ગુલાબ અને શહઝાદે તેમના મુખ્ય જાદુના ખેલની શરૂઆત પહેલા જોરથી બૂમ પાડતા કહ્યું કે “હુરુક બોમ બોમ ખેલા!” જે 'આબરા કા ડાબરા'!ની તેમની પોતાની બંગાળી આવૃત્તિ છે, જેથી આસપાસના અંદાજિત 80થી 90 જેટલા દર્શકો ભેગા કરવા માટેની મદદ મળે કે જેમાં પુરુષો, મહિલાઓ અને વાતોડિયા બાળકોનો સમાવેશ થાય છે. પછી, આ બે ભાઈઓમાં મોટો એવો ગુલાબ ત્યાં હાજર દર્શકો પૈકી એક એવા મિન્ટુ હાલ્દરને મદદ માટે પૂછે છે. મિન્ટુ બહાદુરીપૂર્વક આગળ આવે છે અને જાદુઈ ખેલ શરૂ થાય છે.
ગુલાબ વચન આપે છે કે તેના યુવાન ભાઈ શહઝાદને અદ્રશ્ય કરી દેશે. અદ્રશ્ય થાય તે પહેલા જ આ ભાઈ મોટી જાળી ઉપર બેસી જાય છે જ્યારે બીજી તરફ મિન્ટુ શહેઝાદના માથે જાળીના ઢીલા પડી ગયેલા છેડાઓને બાંધવા લાગે છે. ગુલાબ શહેઝાદ પર એક પેટી મૂકે છે જે ઉપર અને નીચેની તરફ ખુલ્લી છે, તેને પતરાથી ઢાંકી દેવામાં આવે છે. દર્શક સતત આ ઘટના જોતાં જોતાં રાહ જુએ છે કે હવે આગળ શું થશે?
પછી, ચારેય તરફ પ્રાણીનું હાડકું લહેરાવતા મંત્ર બોલે છે, અદ્વિતિય શક્તિને એવી વિનંતી કરે છે કે જેથી આ છોકરો અદ્રશ્ય થઈ જાય: “અરઘટ ખોપડી મરઘટ મસાન, બચ્ચા કે લેજા તેલિયા મસાન. ” ત્યારબાદ તે મિન્ટુને પૂછે છે કે પોતાના હાથે પેટીના તમામ ખૂણાને તપાસી જુએ. મિન્ટુ કહ્યા મુજબ તેમ કરે છે અને તે પેટી હવે 'ખાલી' છે. શહેઝાદ હવે ક્યાંય દેખાઈ રહ્યો નથી. ગુલાબ પૂછે છે કે હું તમારા તરફથી સાંભળવા માગું છું: શું આ છોકરાનો કપરો સમય ચાલી રહ્યો છે? તમામ લોકો મને જણાવો કે શું આ છોકરો ત્યાં છે કે નથી? દર્શકોમાં હાજર લોકો સહમત થઈ જાય છે કે અદ્રશ્ય થઈ ગયેલા શહેઝાદનો હવે ચોક્કસપણે કપરો સમય ચાલી રહ્યો છે.



