એમ. માધન ૬૦ ફિટ ઊંચા વૃક્ષ ઉપર ચડીને ત્યાં જોખમકારક રીતે બેસીને મધ એકત્રિત કરવું, મુદુમાલાઇના ઘટ્ટ વનમાં જંગલી હાથીઓની આસપાસ કામ કરવું, અને શિકારની શોધ માં કાયમ ફરતા આશરે ૬૫ વાઘ વાળા ભયંકર જંગલમાં રહેવું ખૂબ જાણે છે.
આમાંથી કશાથી પણ તે ભયભીત નથી થયા. જ્યારે અમે તેમને પૂછ્યું કે તેમણે કેટલા વાઘ જોયા છે તો તે હસીને કહે છે “મેં ગણતરી બંધ કરી દીધી!”
પરંતુ એક અલગ પ્રકારના છૂપા સંકટની હવે તેમને ચિંતા છે. માધન અને મુધનુમલાઈ ટાઇગર રિઝર્વના મધ્યવર્તિ ક્ષેત્રમાં ૯૦ જેટલા પરિવારોની સાત વસાહતોમાંથી એક વસાહત બેન્નેના અન્ય રહેવાસીઓએ, ટૂંક સમયમાં જ તેમના પૂર્વજોના ઘર અને જમીન છોડવી પડી શકે છે.
માધન અમને જંગલમાં તેમની ઘરવખરી દેખાડે છે. કાદવ અને પરાળની ઘાસ વાળા છાપરાથી બનેલ તેમના પરિવારના ઘરની બાજુમાં દેવી મરિયમ્માનું એક મંદિર છે, અને વૃક્ષોના ઝાડી-ઝાંખરા થી ઢંકાએલ કબ્રસ્તાન છે જ્યાં તેના પૂર્વજોની પેઢીઓ દફન છે. ખીણમાંથી પસાર થતા પાણીના નાના પ્રવાહ અને ભૂખ્યા પ્રાણીઓથી બચાવવા માટે કાંટાળા ઝાડવાથી ઘેરાયેલા તેમના પરિવારના શાકભાજી વાવવાના વગડા તરફ તેઓ ધ્યાન દોરતા તેઓ કહે છે, કે “આ અમારું ઘર છે”.


