સુંદરવનમાં બીમાર પડવું હોય તો તમારા જોખમે પડજો. આ મુશ્કેલ ભૂપ્રદેશમાં, માત્ર મુઠ્ઠીભર આરોગ્ય સંભાળ કેન્દ્રો અને ગણ્યાગાંઠ્યા ડૉક્ટરો હોવાથી, લોકો મોબાઇલ મેડિકલ યુનિટ અથવા અન્ય દૂર આવેલા વિકલ્પો તરફ વળે છે — જેના માટે તેમણે સામાન્ય રીતે મોટી કિંમત ચુકવવી પડે છે