કોલ્હાપુર એક (पुरोगामी) પ્રગતિશીલ શહેર તરીકે જાણીતું છે. આ શહેર પાસે શાહુ, ફુલે અને આંબેડકર જેવા વિદ્વાનો અને મહાપુરુષોનો વારસા અને પરંપરા છે. વિવિધ જાતિઓ અને ધર્મોના લોકો આજે પણ આ પ્રગતિશીલ વિચારના વારસાને જાળવી રાખવા અને વિવિધ સંસ્કૃતિઓમાં પરસ્પર આદર અને સંવાદિતા જાળવવા માટે પ્રયાસ કરી રહ્યા છે.
જોકે, તાજેતરના સમયમાં હળીમળીને રહેતા આ સમુદાયોમાં વૈમનસ્ય પેદા કરવાના સંગઠિત પ્રયાસો પણ કરવામાં આવ્યા છે. વિચારો સામેની લડાઈ માત્ર વિચારોથી જ લડી શકાય છે. શરફુદ્દીન દેસાઈ અને સુનીલ માલી જેવા લોકો સમાજમાં હળીમળીને રહેવાનો ભાવ જાળવી રાખવા પ્રયત્નશીલ છે.
શરફુદ્દીન દેસાઈ અને સુનીલ માલી મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લાના તરદલ ગામના રહેવાસી છે. શરફુદ્દીન દેસાઈ એક હિંદુ ગુરુના અનુયાયી છે, જ્યારે સુનીલ માલી એક મુસ્લિમ ગુરુના શિષ્ય બન્યા છે.
અનુવાદક: ફૈઝ મોહંમદ