કિરણ રસોઈ કરે છે, ઘરની સાફસફાઈ કરે છે અને ઘરનું સંચાલન કરે છે. તે બળતણ અને પાણી પણ એકઠું કરે છે અને તેને ઊંચકીને ઘરે લઈ જાય છે, ઉનાળો જેમ જેમ આગળ વધતો જાય છે તેમ તેમ આ અંતર પણ વધતું જાય છે.

માત્ર 11 વર્ષની ઉંમરે, તેની પાસે કોઈ વિકલ્પ નથી — તેના માતાપિતા દર વર્ષે બહાર સ્થળાંતર કરે છે અને બાંસવાડા જિલ્લામાં તેના ગામમાં (નામ જાહેર નથી કર્યું) ઘરે બીજું કોઈ નથી. તેનો 18 વર્ષનો ભાઈ વિકાસ (નામ બદલેલ છે) અહીં જ છે, પરંતુ તે ગમે ત્યારે સ્થળાંતર કરી શકે છે, જેવું કે તેણે ભૂતકાળમાં કર્યું છે. ત્રણથી 13 વર્ષની વયના તેમના અન્ય ત્રણ ભાઈ-બહેનો તેમના માતા-પિતા સાથે રહે છે, જેઓ ગુજરાતના વડોદરામાં બાંધકામ સ્થળો પર મજૂર તરીકે કામ કરે છે. તેઓ શાળામાં જઈ શકતા નથી, પણ કિરણને શાળાએ જવા મળે છે.

કિરણ (નામ બદલેલ છે) આ પત્રકારને પોતાની દિનચર્યા સમજાવતાં કહે છે, “હું સવારે થોડું ખાવાનું રાંધુ છું.” રસોડાનો વિસ્તાર એક ઓરડાના ઘરનો લગભગ અડધો ભાગ આવરી લે છે અને સૂર્યાસ્ત થયા પછી છત પરથી લટકતી એકલી હાથબત્તી પ્રકાશ પૂરો પાડે છે.

એક છેડે આગનો ચૂલો છે; વધારાનું લાકડું અને બળતણના જૂના વાસણ નજીકમાં મૂકવામાં આવ્યા છે. શાકભાજી, મસાલા અને અન્ય વસ્તુઓ પ્લાસ્ટિકની થેલીઓ અને કન્ટેનરમાં સંગ્રહિત કરવામાં આવે છે, જે કાં તો લાદી પર ગોઠવવામાં આવે છે કાં તો દિવાલો પર લટકાવવામાં આવે છે, એવી રીતે કે તેના નાના હાથ પણ ત્યાં સરળથી પહોંચી શકે. કિરણ કહે છે, “હું શાળાએથી આવ્યા પછી સાંજે રાત્રિભોજન પણ રાંધુ છું. ફિર મુરગી કો દેખના [પછી હું મરઘાંની સંભાળ રાખું છું] અને પછી અમે સૂઈ જઈએ છીએ.”

તેની શરમાળ અદામાં વર્ણવેલી વાર્તા સ્થાનિક લોકોમાં બિજલિયા અથવા દાવડા ખોરા તરીકે ઓળખાતા નજીકની તળેટીના જંગલોમાંથી બળતણનાં લાકડાં એકત્ર કરવા અને ઊંચકીને લાવવા જેવા અન્ય ઘણા ઘરગથ્થુ કામોની વાત સામેલ નથી. કિરણને જંગલમાં જવામાં લગભગ એક કલાક લાગે છે, લાકડાને કાપવા, એકત્રિત કરવા અને ઢગલામાં બાંધવા માટે વધુ એક કલાક લાગી શકે છે, અને કેટલાક કિલો લાકડા સાથે ઘરે પાછા ફરવામાં માટે વધુ એક કલાક લાગી શકે છે. આ લાકડાં ચોક્કસપણે ઊંચાં છે અને સંભવતઃ મધ્યમ બાંધાના બાળક કરતાં વધુ વજન ધરાવે છે.

PHOTO • Swadesha Sharma
PHOTO • Swadesha Sharma

ગામ ની સરહદે વેલી ટેકરીઓ ને સ્થાનિક લોકો બિજલિયા અથવા દાવડા ખોરા તરીકે ઓળ ખે છે. આ વિસ્તારના બાળકો બળતણ નાં લાક ડાં એક ઠાં કરવા અને ઢોર ચરાવવા માટે આ ટેકરીઓની મુલાકાત લે છે

PHOTO • Swadesha Sharma
PHOTO • Swadesha Sharma

ડાબેઃ જ્યારે પણ તેમની પાસે સમય હોય , કિરણ અને તેનો ભાઈ લાક ડાં એક ઠાં કરે છે અને ભવિષ્યના ઉપયોગ માટે ઘરની બાજુમાં તેને ગોઠવે છે. જંગલ માં જવા- વવામાં તેમને ત્રણ કલાક લાગી શકે છે. જમણે: રસોડાના ઘટકો સરકાર દ્વારા આપવામાં આવતું રે શન તેમજ ઉગાડવામાં આવતી અને ઘાસચારાની વસ્તુઓ ઘરની દિવાલો થેલીઓ ટાંગીને સંગ્રહિત કરવામાં આવે છે

આ સૂચિમાં કિરણ એક મહત્ત્વપૂર્ણ કાર્યને યાદ કરીને ઉમેરે છે, “હું પણ પાણી લાવું છું.” ક્યાંથી? “હેન્ડપંપમાંથી.” હેન્ડપંપ તેમના પાડોશી અસ્મિતાના પરિવારનો છે. 25 વર્ષીય અસ્મીતા કહે છે, “અહીં અમારી પાસે બે હેન્ડપંપ છે. આ વિસ્તારમાં દરેક વ્યક્તિ, લગભગ આઠ ઘરોના, તેમાંથી પાણી ખેંચે છે. એક વાર ઉનાળો આવે અને હેન્ડપંપ સૂકાઈ જાય, ત્યારે લોકો ગડ્ડા [બિજલિયા ટેકરીઓની તળેટી પર કુદરતી રીતે રચાતા તળાવ] તરફ જશે.” ગડ્ડા વધુ દૂર છે અને ખાસ કરીને કિરણ જેવી યુવતી માટે ખૂબ જ કપરું ચઢાણ છે.

શિયાળાની ઠંડીથી બચવા માટે સલવાર કુર્તા અને જાંબુડિયા રંગનું સ્વેટર પહેરેલી કિરણ તેની ઉંમરની સરખામણીમાં ઘણી મોટી લાગે છે. પરંતુ જ્યારે તે કહે છે, “મમ્મી-પાપા સે રોઝ બાત હોતી હૈ… ફોન પે [અમે અમારા માતા-પિતા સાથે દરરોજ ફોન પર વાત કરીએ છીએ]”, ત્યારે તમને તેની નાની ઉંમરની ઝલક જોવા મળે છે.

દક્ષિણ રાજસ્થાનમાં જ્યાં બાંસવાડા જિલ્લો આવેલો છે, ત્યાં અડધા પરિવારો સ્થળાંતર કરીને જાય છે. અને આ જિલ્લામાં કિરણના પરિવારની જેમ ભીલ આદિવાસીઓની વસ્તી 95 ટકાથી વધુ છે. જમીન અને ઘર સલામત રહે તે સુનિશ્ચિત કરવા માટે ઘણા લોકો નાના બાળકોને ઘરે છોડીને જાય છે. પરંતુ, યુવાન ખભાઓ પર અયોગ્ય બોજ ઉપરાંત, તેઓ એકલાં રહે છે તેનાથી તેમની નબળાઈનો શિકાર કરવા માંગતા લોકો સામે તેઓ ઉઘાડાં પડી જાય છે.

જાન્યુઆરીની શરૂઆતનો સમય છે અને અહીંના ઘણા ખેતરો સૂકા ઝાડી ઝાંખરાં અથવા ચૂંટવા માટે તૈયાર એવા ઊભા કપાસના પાક સાથે ભૂરા રંગના હોય છે. શિયાળાની રજાઓ હજુ પણ ચાલી રહી હોવાથી, ઘણા બાળકો પરિવારની જમીન પર કામ કરવામાં, બળતણ એકત્ર કરવામાં અથવા ઢોર ચરાવવામાં વ્યસ્ત છે.

વિકાસ આ વખતે ઘરે રોકાયો છે, પરંતુ ગયા વર્ષે તે તેનાં માતા-પિતા સાથે ગયો હતો. કપાસ ચૂંટતાં ચૂંટતાં તે કહે છે, “મેં [બાંધકામ સ્થળો પર] રેતી મિક્સ કરવાના મશીન પર કામ કર્યું હતું. અમને એક દિવસના કામ માટે 500 રૂપિયા ચૂકવવામાં આવતા. પણ અમારે રસ્તાની બાજુમાં જ રહેવું પડતું હતું. મને તે ગમતું નહોતું.” તેથી જ્યારે શૈક્ષણિક વર્ષ ફરીથી ચાલુ થયું ત્યારે તે દિવાળી (2023)ની આસપાસ પાછો ઘરે આવી ગયો.

વિકાસ ટૂંક સમયમાં સ્નાતકની પદવી મેળવવાની આશા રાખે છે. તે પારીને કહે છે, “પેહલે પૂરા કામ કરકે, ફિર પઢને બૈઠતે હૈ [પહેલાં અમે અમારું કામ પૂરું કરીએ, પછી ભણવા બેસીએ છીએ].”

પરંતુ કિરણ તેને શાળામાં જવા વિશે કઈ બાબત વધું પસંદ છે તે વિશે કહે છે: “મને હિન્દી અને અંગ્રેજીનો અભ્યાસ કરવો ગમે છે. મને સંસ્કૃત અને ગણિત પસંદ નથી.”

PHOTO • Swadesha Sharma
PHOTO • Swadesha Sharma

ડાબેઃ કિરણના પારિવારિક ખેતરમાં વાવેલા ચણા. જમણેઃ ભાઈ-બહેનો એક સમયે 10-12 મરઘાં પણ ઉછેરે છે. આંગણાની છત પર લટકતી વણેલી ટોપલીમાં એક મરઘી છે તેના કદના ધારે આશરે 300-500 રૂપિયામાં વેચાય છે

PHOTO • Swadesha Sharma
PHOTO • Swadesha Sharma

ડાબેઃ પાપડ જેવી ઉગાડવામાં આવતી અથવા ચારા માટે કાપવામાં વેલી ઘણી લીલી શાકભાજીને જાળવણી માટે છત પર સૂકવવામાં આવે છે. જમણેઃ શિયાળાની રજાઓ માટે શાળાઓ બંધ હોવાથી , આ વિસ્તારના બાળકોને ઘરના ઘણા કામ કરવા પડે છે , જેમાં નજીકના ટેકરીઓ પર તેમના ઢોર પણ ચરાવવાનો સમાવેશ થાય છે

કિરણને મધ્યાહ્ન ભોજન યોજના હેઠળ શાળામાં બપોરનું ભોજન આપવામાં આવે છેઃ “કિસી દિન સબ્જી, કિસી દિન ચાવલ [કોઈક દિવસે શાકભાજી તો કોઈક દિવસે ચોખા].” પરંતુ તેમના ભોજનની બાકીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે ભાઈ-બહેનો પાપડનો ઉછેર કરે છે અને પાંદડાવાળા શાકભાજી ખરીદે છે. અન્ય ઘટકો સરકાર દ્વારા પૂરા પાડવામાં આવતા રેશનમાંથી આવે છે.

વિકાસ કહે છે, “અમને 25 કિલો ઘઉં મળે છે. અને તેલ, મરચાં, હળદર અને મીઠા જેવા અન્ય ઘટકો પણ. અમને 500 ગ્રામ મગ અને ચણાની દાળ પણ મળે છે. તે અમારા બંનેને એક મહિના સુધી ટકી રહેવા માટે પૂરતું છે.” પણ એક વાર આખો પરિવાર પાછો આવે ત્યારે તે પૂરતું નથી હોતું.

ખેતરમાંથી થતી આવક પરિવારના ખર્ચને આવરી લેવા માટે જરાય પૂરતી નથી. આ ભાઈ-બહેનો જે મરઘાંનો ઉછેર કરે છે તે આંશિક રીતે શાળાની ફી અને દૈનિક ખર્ચને આવરી લે છે, પરંતુ જ્યારે તે પૈસા પતી જાય ત્યારે તેમનાં માતા-પિતાએ પૈસા મોકલવા પડે છે.

મનરેગા હેઠળ વેતન વ્યાપક રીતે બદલાય છે પરંતુ રાજસ્થાનમાં નિર્ધારિત દૈનિક વેતન 266 રૂપિયા છે, જે ખાનગી ઠેકેદારો દ્વારા કિરણ અને વિકાસના માતા-પિતાને વડોદરામાં ચૂકવવામાં આવતા 500 રૂપિયાથી લગભગ અડધું છે.

વેતનની આવી અસમાનતાઓ હોવાથી, એમાં કોઈ નવાઈની વાત નથી કે કુશલગઢ શહેરનું બસ સ્ટેન્ડ હંમેશાં વ્યસ્ત રહે છે. આખા વર્ષ દરમિયાન લગભગ દરરોજ રાજ્યની 40 બસો એક ફેરામાં 50-100 લોકોને લઈને રવાના થાય છે. વાંચો: પ્રવાસી શ્રમિકો… આ નંબર યાદ રાખજો

PHOTO • Swadesha Sharma
PHOTO • Swadesha Sharma

બાંસવાડાના દક્ષિણના તાલુકાઓમાંના એક વા કુશલગઢમાં બસ સ્ટેન્ડ હંમે શાં વ્યસ્ત રહે છે . રાજ્યની લગભગ 40 બસો ક ફેરામાં 50-100 લોકોને લઈને જાય છે , જેમાંના મોટાભાગના પરપ્રાંતિય કામદારો હોય છે, જે ગુજરાત અને મધ્યપ્રદેશના પડોશી રાજ્યો માટે દરરોજ રવાના થાય છે

જેમ જેમ બાળકો મોટા થાય છે તેમ તેમ તેઓ ઘણી વાર તેમનાં માતા-પિતા સાથે વેતનના કામમાં સાથે જાય છે, તેથી તેમાં કોઈ નવાઈ નથી કે રાજસ્થાનમાં શાળાની નોંધણી ઉંમર વધવા સાથે ઝડપથી ઘટે છે. સામાજિક કાર્યકર્તા સ્મિતા ઔપચારિક શિક્ષણના આ અભાવ વિશે કહે છે, “અહીં ઘણા લોકો મોટાભાગે ધોરણ 8 કે 10 સુધી જ ભણે છે.” તેઓ પોતે અમદાવાદ અને રાજકોટ સ્થળાંતર કરતાં હતાં, પરંતુ હવે તેઓ તેમના પરિવારના કપાસના ખેતરમાં કામ કરે છે, જાહેર સેવાની પરીક્ષાઓ માટે અભ્યાસ કરે છે અને અન્ય લોકોને મદદ કરે છે.

બે દિવસ પછી જ્યારે આ પત્રકાર કિરણને ફરીથી મળે છે, ત્યારે તે કુશલગઢ સ્થિત બિન-નફાકારક સંસ્થા આજીવિકા બ્યૂરોની મદદથી અસ્મિતા સહિત વિસ્તારની યુવા મહિલા સ્વયંસેવકો દ્વારા આયોજિત સામુદાયિક આઉટરીચ મીટિંગમાં ભાગ લઈ રહી છે. યુવતીઓને વિવિધ પ્રકારના શિક્ષણ, વ્યવસાયો અને ભવિષ્ય વિશે જાગૃત કરવામાં આવે છે. સલાહકારો દોહરાવતા રહે છે, “તમે ધારો એ બની શકો છો.”

મીટિંગ પછી, કિરણ પાણીનો બીજો ઘડો ભરવા અને સાંજનું ભોજન તૈયાર કરવા માટે ઘરે પરત ફરે છે. પરંતુ તે શાળામાં પાછા આવવાની, તેના મિત્રોને મળવાની અને રજાઓ દરમિયાન જે વસ્તુઓ ન કરી શકી તે બધું કરવાની રાહ જોઈ રહી છે.

અનુવાદ: ફૈઝ મોહંમદ

Swadesha Sharma

ಸ್ವದೇಶ ಶರ್ಮಾ ಪೀಪಲ್ಸ್ ಆರ್ಕೈವ್ ಆಫ್ ರೂರಲ್ ಇಂಡಿಯಾದಲ್ಲಿ ಸಂಶೋಧಕ ಮತ್ತು ವಿಷಯ ಸಂಪಾದಕರಾಗಿದ್ದಾರೆ. ಪರಿ ಗ್ರಂಥಾಲಯಕ್ಕಾಗಿ ಸಂಪನ್ಮೂಲಗಳನ್ನು ಸಂಗ್ರಹಿಸಲು ಅವರು ಸ್ವಯಂಸೇವಕರೊಂದಿಗೆ ಕೆಲಸ ಮಾಡುತ್ತಾರೆ.

Other stories by Swadesha Sharma
Editor : Priti David

ಪ್ರೀತಿ ಡೇವಿಡ್ ಅವರು ಪರಿಯ ಕಾರ್ಯನಿರ್ವಾಹಕ ಸಂಪಾದಕರು. ಪತ್ರಕರ್ತರು ಮತ್ತು ಶಿಕ್ಷಕರಾದ ಅವರು ಪರಿ ಎಜುಕೇಷನ್ ವಿಭಾಗದ ಮುಖ್ಯಸ್ಥರೂ ಹೌದು. ಅಲ್ಲದೆ ಅವರು ಗ್ರಾಮೀಣ ಸಮಸ್ಯೆಗಳನ್ನು ತರಗತಿ ಮತ್ತು ಪಠ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಆಳವಡಿಸಲು ಶಾಲೆಗಳು ಮತ್ತು ಕಾಲೇಜುಗಳೊಂದಿಗೆ ಕೆಲಸ ಮಾಡುತ್ತಾರೆ ಮತ್ತು ನಮ್ಮ ಕಾಲದ ಸಮಸ್ಯೆಗಳನ್ನು ದಾಖಲಿಸುವ ಸಲುವಾಗಿ ಯುವಜನರೊಂದಿಗೆ ಕೆಲಸ ಮಾಡುತ್ತಾರೆ.

Other stories by Priti David
Translator : Faiz Mohammad

Faiz Mohammad has done M. Tech in Power Electronics Engineering. He is interested in Technology and Languages.

Other stories by Faiz Mohammad