2019 માં બકિંગહામ નહેર વિસ્તારમાં મુસાફરી કરતી વખતે મેં પહેલી વાર તેમને જોયા હતા. જળકૂકડીની જેમ નહેરમાં ડૂબકી લગાવવાની અને પાણી ની સપાટીની નીચે તર વા ની તેમની નિપૂણતાએ મારું ધ્યાન ખેંચ્યું હતું. નદીના પટની બરછટ રેતીમાં ઝડપથી હાથ નાખીને બીજા કોઈનાય કરતાં વધુ ઝડપથી તેઓ ઝીંગા પકડતા હતા.
ગોવિંદમ્મા વેલુ તમિળનાડુમાં અનુસૂચિત જનજાતિ તરીકે સૂચિબદ્ધ યિરુલર સમુદાયના સભ્ય છે. નાના હતા ત્યારથી જ તેઓ ઝીંગા પકડવા માટે ચેન્નઈ નજીકની કોસસ્ટાલિયર નદીના ઊંડા પાણીમાં મહામહેનતે ચાલતા આવ્યા છે. હવે 77-78 વર્ષના ગોવિંદમ્મા નબળી દ્રષ્ટિ અને ચામડી પર પડેલા ઉઝરડા સાથે સંઘર્ષ કરી રહ્યા હોવા છતાં તેમના પરિવારની ગંભીર આર્થિક પરિસ્થિતિ તેમને આ કામ ચાલુ રાખવાની ફરજ પાડે છે
ચેન્નઈના ઉત્તર ભાગમાં કોસસ્ટાલિયર નદીની બાજુમાં બકિંગહામ નહેરમાં તેઓ કામ કરી રહ્યા હતા ત્યારે મેં તેમનો આ વીડિયો શૂટ કર્યો હતો. ઝીંગા પકડવા માટે ડૂબકી મારતા વચ્ચે વચ્ચે તેઓ પોતાના જીવન વિશે વાત કરે છે. તેઓ આ એક માત્ર કામ કરી જાણે છે એની પણ તેઓ વાત કરે છે.
તમે ગોવિંદમ્માના જીવન વિશે અહીં વધુ વાંચી શકો છો.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક