2023માં પારીની શાનદાર સફરની ઝાંખી

રોજિંદા લોકોના રોજિંદા જીવનની વાતો આપના સુધી પહોંચાડતાં અમને નવ વર્ષ થઈ ગયાં છે. ચાલો આ વર્ષે અમે શું શું કર્યું એ જોઈએ

23 ડિસેમ્બર, 2023 | પ્રીતિ ડેવિડ

૨૦૨૩માં: લીટીઓ, પંક્તિઓ, અને અવાજો

વર્ષ 2023 માં પત્રકારત્વનું એક આર્કાઇવ કવિતા અને ગીતોમાંથી કેવી રીતે અને શું નીપજાવે છે એની વાત. વાત તકલીફો વેઠીને એમાંથી બહાર આવી ફરીથી બેઠા થવાની ક્ષમતાન, માનવ મનોબળની સ્થિતિસ્થાપકતાના એ લયની જે અંધાધૂંધીની વચમાંય આપણી દુનિયાને અને આપણા જીવનને આકાર આપી રહે છે

24 ડિસેમ્બર, 2023 | પ્રતિષ્ઠા પંડ્યા , જોશુઆ બોધિનેત્ર અને અર્ચના શુક્લા

પારી લાઇબ્રેરી: માત્ર આંકડા અને માહિતી કરતાં ઘણું વધારે

છેલ્લા 12 મહિના દરમિયાન પારી લાઇબ્રેરીમાં સેંકડો અહેવાલો અને સર્વેક્ષણો અને હજારો શબ્દો સંગ્રહિત કરવામાં આવ્યા. અને આ બધાનો હેતુ માત્ર ન્યાય અને અધિકારોના મુદ્દાઓને સમર્થન અને માન્યતા આપવાનો હતો

25 ડિસેમ્બર, 2023 | પારી લાઇબ્રેરી

2023 માં: સંપાદકોની પસંદગીની પારી ફિલ્મો

અમે અમારા ગેલેરી વિભાગમાં વિવિધ પ્રકારની ફિલ્મો ઉમેરી: હેરિટેજ લાઈબ્રેરીઓથી માંડીને અક્ષય ઊર્જા સુધીની, ડોકરા (કાસ્ટિંગની) કલાથી લઈને હાફુસ કેરીના ખેડૂતો સુધીની. આરામથી બેસો અને તમારી નજર સામે વાર્તાને ઉઘડતી, સ્પષ્ટ થતી જુઓ!

26 ડિસેમ્બર, 2023 | શ્રેયા કાત્યાયિની , સિંચિતા માજી અને ઉર્જા

2023: લોકોની આર્કાઇવ લોકોની ભાષામાં લોકો સુધી પહોંચાડતી પારીની પરીભાષાની સફર

પારીની વાર્તાઓ જે 14 ભારતીય ભાષાઓમાં પ્રકાશિત થાય છે − ઘણીવાર તો મૂળ ભાષાની સાથોસાથ − તે પત્રકારત્વના બહુભાષી મંચ તરીકે આ વેબસાઇટની આગવી ઓળખનો પુરાવો છે. પરંતુ આ તો થયો વાર્તાનો એક ભાગ…પારીભાષા વિષે વધુ જાણવા આગળ વાંચતા રહેજો

27 ડિસેમ્બર, 2023 | પારીભાષા ટીમ

2023 માં: લખીએ લઈ તેજ લિસોટો

વર્ષ દરમિયાન અસંખ્ય વાર્તાઓ કહેતી હજારો છબીઓ પારી પર જોવા મળી. પ્રસ્તુત છે કેટલીક એવી છબીઓ જેણે આપણને ગ્રામીણ ભારતના ધબકતા હૃદય સુધી પહોંચાડ્યા

28 ડિસેમ્બર, 2023 | બિનાઇફર ભરુચા

2023માં: નાના મોંએ મોટી વાત

‘આપણા સમયનું જીવંત પાઠ્યપુસ્તક’ − આ વર્ણન સાથે પારીની વાર્તાઓનો વિશાળ સંગ્રહ દેશભરના વર્ગખંડોમાં દર્શાવવામાં આવે છે. અને વિદ્યાર્થીઓ આમાં સહયોગી થવા માંગતા હોવાથી તેઓ અમારી સાથે ઇન્ટર્નશિપ કરતા હોય ત્યારે બહાર જાય છે, મુલાકાતો લે છે, ફોટોગ્રાસ લે છે, દસ્તાવેજીકરણ કરે છે અને ગ્રામીણ મુદ્દાઓ પરના અમારા મસમોટા સંગ્રહમાં ઉમેરો કરે છે

29 ડિસેમ્બર, 2023 | પારી એજ્યુકેશન ટીમ

સોશિયલ મીડિયા: પારીની હાઇલાઇટ રીલ

સોશિયલ મીડિયા પરની અમારી પોસ્ટ્સ અમારી વાર્તાઓને પ્રસારવામાં અને દૂર-દૂરના અને વૈવિધ્યસભર પ્રેક્ષકો સુધી લઈ જવામાં મદદ કરે છે

30 ડિસેમ્બર, 2023 | પારી ટીમ

2023માં: ચહેરા પાછળ ચહેરા

આદિવાસી સમુદાયો, પશ્ચિમ બંગાળના બીરભૂમના ખેડૂતો અને કેરળના અલાપ્પુળામાં નારિયેળના કામદારો, વગેરે ચહેરાઓ આ વર્ષે આપણા ખજાનામાં ઉમેરો થયેલા કેટલાક ઉદાહરણો છે

31 ડિસેમ્બર, 2023 | પારી ટીમ