને બચેલી માછલીઓ તેમને ઓછી કિંમતે વેચતા હતા.

તેના બદલે, હવે માછલીઓને ઊંચા ભાવે વેચતા ટ્રોલર બોટવાળા વેપારીઓ જ વિસલાત્ચીનો માછલીઓ ખરીદવાનો એકમાત્ર સ્રોત બની ગયા છે. જ્યારે માછલીના પ્રજનનના સમયગાળા દરમિયાન એપ્રિલ-જૂનના મધ્યમાં ટ્રોલર બોટ કામગીરી બંધ કરે છે, ત્યારે વિસલાત્ચીએ ફાઇબર બોટની શોધ કરવી પડે છે જે તેમના કરતાં પણ ઊંચા દરે તાજી માછલી વેચે છે.

જ્યારે મોસમ સારું હોય અને માછલી ઉપલબ્ધ હોય ત્યારે તેઓ અઠવાડિયામાં લગભગ 4,000−5,000 રૂપિયા કમાણી કરે છે. આ કામમાં સિલ્વર બેલી (કરાઈ) અને ટ્રેવલી (પારાઈ) જેવી સસ્તી માછલીઓને સૂકવવાનો પણ સમાવેશ થાય છે. સૂકવેલી સિલ્વર બેલીના એક કિલોનો ભાવ 150−200 રૂપિયા હોય છે, જ્યારે ટ્રેવલીના કિલો દીઠ 200−300 રૂપિયા મળી શકે છે. લગભગ એક કિલો સૂકી માછલી મેળવવા માટે વિસલાત્ચીને 3-4 કિલો તાજી માછલીની જરૂર પડે છે. સિલ્વર બેલી અને ટ્રેવલીની તાજી માછલીની એક કિલોની કિંમત અનુક્રમે 30 રૂપિયાથી 70 રૂપિયા હોય છે.

પોતાની પરિસ્થિતિનો સારાંશ આપતાં તેઓ કહે છે, “અમે જે વસ્તુ 120 રૂપિયામાં ખરીદીએ છીએ, તેને અમે 150 રૂપિયામાં વેચી શકીએ છીએ, પરંતુ તે સૂકી માછલી કેટલા પ્રમાણમાં બજારમાં આવે છે તેના પર નિર્ભર છે. અમુક દિવસે અમે નફો કરીએ છીએ, અમુક દિવસે અમારે નુકસાન વેઠવું પડે છે.”

અઠવાડિયામાં એકવાર, તેઓ માછલીને બે ડ્રાયફિશ બજારમાં − એક કુડ્ડલોરમાં અને બીજું પડોશી નાગાપટ્ટિનમ જિલ્લામાં − લઈ જવા માટે એક વાહન ભાડે રાખે છે. આશરે 30 કિલો વજનની સૂકી માછલીના દરેક ખોખાના પરિવહન માટે 20 રૂપિયા ખર્ચ થાય છે. તેઓ દર મહિને લગભગ 20 ખોખાં બનાવવાનો પ્રયાસ કરે છે.

Visalatchi at home, relaxing at the end of a long day. Her leisure time though is limited with longer working hours
PHOTO • M. Palani Kumar
Visalatchi at home, relaxing at the end of a long day. Her leisure time though is limited with longer working hours
PHOTO • M. Palani Kumar

તેમના ઘેર એક લાંબા દિવસના અંતે આરામ કરતાં વિસલાત્ચી. તેમણે લાંબા સમય સુધી કામ કરવું પડતું હોવાથી તેમને નવરાશ માટે ખૂબ ઓછો સમય મળે છે

Visalatchi and Sakthivel standing outside their home (right). Sakthivel has been helping her with the business. Visalatchi is happy that  she could educate and pay for the marriages of her two daughters. However, she now faces mounting debts
PHOTO • M. Palani Kumar
PHOTO • M. Palani Kumar

તેમના ઘરની બહાર ઊભેલાં વિસલાત્ચી અને શક્તિવેલ (જમણે). શક્તિવેલ તેમને આ વેપારમાં મદદ કરી રહ્યા છે. શક્તિવેલ એ બાબતથી ખૂશ છે કે તેમના વેપારથી તેઓ તેમની બે દીકરીઓના લગ્ન અને શિક્ષણ માટેનો ખર્ચ ચૂકવી શક્યાં છે. જો કે, તેમણે હવે વધતા જતા દેવાનો સામનો કરવો પડી રહ્યો છે

રિંગ સીન ફિશિંગ પર પ્રતિબંધને કારણે માછલી ખરીદવાના વધતા ભાવ, મીઠાના ભાવમાં થયેલ વધારો, પરિવહન અને માછલીને પેક કરવા માટેની થેલીનો ખર્ચ, આ બધાના લીધે તેમના ખર્ચમાં વધારો થયો છે. આ ઉપરાંત, તેઓ કામદારોને 300 રૂપિયા મજૂરી ચૂકવતાં હતાં તેમાં પણ વધારો થયો છે અને હવે તેમણે 350 રૂપિયા મજૂરી ચૂકવવી પડી રહી છે.

આ સાથે, સૂકી માછલીના ભાવમાં તેજી રહી નથી અને વિસલાત્ચી એપ્રિલ 2022માં 80,000 રૂપિયાના દેવામાં ડૂબેલાં હતાં. આમાં તેમણે હોડીના માલિકને તાજી માછલી ખરીદવા માટે આપવાના 60,000 રૂપીયા અને તેમણે સ્વ−સહાય જૂથ પાસેથી લીધેલ ઉધારનો પણ સમાવેશ થાય છે.

ઓગસ્ટ 2022 સુધીમાં, વિસલાત્ચીએ તેમના કામદારોને છૂટા કરવાની અને તેમના વ્યવસાયનું કદ નાનું કરવાની ફરજ પડી હતી. તેઓ કહે છે, “હું હવે માછલીને જાતે મીઠું લગાવું છું. મારા પતિ અને હું પ્રસંગોપાત થોડી મદદ લઈને વેપાર આગળ વધારીએ છીએ. અમને દરરોજ ફક્ત ચાર કલાક જ આરામ મળે છે.”

વિસલાત્ચીને એકમાત્ર આશ્વાસન એ છે કે તે આનાથી તેઓ તેમની દીકરીઓ 26 વર્ષીય શાલિની, અને 23 વર્ષીય સૌમ્યાને ભણાવી શક્યાં છે. પરંતુ તેમના નસીબમાં તાજેતરમાં આવેલી મંદીથી તેમની ચિંતામાં વધારો થયો છે.

તેઓ કહે છે, “હવે એક કટોકટી છે અને હું દેવામાં ગરકાવ થઈ ગઈ છું.”

જાન્યુઆરી 2023માં, સુપ્રીમ કોર્ટે અમુક નિયમો અને શરતોને આધીન, મર્યાદિત રીતે પર્સ સીન ફિશિંગની પરવાનગી આપવાથી તેમને રાહત મળી હતી . આનાથી તેમનું નસીબ પુનર્જીવિત થશે કે કેમ તે અંગે વિસલાત્ચીને શંકા છે.

વીડિયો જુઓ: કુડ્ડલોર ફિશિંગ હાર્બર પર વિવિધ ભૂમિકાઓ ભજવતી મહિલાઓ

દિવ્યાવુદ્રનના સમર્થન સહ

અનુવાદક: ફૈઝ મોહંમદ

Text : Nitya Rao

ਨਿਤਯਾ ਰਾਓ, ਯੂਕੇ ਦੇ ਨੋਰਵਿਚ ਵਿਖੇ ਸਥਿਤ ਯੂਨੀਵਰਸਿਟੀ ਆਫ਼ ਈਸਟ ਅੰਗਲਿਆ ਵਿੱਚ ਜੈਂਡਰ ਐਂਡ ਡਿਵਲਪਮੈਂਟ ਦੀ ਪ੍ਰੋਫ਼ੈਸਰ ਹਨ। ਉਨ੍ਹਾਂ ਨੇ ਪਿਛਲੇ ਤਿੰਨ ਦਹਾਕਿਆਂ ਤੋਂ ਵੱਧ ਸਮੇਂ ਤੋਂ, ਔਰਤਾਂ ਦੇ ਅਧਿਕਾਰਾਂ, ਰੁਜ਼ਗਾਰ ਅਤੇ ਸਿੱਖਿਆ ਦੇ ਖੇਤਰ ਵਿੱਚ ਇੱਕ ਖ਼ੋਜਾਰਥੀ, ਅਧਿਆਪਕ ਅਤੇ ਵਕੀਲ ਵਜੋਂ ਵਿਆਪਕ ਤੌਰ 'ਤੇ ਕੰਮ ਕੀਤਾ ਹੈ।

Other stories by Nitya Rao
Photographs : M. Palani Kumar

ਐੱਮ. ਪਲਾਨੀ ਕੁਮਾਰ ਪੀਪਲਜ਼ ਆਰਕਾਈਵ ਆਫ਼ ਰੂਰਲ ਇੰਡੀਆ ਦੇ ਸਟਾਫ਼ ਫ਼ੋਟੋਗ੍ਰਾਫ਼ਰ ਹਨ। ਉਹ ਮਜ਼ਦੂਰ-ਸ਼੍ਰੇਣੀ ਦੀਆਂ ਔਰਤਾਂ ਅਤੇ ਹਾਸ਼ੀਏ 'ਤੇ ਪਏ ਲੋਕਾਂ ਦੇ ਜੀਵਨ ਨੂੰ ਦਸਤਾਵੇਜ਼ੀ ਰੂਪ ਦੇਣ ਵਿੱਚ ਦਿਲਚਸਪੀ ਰੱਖਦੇ ਹਨ। ਪਲਾਨੀ ਨੂੰ 2021 ਵਿੱਚ ਐਂਪਲੀਫਾਈ ਗ੍ਰਾਂਟ ਅਤੇ 2020 ਵਿੱਚ ਸਮਯਕ ਦ੍ਰਿਸ਼ਟੀ ਅਤੇ ਫ਼ੋਟੋ ਸਾਊਥ ਏਸ਼ੀਆ ਗ੍ਰਾਂਟ ਮਿਲ਼ੀ ਹੈ। ਉਨ੍ਹਾਂ ਨੂੰ 2022 ਵਿੱਚ ਪਹਿਲਾ ਦਯਾਨੀਤਾ ਸਿੰਘ-ਪਾਰੀ ਦਸਤਾਵੇਜ਼ੀ ਫੋਟੋਗ੍ਰਾਫ਼ੀ ਪੁਰਸਕਾਰ ਵੀ ਮਿਲ਼ਿਆ। ਪਲਾਨੀ ਤਾਮਿਲਨਾਡੂ ਵਿੱਚ ਹੱਥੀਂ ਮੈਲ਼ਾ ਢੋਹਣ ਦੀ ਪ੍ਰਥਾ ਦਾ ਪਰਦਾਫਾਸ਼ ਕਰਨ ਵਾਲ਼ੀ ਤਾਮਿਲ (ਭਾਸ਼ਾ ਦੀ) ਦਸਤਾਵੇਜ਼ੀ ਫ਼ਿਲਮ 'ਕਾਕੂਸ' (ਟਾਇਲਟ) ਦੇ ਸਿਨੇਮੈਟੋਗ੍ਰਾਫ਼ਰ ਵੀ ਸਨ।

Other stories by M. Palani Kumar
Editor : Urvashi Sarkar

ਉਰਵਸ਼ੀ ਸਰਕਾਰ ਇੱਕ ਸੁਤੰਤਰ ਪੱਤਰਕਾਰ ਅਤੇ 2016 ਦੀ ਪਾਰੀ ਫੈਲੋ ਹਨ।

Other stories by Urvashi Sarkar
Translator : Faiz Mohammad

Faiz Mohammad has done M. Tech in Power Electronics Engineering. He is interested in Technology and Languages.

Other stories by Faiz Mohammad