“જ્યારે પણ કોઈ ઉજવણી હોય છે, ત્યારે હું ગીતો બનાવવાનું શરૂ કરી દઉં છું.”
તેમના સંગીતની પ્રસ્તુતિમાં કોહિનૂર બેગમ બધું એકલા હાથે કરે છે – તેઓ સંગીત પણ તૈયાર કરે છે અને ઢોલ પણ વગાડે છે. “મારી સહેલીઓ ભેગી થાય છે, અને સમૂહગીતમાં જોડાય છે.” તેમના જોશીલા ગીતોમાં મજૂરી, ખેતી અને રોજિંદા જીવનના સામાન્ય કામોનું નિરૂપણ કરાય છે.
એક અનુભવી મજૂર અધિકાર કાર્યકર્તા એવાં કોહિનૂર, મુર્શિદાબાદ જિલ્લાની આસપાસના વિસ્તારમાં આપા (બહેન) તરીકે જાણીતાં છે. તેઓ અહીં બેલડાંગા-1 બ્લોકમાં જાનકી નગર પ્રાથમીક વિદ્યાલય પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનની રસોઈયા તરીકે ફરજ બજાવે છે .
સંખ્યાબંધ ગીતો રચનારાં 55 વર્ષીય કોહિનૂર કહે છે, “મેં મારા બાળપણથી જ મુશ્કેલ દિવસો જોયા છે. પરંતુ ભૂખમરા અને ગરીબી મારું મનોબળ તોડી શક્યાં નથી.” વાંચો: બીડી કામદારોના જીવન અને શ્રમના ગીતો
બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં, મોટાભાગની મહિલાઓ તેમના પરિવારના ભરણપોષણ માટે બીડીઓ વાળે છે. તંગદસ્તીમાં ઝેરી સામગ્રી સાથે લાંબો સમય પસાર કરવાથી તે મહિલાઓનું સ્વાસ્થ્ય જોખમાયું છે. કોહિનૂર આપા પોતે પણ બીડીઓ વાળે છે, અને તેઓ આ કામદારો માટે સારી કામ કરવાની પરિસ્થિતિઓ અને મજૂર અધિકારો માટે દબાણ કરવામાં મોખરે છે. વાંચો: ધુમાડો થઈ જતું મહિલા બીડી કામદારોનું સ્વાસ્થ્ય
જાનકી નગરમાં તેમના ઘરે અમારી સાથે વાત કરતાં તેઓ કહે છે, “હું જમીન વિહોણી છું. મધ્યાહ્ન ભોજનમાં રસોઈયા તરીકે હું જે કમાઉં છું તેના વિષે ન પૂછો તો સારું છે − કારણ કે તે સૌથી ઓછા પગારવાળા દૈનિક વેતન કામદારની કમાણી જેટલું પણ નથી. મારા ઘણી [પતિ, જમાલુદ્દીન શેખ] ભંગાર ઉઠાવે છે. અમે અમારાં ત્રણ બાળકોને ઘણી મુશ્કેલી સાથે ઉછેર્યા છે.”
જ્યાં અમે જ્યાં બેઠેલાં છીએ ત્યાં અચાનક એક નાનકડી બાળકી સીડીઓ પરથી પેટે ઘસડાતી ઘસડાતી આવે છે, ત્યારે તેમનો ચહેરો ખુશીથી ખીલી ઉઠે છે. તે બાળકી કોહિનૂર આપની એક વર્ષની પૌત્રી છે. તે બાળકી તેનાં દાદીના ખોળામાં બેસી જાય છે, અને તેનાં દાદીના ચહેરા પર ખુશી છવાઈ જાય છે.
નાનકડી બાળકીની નાજુક હાથોને તેમના ઘસાઈ ગયેલા હાથોમાં પકડીને તેઓ કહે છે, “જીવનમાં સંઘર્ષ તો આવશે જ. પણ આપણે તેનાથી ડરવું જોઈએ નહીં. આપણે આપણા સપનાઓ માટે લડવું જ પડશે. મારું બાળક પણ આ જાણે છે. નઈ, બેટા?”
અમે પૂછીએ છીએ, “આપા, તમારું શું સપનું છે?”
તેઓ જવાબ આપે છે, “મારા સપના વિષેના ગીતને સાંભળો.”
ছোট ছোট কপির চারা
জল বেগরে যায় গো মারা
ছোট ছোট কপির চারা
জল বেগরে যায় গো মারা
চারিদিকে দিব বেড়া
ঢুইকবে না রে তোমার ছাগল ভেড়া
চারিদিকে দিব বেড়া
ঢুইকবে না তো তোমার ছাগল ভেড়া
হাতি শুঁড়ে কল বসাব
ডিপকলে জল তুলে লিব
হাতি শুঁড়ে কল বসাব
ডিপকলে জল তুলে লিব
ছেলের বাবা ছেলে ধরো
দমকলে জল আইনতে যাব
ছেলের বাবা ছেলে ধরো
দমকলে জল আইনতে যাব
এক ঘড়া জল বাসন ধুব
দু ঘড়া জল রান্না কইরব
এক ঘড়া জল বাসন ধুব
দু ঘড়া জল রান্না কইরব
চাঁদের কোলে তারা জ্বলে
মায়ের কোলে মাণিক জ্বলে
চাঁদের কোলে তারা জ্বলে
মায়ের কোলে মাণিক জ্বলে
નાના
નાના રોપા
જમીન
પર કરમાઈ રહ્યા છે,
કોબીજ
અને ફુલાવર
ચારે કોર પાણી માટે તરસી રહ્યા છે.
હું
ખેતરોમાં વાડ લગાવીશ
જેથી
બકરીઓ દૂર રહે
હું
ખેતરોમાં વાડ લગાવીશ
અને તમારાં ઘેટાંને તગેડી મૂકીશ
હું
હાથીના સૂંઢ જેવો ડિપકોલ* લગાવીશ
અને ધરતીનું પાણી ખેંચીશ
હું
હાથીના સૂંઢ જેવો ડિપકોલ લગાવીશ
અને ધરતીનું પાણી ખેંચીશ
ઓ એના પપ્પા, આપણા દીકરાને સંભાળજો
હું ડોમકોલથી** પાણી ભરવા જાઉં છું
ઓ એના પપ્પા, આપણા દીકરાને સંભાળજો
હું ડોમકોલથી પાણી ભરવા જાઉં છું
વાસણો
ધોવા મારે એક કૂંજો પાણી જોઈશે
રાંધવા માટે બે કૂંજા પાણી જોઈશે
વાસણો
ધોવા મારે એક કૂંજો પાણી જોઈશે
રાંધવા માટે બે કૂંજા પાણી જોઈશે
ચંદ્રના
પાલવમાં એક તારો ચમકે છે
માંની
ગોદમાં એક બાળક ખીલે છે
ચંદ્રના
પાલવમાં એક તારો ચમકે છે
માંની
ગોદમાં એક બાળક ખીલે છે
*ડિપકોલ: હેન્ડ પંપ
**ડોમકોલ: હેન્ડ પંપ
ગીતનો શ્રેય:
બંગાળી ગીત: કોહિનૂર બેગમ
અનુવાદક: ફૈઝ મોહંમદ