મોધુશુદન તાતી વિચારે છે કે પોલિએસ્ટર સાડી 90 રુપિયામાં વેચાતી હોય ત્યારે તેમણે વણેલી કોટપાડ સાડી કોણ ખરીદશે.
ઓડિશાના કોરાપુટ જિલ્લાના કોટપાડ તાલુકામાં આવેલા ડોંગરીગુડા ગામના ચાલીસ-બેતાલીસ વર્ષના આ વણકર દાયકાઓથી પ્રખ્યાત કોટપાડ સાડીઓ વણતા આવ્યા છે. કોટપાડ સાડીમાં જટિલ કલાત્મક ભાત હોય છે અને તે કાળા, લાલ અને તપખીરિયા રંગના ચમકીલા શેડ્સના સુતરાઉ દોરાઓથી વણવામાં આવે છે.
મોધુશુદન કહે છે, “વણાટ એ અમારો પારિવારિક વ્યવસાય છે. મારા દાદા વણતા હતા, મારા પિતા વણતા હતા અને હવે મારો દીકરો વણે છે." તેઓ તેમના આઠ સભ્યોના પરિવારની સંભાળ રાખવા માટે બીજા ઘણા નાના-મોટા કામો પણ કરે છે.
2014 માં બનાવવામાં આવેલી આ ફિલ્મ, અ વીવ ઈન ટાઈમ મોધુશુદનની વારસાગત હસ્તકલાની અને તેને ટકાવી રાખવામાં તેમને કેવી કેવી મુશ્કેલીઓ પડે છે એની વાત કરે છે.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક