સિરાજ મોમીનને ભૂલ કરવી પોસાય એમ નથી. એક ચૂક અને પ્રતિ મીટર કાપડ દીઠ ૨૮ રૂપિયા તેઓ ગુમાવી દેશે. તેમણે ઉભા અને આડા બંને દોરાની સંખ્યા ચોક્કસપણે જાળવવી પડે છે. જેથી તેઓ બિલોરી કાચથી થોડી થોડી વારે વણાટનું અવલોકન કરે છે. અને ૬ કલાકના સમય દરમિયાન, હેન્ડલૂમના ૨ પેડલ, મીનીટમાં ૯૦ વખત કે દિવસ દરમિયાન ૩૨,૪૦૦ વખત દબાવે છે. તેમનાં પગની હિલચાલ હાર્નેસ – ૩૫૦૦ વાયરની લંબચોરસ ફ્રેમને ચાલું બંધ કરે છે. આ લગાતાર પગની હિલચાલને લીધે સોય પર બાંધેલો દોરો આ વાયરોમાંથી પસાર થાય છે. આનાથી એક કાપડ બને છે, જેમાં પ્રતિ ઇંચ દીઠ ૮૦ આડા અને ૮૦ ઉભા દોરા હોય છે – જે કલાક દીઠ એક મીટર બને છે.
૭૨ વર્ષીય સિરાજ, આ કામ અડધી સદી કરતાં પણ વધારે સમયથી કામ કરે છે, જ્યારથી તેઓ ૧૫ વર્ષના હતાં ત્યારથી. તેમનું હેન્ડલૂમતો તેમનાં કરતાં બમણી વયનું છે, જે સદી જુના સાગનાં લાકડામાંથી બનેલું કૌટુંબિક વરસાગત વસ્તુ છે. તેનાં પર, છેલ્લાં ૫૭ વર્ષથી સિરાજે કાપડની બનાવટનું નિર્દેશન કર્યું છે – હાટવણાટમાં તેમનાં જેવા કુશળ વણકરની - દોરાની સતત તપાસ કરતાં રહેવા માટે, હાથ-પગની હિલચાલને સંકલિત કરવા માટે અને કાપડમાં ઉભા અને આડા દોરડાઓની સંખ્યા બરાબર હોવાની ખાતરી કરવા માટે જરૂર પડે છે.
સિરાજના ઘરમાં અત્યારે લગભગ ૭ ફૂટ ઉંચા ૨ હેન્ડલૂમ છે. એક સમય એવો હતો કે તેમની પાસે આવાં ૭ હેન્ડલૂમ હતાં અને તેને ચલાવવા માટે કારીગર પણ રાખ્યા હતાં. તેઓ કહે છે કે, “૧૯૮૦ના દશક સુધી ઘણું કામ આવતું હતું.” ૩ દશકાઓ પહેલાં, તેમણે બીજા ગામનાં ખરીદારને ૧૦૦૦ રૂપિયા લેખે ૩ હેન્ડલૂમ વેચી દીધાં અને ૨ હેન્ડલૂમ કોલ્હાપુર શહેરનાં એક NGO ને દાન કરી દીધાં.
૧૯,૭૬૪ (૨૦૧૧ની વસ્તીગણતરી) લોકોની વસ્તી ધરાવતાં કોલ્હાપુર જીલ્લાનાં હત્કાન્ગગલે તાલુકાનાં તેમનાં ગામ રેન્દલમાં સિરાજ પરિવાર ત્રણ પેઢીઓથી હાથવણાટ ચલાવે છે અને કાપડ બનાવે છે. ૧૯૬૨માં આઠમાં ધોરણનો અભ્યાસ કરીને સિરાજે પોતાની ફોઈ હલીમા પાસેથી વણાટની કળા શીખી હતી. તેમનાં ફોઈ રેન્દલમાં વણાટકામ જાણતી ખુબ ઓછી સ્ત્રીઓમાંથી એક હતાં. ગામની મોટાભાગની સ્ત્રીઓ હાથ વડે વણાટકામ કરતી – જેવું કે તેમનાં પત્ની મૈમુના એ અમુક વર્ષો પછી કર્યું.















