એમ. માધન ૬૦ ફિટ ઊંચા વૃક્ષ ઉપર ચડીને ત્યાં જોખમકારક રીતે બેસીને મધ એકત્રિત કરવું, મુદુમાલાઇના ઘટ્ટ વનમાં જંગલી હાથીઓની આસપાસ કામ કરવું, અને શિકારની શોધ માં કાયમ ફરતા આશરે ૬૫ વાઘ વાળા ભયંકર જંગલમાં રહેવું ખૂબ જાણે છે.
આમાંથી કશાથી પણ તે ભયભીત નથી થયા. જ્યારે અમે તેમને પૂછ્યું કે તેમણે કેટલા વાઘ જોયા છે તો તે હસીને કહે છે “મેં ગણતરી બંધ કરી દીધી!”
પરંતુ એક અલગ પ્રકારના છૂપા સંકટની હવે તેમને ચિંતા છે. માધન અને મુધનુમલાઈ ટાઇગર રિઝર્વના મધ્યવર્તિ ક્ષેત્રમાં ૯૦ જેટલા પરિવારોની સાત વસાહતોમાંથી એક વસાહત બેન્નેના અન્ય રહેવાસીઓએ, ટૂંક સમયમાં જ તેમના પૂર્વજોના ઘર અને જમીન છોડવી પડી શકે છે.
માધન અમને જંગલમાં તેમની ઘરવખરી દેખાડે છે. કાદવ અને પરાળની ઘાસ વાળા છાપરાથી બનેલ તેમના પરિવારના ઘરની બાજુમાં દેવી મરિયમ્માનું એક મંદિર છે, અને વૃક્ષોના ઝાડી-ઝાંખરા થી ઢંકાએલ કબ્રસ્તાન છે જ્યાં તેના પૂર્વજોની પેઢીઓ દફન છે. ખીણમાંથી પસાર થતા પાણીના નાના પ્રવાહ અને ભૂખ્યા પ્રાણીઓથી બચાવવા માટે કાંટાળા ઝાડવાથી ઘેરાયેલા તેમના પરિવારના શાકભાજી વાવવાના વગડા તરફ તેઓ ધ્યાન દોરતા તેઓ કહે છે, કે “આ અમારું ઘર છે”.
બન્ને, મુદુમલાઇ ટાઇગર રિઝર્વના મધ્યવર્તિ ક્ષેત્રમાંના સાત ગામો (વન વિભાગના દસ્તાવેજોમાં નોંધ છે) પૈકી એક છે. આ ગામોના બધા રહેવાસીઓ કટુનાયકન અને પનિયાન આદિવાસી સમુદાયોમાંથી છે. ૨૦૦૭માં તામિલનાડુના જંગલોમાંના ૬૮૮ ચોરસ કિલોમીટરના ટાઈગર રિજર્વને વાઘના જોખમી નિવાસસ્થાન તરીકે સૂચિત કરાયું હતું. અને ૨૦૧૩માં વન વિભાગે જંગલની બહાર સ્થળાંતર કરવા રાજી થતા લોકોને રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ સત્તામંડળની (એનટીસીએ) રૂ. ૧૦ લાખ આપવાની રજુવાત કરવાનું કામ સક્રિયતા સાથે શરૂ કરી દીધું હતું. ૨૦૦૬માં કરાયેલ સુધારા પ્રમાણે, એનટીસીએના સ્થળાન્તર કાર્યક્રમ હેઠળ ‘વાઘ સંરક્ષણને મજબૂત બનાવી”, લોકોને નાણાકીય વળતર આપવામાં આવે છે.
બેન્નેના રહેવાસીઓએ પ્રસ્તાવ ઉપર વિચાર કરીને નિર્ણય કર્યો કે તેઓ, તેમના મંદિરો અને કબ્રસ્તાનોની કોઈ પણ પ્રકારે છંછેડ્યા વગર, ત્યાંજ નજીકમાં જ રહેશે. જાન્યુઆરી ૧૭, ૨૦૧૬ના રોજ બેન્નેની ગ્રામ સભાના ૫૦ સભ્યોએ, એક બેઠકમાં સર્વાનુમતે બે ઠરાવો પર હસ્તાક્ષર કર્યા, જેમાં તમિલ ભાષામાં કહેવામાં આવ્યું છે કે, “બેન્નેના આદિવાસી ગામ બીજા કોઈ વિસ્તારમાં સ્થળાંતર કરશે નહીં. અમને ના બીજી જગ્યાની જરૂર છે ના પૈસાની.”
તેમને ૨૦૦૬ના વન અધિકાર અધિનિયમથી સમર્થન પણ હતો, જેમાં કહેવામાં આવ્યું કે પરંપરાગત વનવાસીઓને “જંગલની જમીનને રાખવાનો અને તેમાં રહેવાનો અધિકાર છે”. તે એ પણ સ્પષ્ટ કરે છે કે લોકોને તેમના રહેઠાણો અને ગામડાઓમાંથી સ્થળાંતર કરાવતા પહેલા, “પ્રસ્તાવિત સ્થળાંતર અને પેકેજ પર ગ્રામ સભાની સ્વતંત્ર સહમતી” લેખિતમાં મેળવવી આવશ્યક છે.
પરંતુ ગ્રામસભાના ઠરાવના એક વર્ષ પછી, માધનના પરિવારે, બેન્નેના અન્ય ૪૪ કટ્ટુનાયકન આદિવાસી પરિવારો સાથે, તેમનો વિચાર બદલીને ૧૦ લાખનો સ્થળાંતર પેકેજ સ્વીકાર કરી લીધો. માધને ઓક્ટોમ્બર ૨૦૧૯માં મને કહ્યું હતું, કે “અમને કોઈ વિકલ્પ આપવામાં આવ્યો ન હતો. વન અધિકારી અમારી વ્યક્તિગત મુલાકાત કરતો અને ફરી વિચાર કરવા માટે વિનંતી કરતો રહેતો. તેણે કહ્યું કે, જો અમે અત્યારે સ્થળાન્તર નહિ સ્વીકારીએ, તો પાછળથી અમને બળજબરીથી હાંકી કાઢવામાં આવશે અને અમને પૈસા પણ નહિ મળે.”
જૂન ૨૦૧૮માં, માધનના પરિવારને રૂ. ૭ લાખના સ્થળાન્તર માટેની રકમમાંથી પહેલા હપ્તા રૂપે રૂ. ૫.૫૦ લાખ મળ્યા. (એનટીસીએ માર્ગદર્શિકા પ્રમાણે જમીન ખરીદવા માટે શરૂઆતમાં ૭ લાખ રૂપિયા આપવામાં આવશે, અને બાકીના ત્રણ લાખ રૂપિયા ત્રણ વર્ષ પછી આપવામાં આવશે.) આ પૈસા તે જ દિવસે, રેન્જર દ્વારા રજૂ કરાયેલા જમીનદારને પૈસા ટ્રાન્સફર કરાયા, જેણે આ કુટુંબને તેના બન્નેની વસાહતથી એક કિલોમીટર દૂર ૫૦ સેન્ટ જમીન (અડધા એકર) આપવાની રજુઆત કરી હતી. તે નજર બચાવતા કહે છે, કે “હજી એક વર્ષથી વધુનો સમય થઈ ગયો છે અને મને જમીનની માલિકીનો હક મળ્યો નથી તેથી હું અહીથી ગયો નથી. મારી પાસે જમીન માલિકી નથી અને પૈસા પણ નથી”.
બેન્ને ગ્રામ સભાના ૪૦ વર્ષિય અધ્યક્ષ જી. અપ્પુ કહે છે, “વન અધિકારી, જમીન દલાલોને લાવીને, અમને સારી જમીન અને ઘર આપવાનું વચન આપતા, એક પછી એક અમને પ્રસ્તાવ સ્વીકાર કરી લેવા માટે તૈયાર કરે.” અપ્પુ એ તેમના સ્થળાન્તર પૈસાને ચાર અન્ય પરિવારો સાથે મળીને તેના સ્થળાન્તર પેકેજના રૂ. ૨૫ લાખ જમા કર્યા. તેઓ કહે છે, કે “તેઓએ (જમીનમાલિક, એડવોકેટ અને રેન્જર) અદાલત સામેના કાર્યાલયમાં પૈસા ટ્રાન્સફર કરવા માટે ચલણ ભર્યું, હવે તેઓ કહે છે કે તમને આગળ આવનાર બે હપ્તાની રકમ મળે તેમાંથી વધુ ૭૦૦૦૦/- રૂપિયા અમને આપો, તે પછી જ અમે તમને તમારી જમીનની માલિકીનો લખાણ આપીશું.”
તેમના હકથી વંચિત, અને કોઈપણ સમયે વિસ્થાપિત થવાનો ભય સાથે, માધન અને અપ્પુ આવકના પરંપરાગત સ્ત્રોત મેળવવા માટે પણ ઝઝૂમી રહ્યા છે. અપ્પુ કહે છે, કે “હું ઓષધીય પાંદડા, મધ, નેલીકાઈ [આંબળા], કપૂર અને અન્ય જંગલી વસ્તુઓનો સંગ્રહ કરતો, પણ હવે મને રોકી પ્રવેશબદ્ધ કરી દેવાય છે.” માધન આગળ કહે છે, “અમે વનમાં જઈએ, તો અમને મારવામાં આવે છે. જો કે અમે કોઈ નિયમ તોડી નથી રહ્યા.”
માધન અને અપુથી વિપરીત, ૨૦૧૮માં, તેમના પાડોશી કે. ઓનાતીએ બેન્નેના એક નવા ગામમાં (તેઓ તેને ‘નંબર એક’ તરીકે ઓળખે છે) સ્થળાન્તર કર્યું હતું, જે તેમની જૂની વસાહતથી આશરે એક કિલોમીટર દૂર હશે.
જ્યારે મેં મુલાકાત કરી, ત્યારે ઓનાથી, સિમેન્ટથી બનેલા બે ઓરડા વાળી ઇમારત, જેના કલરના પોપડા પડવા માંડ્યા છે અને દરવાજામાં તીરડો દેખાતા, એવા તેમના નવા ઘરની બહાર, વાંસના સોટા અને પ્લાસ્ટિકના ઓછાડના કામચલાઉ રસોડામાં તેના પરિવાર માટે સવારનું ભોજન રાંધી રહ્યા હતા. ઓનાથી કેટલીકવાર બાજુના ચાના બગીચામાં, કામના અભાવને કારણે, એક મજદૂર તરીકે, અથવા જાન્યુઆરી-ફેબ્રુઆરી માં કૉફી અને મરીના વાવેતરની ઋતુમાં દૈનિક ૧૫૦ રૂપિયાની કમાણી કરે છે.
ઓનાથી જેવા કટુનાયકન આદિવાસીઓ (તેઓની સંખ્યા તામિલનાડુમાં આશરે ૨૫૦૦ ની છે, નીલગિરિસ માં રાજ્ય સરકાર દ્વારા સંચાલિત આદિજાતિ સંશોધન કેન્દ્રના ભૂતપૂર્વ ડિરેક્ટર પ્રો.સી.આર. સત્યનારાયણ કહે છે), લાંબા સમયથી ટાઇગર રિઝર્વનો મધ્યવર્તિ ક્ષેત્રમાં કોફી અને મરીના નાના બગીચાઓમાં દૈનિક મજૂરી ઉપર કામ કરે છે. પરંતુ ૨૦૧૮ માં ઘણા બગીચાના માલિકોએ પણ સ્થળાન્તર પેકેજ સ્વીકારીને ચાલ્યા જવાથી, મજુરીના વિકલ્પો ઓછા થઈ ગયા છે.
ઓનાથી કહે છે, “હું એ વિચારીને અહીં આવી હતી કે અમને કેટલાક પૈસા (રૂ.૧૦ લાખ) મળશે, પરંતુ લગભગ બધું જ છીનવાઈ ગયું છે. છ લાખ રૂપિયા દલાલ અને વેચાણકર્તાઓને, જેમણે મને ૫૦ સેન્ટ જમીનનું વચન આપ્યું હતું. આ ઘર પાંચ સેન્ટ જમીન પર છે, અને બાકીના ૪૫ સેન્ટ ક્યાં છે તે મને ખબર નથી. મારી પાસે કાગળો નથી.” વન અધિકારીએ એક વકીલનો તેમને પરિચય કરાવ્યો હતો. “તેણે તેની ફિસ પેટે ૫૦૦૦૦ રૂપિયા લઈ લીધા, ઘર બનાવવા માટે મારે ૮૦૦૦૦ ખર્ચ કરવા પડ્યા. અને વીજળીના કનેક્શન માટે તેઓએ ૪૦૦૦૦ રૂપિયાનું ચૂકવવા કહ્યું.”
બેન્નેથી લગભગ ૩૦ કિલોમીટર પૂર્વમાં, નાગમપલ્લીની વસાહત છે. આ ટાઈગર રિજર્વના ૬ કિલોમીટર અંદર છે. ફેબ્રુઆરી ૨૦૧૮માં, ૩૨ વર્ષિય કમલાચી એમ., એક દૈનિક મજૂરી કરતા તેમના ૩૫ વર્ષિય પતિ માધવન, તેમના બાળકો, તેમના માતા-પિતા, એક વિધવા બહેન, અને તેમના બે બાળકો સાથે અહિયાંથી અભ્યારણની બહાર આવેલ મચિકોલી જતા રહ્યા હતા.
કમલાચીએ આ જગ્યા છોડી, ત્યારે તેમને ૧૦ લાખ રૂપિયાના વાયદા અને તેમની કેટલીક પાલતુ બકરીઓ પર તેમનું કામ ચાલી જવાની આશા હતી. બકરીઓની સંખ્યા તો વધી રહી છે પરંતુ તેમના સ્થળાન્તર વળતરના પૈસા જમા થયા પછી થોડીક જ મિનિટોમાં પાછા ખેંચી લેવામાં આવ્યા હતા. તેમની પાસબુકથી જાણવા મળે છે કે, ૨૮ નવેમ્બર, ૨૦૧૮ સુધી તેમને ૫.૭૩ લાખ રૂપીયા મળ્યા હતા અને તે જ દિવસે ૪.૭૩ લાખ રૂપિયા અડધો એકર જમીનની ચુકવણી રૂપે કોઈ “રોસમ્મા” નામે ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. જો કે, માલિકી હક સાબિત કરતાં દસ્તાવેજોની તેઓ હજી રાહ જુવે છે.
કમલાચી તેમના સમુદાયના શિક્ષિત લોકોમાંથી એક છે- કટ્ટુનાયકન આદિવાસીઓમાં સાક્ષરતા દર ૪૮ ટકા છે. તેમની પાસે ૧૨માં ધોરણનું સર્ટિફિકેટ છે, અને તેમણે શિક્ષક બનવાની તાલીમ પણ લીધેલી છે. (જો કે તે દૈનિક મજૂરી કરે છે). છતાંય, તેઓ ધમકીઓનો સામનો કરી ના શક્યા. “તેણે (વન અધિકારી) ચારે તરફ જઈને લોકોથી કહેવાનું શરૂ કરી દીધું કે તમારે અહિયાંથી નીકળવાનું છે, અને તમને વળતર ત્યારે જ મળશે, જ્યારે તમે અત્યારે નિકળશો, પાછળથી નહિ. અમે નાગમપલ્લીમાં પાંચ પેઢીઓથી વધારે સમયથી રહેતાં આવ્યા છિયે. તે જગ્યાને છોડતા સમયે અમને એવું લાગ્યું જાણે કોઈ મુસીબત આવી ગઈ હોય, જાણે અમે બધુ ખોઈ દીધું હોય.”
નાગમપલ્લીથી, બે અન્ય કટ્ટુનાયકન અને ૧૫ પનિયન પરિવારો પણ જમીન માલિકી હક વિના, કોઈ પણ સુવિધા રહિત ઘરોમાં જતાં રહ્યા. જેથી ૨ ઓક્ટોમ્બર, ૨૦૧૮માં, નાગમપલ્લી ગ્રામ સભાએ એક પ્રસ્તાવ પાસ કર્યો કે તેમાંથી કેટલાકને જમીની માલિકીના હક વગર, ઊંચા ભાવે જમીન વેચવામાં આવી હતી, અને તેમણે નિલગિરીના જિલ્લા કલેકટરને દખલગીરી કરી, તેમને પાણી, વીજળી, સડક અને કબ્રસ્તાનની જગ્યા જેવી સુવિધાઓ સાથે મકાન આપાવે તેવી વિનંતિ કરી છે.
કેટલાક મહિનાઓ પછી, જાન્યુઆરી ૨૦૧૯માં, આદિવાસી મુન્નેત્ર સંગમ (એએમએસ)ના શ્રીમદૂરાઇ કાર્યાલયમાં માધન, ઓનાતી, અને કમલાચીની ચિંતાઓ ઉપર ચર્ચા કરવામાં આવી. ગુડાલૂર સ્થિત આદિવાસીઓનો આ સંગઠન, ૧૯૮૬માં તેમના જમીન અને અધિકારોના મુદ્દાઓને મુજબૂતી આપવા સ્થપાયો હતો. ગુડાલૂર અને પંડાલૂર તાલુકામાં આના ૨૦૦૦૦થી વધારે સભ્યો છે. તેમણે ૨૬ જાન્યુઆરી ૨૦૧૯ માં રાષ્ટ્રય અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિ આયોગ, દિલ્લી, અધ્યક્ષને એક પત્ર લખ્યો હતો.
એએમેસના સચિવ, કે.ટી.સુબ્રમણ્યમ, જે એક મૂલ્લુકૂરુમ્બા આદિવાસી છે, તેમનું કહેવું છે, કે તેમણે ૬ માર્ચ ૨૦૧૯ પર ઉધગમંડલમ (ઉટી)ના કલેકટર (ઈન્નોસેંટ દિવ્યા) ને બે પાનાની એક અરજી મોકલી. અરજીમાં છેતરપિંડીની વિસ્તૃત વર્ણન અને કાર્યવાહી કરવા માટે અપીલ કરવામાં આવી હતી. આ અપીલ નાગમપલ્લી ગ્રામ સભાના લેટર હેડ ઉપર હતી અને આના ઉપર ૨૦થી વધારે સભ્યોએ સહી કરી હતી.
છેલ્લે, ૩ સપ્ટેમ્બર ૨૦૧૯ના રોજ, ગુડાલૂર પોલીસ સ્ટેશનમાં(નાગમપલ્લી ગામથી ગુડાલૂર શહેરથી આશરે ૨૦ કિલોમીટર દૂર છે.) કરાયેલ એક એફઆઈઆર (પહેલી સૂચના રિપોર્ટ)માં નવ લોકોના નામ દાખલ કરાયા. આમાં સુરેશ કુમાર (વન અધિકારી) અને સુગુમારન (વકીલ)ના સાથે જમીનદાર અને દલાલોનું નામ પણ શામેલ છે. આ એફઆઈઆરમાં “ગુનાહિત કાવતરું” અને “બનાવટી(છેતરપિંડી)ની સજા” સહિત, ભારતીય દંડ સંહિતાની કેટલીએ ધારાઓ લગાવામાં આવી છે. આમાં અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, ૧૯૮૯ પ્રમાણે પણ આ નવ લોકો પર રોપ ધરવામાં આવ્યા છે.
એએમેસ ના વકીલ મલ્લઇચામી કહે છે, કે “કેટલાક લોકો વાંચી નથી શકતા હોવાના કારણે, બેન્ક ચલણ ઉપર જ તેમની સહી લઈને તેમના ખાતામાંથી પૈસા કાઢી લેવાયા હતા. અમે એફઆઈઆરમાં તેમના નામ નોંધાવ્યા છે.”
ઓક્ટોબર ૨૦૧૯ માં, એફઆઈઆરમાં નામ નોંધવામાં આવેલ વન અધિકારી સુરેશ કુમારે મારી સાથે ફોન ઉપર વાત કરી, તેમના ઉપર લાગેલ આરોપોનું ખંડન કરતાં કહ્યું કે, “મેં કોઈના ઉપર પણ બળજબરી નથી કરી. તેઓ અહીંથી જવા માગતા હતા. મેં એનટીસીએના (NTCA) દિશા નિર્દેશનું પાલન કર્યું છે. તપાસ ચાલી રહી છે. મેં કોઈ ભૂલ નથી કરી. હું એક સરકારી સેવક છું.”
એફઆઈઆરમાં નામ નોંધવામાં આવેલ વકીલ કે.સુકુમારને પણ તેમના ઉપર લાગેલા આરોપ વખોડતા કહ્યું, “આ ખોટી માહિતી ઉપર આધારિત એફઆઈઆર છે, અને મેં અગ્રિમ જમાનત લઈ લીધી છે (નવેમ્બરમાં), કારણ કે મને અસામાજિક તત્વો દ્વારા અલગ થલગ કરવામાં આવી રહ્યું છે.”
ટાઈગર રિઝર્વ વિસ્તારના નિર્દેશકની કચેરી દ્વારા બહાર પાડવામાં આવેલ દસ્તાવેજમાં કહેવામાં આવ્યું છે કે ૭૦૧ પરિવારોને સ્થળાંતર માટે વળતર યોગ્ય માનવામાં આવ્યા હતા. તબક્કા ૧ અને ૨ માં, સાત વસાહતોના ૪૯૦ પરિવારોનું સ્થળાંતર કરી દેવામાં આવ્યું. બાકીના ૨૧૧ પરિવારોનું, વર્તમાનમાં ચાલી રહેલ તબક્કા ૩ માં સ્થળાંતર કરી દેવામાં આવશે. અન્ય ૨૬૩ પરિવારો સ્થળાંતર માટે “અયોગ્ય” પાત્ર ગણવામાં આવ્યા હતા, કારણ કે તેમની પાસે જમીન માલિકીના હક નથી અથવા તેઓ અભ્યારણની બહાર વસવાટ કરે છે.
૨૦૧૯ માં એમટીઆરના ક્ષેત્ર નિયામક તરીકે પદભાર સંભાળી રહેલ કે.કે. કૌશલ કહે છે, કે “એનટીસીએના દિશા નિર્દેશન પ્રમાણે, આ સ્થળાંતર મરજિયાત છે.” અમારા રેકોર્ડ પ્રમાણે, કૂલ રૂ. ૪૮ કરોડ પહેલા જ વિતરીત કરી દેવામાં આવ્યા છે અને ૨૦ કરોડ તબક્કા ૩ માટે છે.”
આ દરમિયાન, ડિસેમ્બર ૨૦૧૮થી ગુડાલૂર મહેસૂલી (રાજસ્વ) વિભાગ અધિકારી રૂપે કાર્યભાર સંભાળી રહેલ, કે.વી. રાજકુમારે (આ એમની પહેલી પોસ્ટિંગ હતી) સ્થળાંતરના મુદ્દે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેમનું કહેવું છે કે તેમણે કેસનો અભ્યાસ કરવામાં કેટલાક મહિના લાગી ગયા. “ડિસેમ્બર ૨૦૧૯ માં મેં એમટીઆરના ડીપ્ટી ડાઇરેક્ટરને લખ્યું. મેં એનટીસીએના દિશા નિર્દેશન પ્રમાણે સંપતિના નિર્માણની ખાતરી કરવા કહ્યું, ના કે ફક્ત ૧૦ લાખ રૂપિયા સોંપવાનું. અમારે ફક્ત સ્થળાંતર જ નહિ પરંતુ આજીવિકા માટે સ્થળાંતર અને પુનર્નિર્માણને પણ જોવું જોઈયે.”
ત્યાં બેન્નેમાં, અપ્પુ અને માધન જેવા દ્રઢ અને આત્મવિશ્વાસથી ભરેલ ગ્રામ સભાના સભ્યો હવે ચિંતામય છે. અપ્પુ કહે છે, “અમે વાઘો, અને હાથીઓથી નથી ડરતા. અમે ફક્ત કેટલાક માણસોથી ડરીએ છીએ.” માધનને તેમના મંદિર અને કબ્રસ્તાન પાછળ છોડવાની ચિંતા છે. “તેમણે કાયમ અમારી સુરક્ષા કરી છે. મને ભવિષ્ય વિષે ડર છે.”
પત્રકાર આ સમાચાર ભેગા કરવામાં ઉદાર મદદ આપવા માટે, ગુડાલૂરના એ એમ કરુણાકરણ નો આભાર વ્યક્ત કરવા માંગે છે.
અનુવાદ: મહેદી હુસૈન