તેમણે કહ્યું તેઓ તે દુકાનના માલિક નહોતા, માત્ર તેમના (દુકાનના માલિકના) મિત્ર હતા. થોડા સમય પછી તેમણે પોતાની જાતને "માલિકના સંબંધી" તરીકે બઢતી આપી. અને તે પછીની થોડીક જ ક્ષણો પછી તેઓ "તે દુકાનમાં કામ કરનાર (દુકાનના માલિકના) સંબંધી" બની ગયા હતા. શક્ય છે કે જો અમે એ દિશામાં પ્રશ્નો(ની પરંપરા) ચાલુ રાખી હોત તો તેમણે કદાચ પોતાને (દુકાનના) માલિક જાહેર કર્યા હોત.
તેમણે તેમનો પોતાનો ફોટોગ્રાફ લેવાની ના પાડી. અને તેમણે અમને દુકાનની અંદર પણ કોઈ ફોટોગ્રાફ લેવા ન દીધા. જો કે અમે દુકાનની બહારના પાટિયાનો ફોટોગ્રાફ લઈએ તેમાં તેમને કોઈ વાંધો નહોતો.
(દુકાનના) પ્રવેશદ્વારથી/દરવાજાથી થોડે દૂરના આ પાટિયા પર લખ્યું હતું, વિદેશી શરાબની દુકાન (એટલે કે, ફોરેન લિકર સ્ટોર - વિદેશી દારૂની દુકાન). લાયસન્સ: રમેશ પ્રસાદ. આ (દુકાન) સુરગુજા જિલ્લાના કટઘોરા શહેરને છેવાડે આવેલી હતી, જે જિલ્લો હવે છત્તીસગઢમાં છે (પણ તે સમયે મધ્યપ્રદેશમાં હતો). અમારા સહેજ પીધેલા સંકલનકાર (દુભાષિયા) ચોક્કસ રમેશ પ્રસાદ ન હતા. અમે લગભગ માનવા લાગ્યા હતા કે આ વિદેશી દારૂની દુકાન સાથેનો તેમનો સંબંધ માત્ર તેના એક મોટા ગ્રાહક તરીકેનો હતો.
વિદેશી દારૂ? ના, સાવ એવું તો નહીં. મને યાદ નથી કે મેં છેલ્લે ક્યારે આઈએમએફએલ (IMFL) ટૂંકાક્ષર સાંભળ્યું હતું. તેનો અર્થ છે ભારતીય બનાવટનો વિદેશી દારૂ (ઈન્ડિયન મેઈડ ફોરેન લિકર - Indian Made Foreign Liquor). 1994 માં જ્યારે આ ફોટોગ્રાફ લેવામાં આવ્યો હતો ત્યારે આઈએમએફએલ વિરુદ્ધ દેશી દારૂ વિષે ખૂબ ચર્ચાઓ હતી.
લો ઈનસાઈડર વેબસાઈટ પરથી મેં જાણ્યું કે આઈએમએફએલના પ્રકાર “એટલે વિદેશોમાંથી આયાત કરાયેલ જિન, બ્રાન્ડી, વ્હિસ્કી અથવા રમની માફક જ ભારતમાં તૈયાર કરાયેલ, ઉત્પાદિત કરાયેલ અથવા મિશ્રણ કરીને બનાવેલ દારૂ જેમાં દૂધના મદ્યાર્ક અને આવા કોઈ પણ મદ્યાર્કના દ્રાવણથી બનેલા અથવા આવા કોઈ પણ મદ્યાર્કનું દ્રાવણ ધરાવતા બીજા દારૂનો સમાવેશ થાય છે, પરંતુ તેમાં બિયર, વાઇન અને વિદેશી દારૂનો સમાવેશ થતો નથી. યાદ રહે કે તેમાં "બિયર, વાઈન અને વિદેશી દારૂ"નો સમાવેશ થતો નથી.
આઈએમએફએલમાં આયાતી દારૂ અને કથિતપણે ફરજિયાત સ્થાનિક ઘટક (સંભવતઃ ગોળની રસી અથવા કદાચ માત્ર આયાતી સામગ્રીનું સ્થાનિક સ્તરે મિશ્રણ અથવા બોટલિંગ) બંનેનો સમાવેશ થાય છે. સાચું શું છે અમે ખરેખર જાણતા નથી.



