રાચેનહાલીની ઝૂંપડપટ્ટી કોલોનીમાં રહેતા મકતુમ્બે એમ.ડી., કોવિડ -19 લોકડાઉન દરમિયાન પોતાના પરિવારને તે કેવી રીતે ખવડાવશે તે અંગે ચિંતાતુર છે. “મારા પતિને અઠવાડિયામાં એક વાર પગાર મળતો હતો.ત્યારે જ અમે કરિયાણુ લેવા જતાં હતા. છેલ્લા બે અઠવાડિયાથી, કોઈને પગાર મળ્યો નથી અને અમે રાશન ખરીદ્યું નથી, ” બેંગલુરુ શહેર બંધ થયાના 10 દિવસ પછી જ્યારે અમે તેને મળ્યા ત્યારે 37 વર્ષીય ગ્રુહિણી મકતુમ્બેએ કહ્યું. તેનો પતિ વ્યાવસાયિક ચિત્રકાર છે; તે સામાન્ય રીતે દર અઠવાડિયે આશરે 3500 રુપિયાની કમાણી કરે છે, પરંતુ 25 માર્ચથી લોકડાઉન શરૂ થયું ત્યારથી તેને કામ મળ્યું નથી.
આ દંપતીને ત્રણ સંતાન છે, તેઓ 10 વર્ષ પહેલાં કામની શોધમાં બેંગાલુરુ આવ્યા હતાં . તેઓ કર્ણાટકના વિજયપુરા (અગાઉ બીજાપુર) જિલ્લાના તાલિકોટા (સ્થાનિક રીતે તાલિકોટી કહેવાતા) શહેરથી આવ્યા હતા. આખું કુટુંબ મકતુમ્બના પતિ મૌલાસાબ દાદામોનીને દર રવિવારે મળતી ચુકવણી પર આધાર રાખે છે. “અમે અઠવાડિયામાં એકવાર ખાદ્ય ચીજો ખરીદી - પાંચ કિલો ચોખા, એક કિલો તેલ, દાળ અને બીજો બધો સામાન - અને પોતાનું જીવન નિભાવતા હતા. આ બધુ હવે બંધ થઈ ગયું છે. અમને કશે જવાની છૂટ નથી. અમે ખોરાક મેળવવા માટે બહાર નીકળવા માંગીએ છીએ."
જ્યારે અમે તેમને 4 એપ્રિલે મળ્યા, ત્યારે ઉત્તર બેંગલુરુમાં સ્થળાંતરિત દૈનિક વેતન કામદારોની વસાહતનાં રહેવાસીઓએ વિવિધ મુશ્કેલીઓ વિશે વાત કરી. તેમાંથી કોઈ પણ કેન્દ્રીય નાણાં પ્રધાનના રાહત પેકેજ હેઠળ વચન આપવામાં આવેલ સરકારી સબસિડીવાળા અનાજ પ્રાપ્ત કરવા પાત્ર નથી. ઘણા પાસે રેશનકાર્ડ નથી. કેટલાક લોકો પાસે રેશનકાર્ડ છે, પરંતુ તે તેમના ગામના ઘરના સરનામાં પર નોંધાયેલું છે, મૂળ ઉત્તર કર્ણાટકના રાયચુર જિલ્લાના મૂળ 30 વર્ષીય માણિક્યમ્માએ જણાવ્યું, " આ કાર્ડ બેંગલુરુમાં કામ લાગતા નથી."
“અમારી પાસે કામ નથી, અમે સંઘર્ષ કરી રહ્યા છીએ. ઘણી મુશ્કેલી પડે છે. અમને બાળકો પણ છે, અમારે ભાડું ચુકવવું પડશે , અમે આ બધું કેવી રીતે કરી શકીશું ? “ તેણી પૂછ્યું . માણિક્યમ્મા અને તેના પતિ હેમંત લોકડાઉન પહેલા કડિયાકામમાં મજુરી કરતાં હતાં; તેઓ લગભગ સાત વર્ષ પહેલા બેંગલુરુ આવ્યા હતા. અને તેમના ચાર બાળકો છે.
રાયચુરની 27 વર્ષીય લક્ષ્મી , એન. માણિક્યમ્મા અહીં આવ્યા લગભગ તે જે સમયની આસપાસ આ શહેરમાં આવી હતી. લોકડાઉન શરુ થયા પહેલા તે ઉત્તર બેંગલુરુમાં બાંધકામ ચાલતું હોય, ત્યાં કામ કરતી હતી.”અમે સિમેન્ટ બનાવી છીએ અને પત્થરો તોડીયે છીએ. અમને આ કામ માટે દિવસના 300 રુપિયા મળતા હતાં,” તેણે મને કહ્યુ. તે રાચેનહાલ્લીમાં એક રુમના કામચલાઉ શેડમાં એકલી રહે છે અને મહિને 500 રુપિયા ભાડું આપે છે.


