જ્યારે તેઓ તારપી (જેને તારપા પણ કહેવાય છે) વગાડવાનું શરૂ કરે છે ત્યારે રાજુ ડુમરગોઇના ગાલ ફૂલે છે. વાંસ અને સૂકા કોળાથી બનેલું પાંચ ફૂટ લાંબુ આ સંગીત વાદ્ય તરત જ જીવંત થઈ જાય છે, અને આ પવન વાદ્યનો અવાજ હવામાં ગુંજવા લાગે છે.
છત્તીસગઢના રાયપુરના પ્રદર્શન મેદાનમાં, જ્યાં રાજ્ય સરકાર દ્વારા 27-29 ડિસેમ્બર, 2020 દરમિયાન રાષ્ટ્રીય આદિવાસી નૃત્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યાં આ સંગીતકાર અને તેમના વિશિષ્ટ આકારના વાદ્યની નોંધ લીધા વિના કોઈ રહી શક્યું નહીં.
કા ઠાકુર સમુદાયના સંગીતકાર રાજુએ સમજાવ્યું કે તેઓ દશેરા અને નવરાત્રિ અને અન્ય તહેવારો દરમિયાન મહારાષ્ટ્રના પાલઘરના એક ગામ ગુંડાચા પાડામાં તેમના ઘરે તારપી વગાડતા હતા.
આ પણ જુઓ: મારા તારપા તે મારા દેવ
અનુવાદક: ફૈઝ મોહંમદ