આશરે ૪૦ જેટલા ઊંટો અબડાસા તાલુકાના મોહાડી ગામ તરફના એક દરીયાઈ ટાપૂ પરથી તરીને હજુ પાછા જ ફર્યા હતા. તેમના માલિકનું નામ ઇસ્માઈલ જાટ, જે ફકીરની જત સમાજનો એક ચારણહાર છે.
મારી નજર સામેના દૃશ્ય પર મને જરા પણ ભરોસો નહોતો પડતો – તરી શકે એવા ઊંટો? પરંતુ આ તો ભવ્ય ખારાઈ ઊંટો હતા. ભર ઉનાળાના માર્ચ-એપ્રિલ મહિનાથી લઈને જુલાઈ મહિનાના મધ્ય સુધીના સમયમાં આ ઊંટો ૩-૪ દિવસ ના દરીયાકાંઠા પાસેના ટાપૂઓ ઉપર દરિયાઈ વનસ્પતિ ખાતા પસાર કરે છે. પછીએ પ્રાણીઓ તરીને - લગભગ ત્રણ કિલોમીટર એક તરફ-- દરિયાકિનારાના ગામોમાં પાણીનો પૂરવઠો એકઠો કરવા પાછા આવે છે અને પછી પાછા ટાપુ પર ચાલ્યા જાય છે.
આ ઊંટો સાથે ગુજરાતના ઊંટ માલધારી સમુદાયના ચારણહારો પણ હોય છે. સામાન્ય રૂપે બે પુરુષ માલધારી ભેગા થઇ એક ટોળકી બનાવે છે – કાં તો બન્ને સાથે તરતા હોય, અથવા બેમાંનો એક નાની હોડીમાં રોટલા અને પીવાનું પાંણી લઈ જાય, અને પછી ગામમાં પાછો ફરે. પેલો બીજો ચારણહાર ઊંટો સાથે ટાપૂ પર રહે, જ્યાં તે પોતાના આછેરા ખોરાક સાથે સમુદાયના મુખ્ય ખોરાકનો ભાગ એવું ઊંટણીનું દૂધ લેતો રહે છે.
એકવાર વરસાદની શરૂઆત થાય, એટલે માલધારીઓ ઊંટોને તે ટાપૂઓ પર છોડી દે . સપ્ટેમ્બરના મધ્ય સુધી, તે માં એ લોકો જાનવરોને પાછા લઇ આવે, અને વરસાદે સીંચેલી ગોચર જમીન અને કાંઠાની વનસ્પતિ ચરવા લઈ જાય. ( જુઓ ગૌચરની અનંત શોધ )
મેં ૨૦૧૫માં પહેલીવાર તરતા ઊંટો જોયા હતા; હું ઊંટોની સાથે સાથે મોહાડીથી એક માલધરી સાથે ગયો હતો, પણ સરહદ સુરક્ષા દળ (BSF)ની અનુમતિ વગર છેક ટાપૂ સુધી જઈ શક્યો નહોતો. આ વિસ્તાર પાકિસ્તાન સાથેની સરહદની પાસે છે, અને દરિયા પરથી અંદર અને બહારની અવરજવર પર BSFની ચેક પોસ્ટ કડી નજર રાખે છે. ત્યાં સુધી તો ક્ષિતિજ પરથી ઊંટો પાણીમાં ગાયબ થવા માંડ્યા.
આગળ જઈને, ઇસ્માઈલે મને જણાવ્યું કે ગુજરાતીમાં “ખારાઈ” નો અર્થ “ખારું ” થાય છે. આ ઊંટોની એક ખાસ જાતી છે જે વનસ્પતિ સૃષ્ટિના ઈકોટોન ઝોન અથવા પરિવર્તનીય વનસ્પતિ સૃષ્ટિના ક્ષેત્રો -- જેવા કે આ તટીય વનસ્પતિ વાળા અને ચરિયાણ જમીનના પ્રદેશો-- સાથે સફળતા પૂર્વક જીવવા માટે ટેવાઈ ગયેલી છે. . પણ જો તે લાંબા સમય સુધી મેન્ગ્રોવ ના ખાઈ શકે, તો આ મજબૂત પ્રાણી બીમાર પડી જાય અને છેલ્લે ખતમ થઈ જાય.
કચ્છમાં, માલધારીઓના બે સમુદાયો ખારાઈ ઊંટો રાખતા હોય છે –રબારી અને ફકીરની જાટ, જ્યારે સમા સમુદાય પણ ઊંટ રાખે, પણ ખારાઈ ઊંટ નહીં. કચ્છ ઊંટ ઉચ્છેરક માલધારી સંગઠન ના કહેવા (Kachchh Camel Breeders Association) પ્રમાણે ગુજરાતમાં લગભગ ૫,૦૦૦ જેટલા ખારાઈ ઊંટો છે.
તે ઊંટોમાંથી આશરે ૨,૦૦૦ ખારાઈ ઊંટો કચ્છ જિલ્લામાં રહ છે, જ્યાં અઢળક ટાપૂઓ અને મૅન્ગ્રોવનો સમૂહ છે. પણ એક જમાનામાં ફળતા ફૂળતા આ જંગલો, મોટા ઉત્પાદકો, કે ઉધ્યોગો માટે મીઠાના અગર માં પરિણમતા, હવે ઝડપથી લોપ થતા જાય છે. ગોચર જમીનના મોટા ભાગને હવે સરકાર તરફથી સુરક્ષિત ક્ષેત્રો તરીકે ઘેરીને અલગ પાડી દેવામાં આવ્યો છે, અથવા તો ગાંડા બાવળની ( prosopis julifora ) આક્રમક છોડની જાતિ દ્વારા હડપી લેવાયો છે.
જિલ્લાના વહિવટી મથક ભુજથી આશરે ૮૫ કીલોમીટર પર આવેલ ભચાઉ તાલુકાની જુલાઈ ૨૦૧૮માં લીધેલી એક મુલાકાત સમયે, ઘોરીમાર્ગથી થોડાક જ કીલોમીટર સુધીમાં, મેં મીઠું બનાવવાના ક્યારાના અનંત વિસ્તારો જોયા હતા, જે પાછલી મુલાકાતોમાં જોયા કરતા ઘણા વધારે હતા. ત્યાર પછી તાલુકાના અમલીયારા ક્ષેત્રમાં કાદવથી ઘેરાયેલ એક નાના ટાપૂ પર મારી મુલાકાત મુબારક જત અને તેના કુટુંબ સાથે થઈ. તેમના અત્યંત મૂલ્યવાન ૩૦ ખારાઈ ઊંટો માટે મૅન્ગ્રોવનો ચારો લગભગ પૂરો થઈ ચૂક્યો હતો. “હવે અમે ક્યાં જશું તેની અમને ખબર નથી,” તેણે કહ્યું. “અહીં કોઈ હરિયાળી બાકી નથી રહી. અમે આજીવિકા માટે વારેઘડીયે જગ્યા બદલતા રહીયે છીએ, પણ ક્યાં સુધી? જ્યાં જુઓ ત્યાં બસ મીઠાના અગર છે .”
આ વરસની શરૂઆતમાં, કચ્છ ઊંટ ઉચ્છેરક માલધારી સંગઠને, દીનદયાલ પોર્ટ ટ્રસ્ટ દ્વારા મીઠાના અગરોના વ્યાપક ભાડાપટ્ટા આપવા સામે રાષ્ટ્રીય હરિત પ્રાધિકરણ અધિનિયમ (NGT) પાસે ફરિયાદ કરી હતી. માર્ચ ૨૦૧૮માં, NGTએ કંડલા અને સૂરજબારી વચ્ચે ભાડાની જમીન પર મીઠાના અગરની પ્રવૃત્તિ પર એક તાત્પૂરતું મનાઈ હુકમ જાહેર કર્યું હતું. અને ગુજરાત રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, ગુજરાત તટીય ક્ષેત્ર પ્રબંધન પ્રાધિકરણ (GCZMA), અને બીજા અધિકારીઓ દ્વારા તપાસ ધરવાનો આદેશ આપ્યો . આ તપાસનો અહેવાલ એપ્રિલમાં આપવામાં આવ્યો . આ કેસ પર હજી કાર્ય ચાલી રહ્યું છે.
મારી જુલાઈનીમુલાકાત દરમિયાન, મેં ભચાઉથી આશરે ૨૧૦ કીલોમીટર પર આવેલ ફકીરની જત કુટુંબોના ઘર સમા લખપત તાલુકામાં ઘણા દિવસો ગાળ્યા, . પણ આ સમુદાયના કેટલાય લોકો હવે ભ્રમણશીલ રહ્યા નથી. તેમનું કહેવું છે કે આનું કારણ તેમના ખારાઈ ઊંટો માટે ગૌચર જમીનોની ઉણપ છ. મોરી ગામના કરીમ જત નું કહેવું છે, “મારે અમારું પરંપરાગત જીવન મૂકવું નથી, પણ મારે એવું કરવું પડ્યું. અહીં વરસાદ ઓછો હોય છે. મૅન્ગ્રોવ ઓછા થતા જાય છે કે પછી સુરક્ષિત ક્ષેત્રો બની ગયા છે જ્યાં અમે અમારા જનાવરોને ચરાવી શકતા નથી. અમે કરીએ શું? આ ઊંટ મારા કુટુંબના માણસો જ સમજો. તેમની પીડા જોઈ હૃદય ભાંગી જાય છે.”
રમેશ ભટ્ટી દિલ્લીમાં પશુપાલન કેન્દ્ર માટે ભુજ-આધારિત પ્રોગ્રામના ડાયરેક્ટર અને ટીમ લીડર છે. તેઓ કુદરતી સંસાધન વ્યવસ્થાપન, પશુપાલન વિકાસ, આજીવિકા અને લૈંગિક મુદ્દાઓ પર કાર્યશીલ છે.
અનુવાદ: કૌસર સૈયદ