'રાજા સુપડકન્નો' એ બાળપણની મારી સૌથી પ્રિય ગુજરાતી વાર્તાઓમાંની એક છે. મેં તે પહેલવહેલી વાર મારી મા પાસેથી સાંભળી હતી. આગળ જતાં, મેં તેના ઘણા પાઠ જોયા , હું જાતે વાંચતી થઇ ત્યાર બાદ મેં એ જ વાર્તા વાંચી હતી ગીજુભાઈ બધેકાના બાળકો માટે ટૂંકી વાર્તાઓના પુસ્તકમાં. બધેકાના પુસ્તકમાં તેમણે વિશ્વભરની ઘણી લોક કથાઓના ગુજરાતી અવતરણ કરેલા, જેમાં કદાચ રાજા મિદાસના ગધેડાના કાનની વાર્તા પરથી રાજા સુપડકન્નો આવેલી.
આ વાર્તામાં એક વાર જંગલમાં ભૂલો પડેલો, ભટકતો રાજા એની ભૂખ સંતોષવા એક ચકલીની ગરદન મરડીને એને ઓહિયાં કરી જાય છે જેને કારણે તને શાપ મળે છે ને તેના કાન સૂપડાં જેવા થઇ જશે. શરમનો માર્યો રાજા એની પ્રજાની પારખુ નજરોથી બચવા ઘણા દિવસો સુધી પોતાના કાન જાત જાતની પાઘડીઓ અને મફલરની આડમાં સંતાડ્યા કરે છે. તે બને ત્યાં સુઘી મહેલની બહાર સુદ્ધાં નીકળતા નથી. પરંતુ એક સમય એવો આવે છે કે રાજાની વધતી જતી દાઢી ને બેફામ વધતા વાળને રોકવા વાળંદને બોલાવ્યા સિવાય છૂટકો જ નથી.
વાળંદ તો રાજાના કાન જોઈને વાળંદને ચોંકી જાય છે અને રાજાના મનમાં ભય પેસે છે કે હવે એના સૂપડા જેવા કાનનું શરમજનક રહસ્ય ચારેતરફ ફેલાઈ જશે. શક્તિશાળી શાસકે ત્યારે આજ્ઞાકારી વાળંદને ધમકી આપી કે જો એ કોઈની સાથે આ વિશે વાત કરશે તો એના હાલ બેહાલ થશે. પરંતુ વાળંદનો સ્વભાવ તો રહ્યો ચોવટિયો, એ ક્યાં કોઈના રહસ્યોને સંઘરવાનો પેટમાં? રાજાના હજામથી આ રહસ્ય જીરવતું નોહતું અને તેથી એક દિવસ એણે સૂમસામ જંગલમાં એક વૃક્ષના કાનમાં જઈ ને કહ્યું કે "રાજા સુપ્પડકન્નો છે.
એ પછી જંગલમાં લાકડાં કાપવા આવેલો કઠિયારો ઝાડ કાપવા ગયો તો ઝાડ ગાવા લાગ્યું "રાજા સુપ્પડકન્નો..રાજા સુપ્પડકન્નો." કઠિયારાએ એ જાદુઈ લાકડું ઢોલ બનાવનાર કારીગરને વેચ્યું. એણે એમાંથી જે ઢોલ બનાવ્યું તે એવું કે એની ઉપર હથેળી અડકાડો ત્યાં એ ફરી એ જ ગીત ગાવા લાગે , "રાજા સુપ્પડકન્નો..રાજા સુપ્પડકન્નો." કારીગરે એ ઢોલ ઢોલીને વેચ્યું. એક વાર એ ઢોલીને નગરમાં ફરી ઢોલ વગાડતો જોઈ રાજાના સિપાઈઓએ એને પકડી લીધો ને સીધો લઇ ચાલ્યા રાજા સમક્ષ... મને યાદ છે વાર્તા આમ થોડી વધુ આગળ ચાલ્યા કરી ને અંતે રાજાને સમજાયું કે એના પાપોમાંથી મુક્ત થવા માટે એક જ ઉપાય છે અને તે છે નગરના છેવાડે પક્ષીઓ માટેનું એક અભયારણ્ય બનાવવું.



