જ્યારે જસદીપ કૌરે વધુ સારી રીતે અભ્યાસ કરવા માટે સ્માર્ટફોન ખરીદવાની જરૂર હતી, ત્યારે તેમના માતાપિતાએ તેમને 10,000 રૂપિયા ઉધાર આપ્યા હતા. તેની ચૂકવણી કરવા માટે, આ 18 વર્ષીય યુવતીએ પોતાની 2023ની ઉનાળાની રજાઓ ડાંગરનું વાવેતર કરવામાં વિતાવી હતી.

પંજાબના શ્રી મુક્તસર સાહિબ જિલ્લામાં તેમના પરિવારોને ટેકો આપવા માટે ખેતરોમાં કામ કરતાં હોય તેવાં દલિત વિદ્યાર્થીઓમાં જસદીપ કૌર એકલાં નથી.

જસદીપ કહે છે, “અમે ખેતરમાં કામ ખુશીથી નહીં, પરંતુ અમારા પરિવારોની લાચારીના લીધે કરીએ છીએ.” તેમનો પરિવાર મઝહબી શીખ સમુદાય સાથે સંબંધ ધરાવે છે, જે પંજાબમાં અનુસૂચિત જાતિ તરીકે સૂચિબદ્ધ છે. તેમના સમુદાયના મોટાભાગના લોકો પાસે જમીન નથી પરંતુ તેઓ ઉચ્ચ જાતિના ખેડૂતોના ખેતરોમાં કામ કરે છે.

તેમના માતાપિતાએ તેમને જે પૈસા આપ્યા હતા તે તેમણે ગાય ખરીદવા માટે એક માઇક્રોફાઇનાન્સ કંપની પાસેથી લીધેલી 38,000 રૂપિયાની લોનમાંથી આપ્યા હતા. 40 રૂપિયા પ્રતિ લિટર લેખે દૂધ વેચવાથી, તેમના પરિવારના ઘરખર્ચમાં મદદ મળશે. શ્રી મુક્તસર સાહિબ જિલ્લાના ખુંડે હલાલ ગામમાં કમાણીની તકો મર્યાદિત છે, અને અહીંની 33 ટકા વસ્તી ખેત મજૂરો છે.

જસદીપે જ્યારે જૂનમાં કોલેજની પરીક્ષા આપવી પડી ત્યારે સ્માર્ટફોન અમૂલ્ય સાબિત થયો હતો, કેમ કે તેઓ ડાંગરના ખેતરોમાં મજૂરી કરવાથી બે કલાકનો વિરામ લઈને તરત ઓનલાઇન પરીક્ષા આપી શક્યાં હતાં. તેઓ કહે છે, “મને કામ છોડવાનું પોસાય તેમ નહોતું. જો હું તેના બદલે કોલેજ ગઈ હોત, તો મારો પગાર એક દિવસ માટે કાપી લેવામાં આવ્યો હોત.”

Dalit student Jasdeep Kaur, a resident of Khunde Halal in Punjab, transplanting paddy during the holidays. This summer, she had to repay a loan of Rs. 10,000 to her parents which she had taken to buy a smartphone to help with college work
PHOTO • Sanskriti Talwar

પંજાબના ખુંડે હલાલનાં રહેવાસી દલિત વિદ્યાર્થી જસદીપ કૌર રજાઓ દરમિયાન ડાંગરનું વાવેતર કરે છે. આ ઉનાળામાં કોલેજના અભ્યાસ માટે જરૂરી સ્માર્ટફોન ખરીદવા માટે તેમના માતાપિતા પાસેથી 10,000 રૂપિયા ઉછીના લીધા હતા તેની ચૂકવણી કરવાની છે

'We don’t labour in the fields out of joy, but out of the helplessness of our families ,' says Jasdeep. Her family are Mazhabi Sikhs, listed as Scheduled Caste in Punjab; most people in her community do not own land but work in the fields of upper caste farmers
PHOTO • Sanskriti Talwar
'We don’t labour in the fields out of joy, but out of the helplessness of our families ,' says Jasdeep. Her family are Mazhabi Sikhs, listed as Scheduled Caste in Punjab; most people in her community do not own land but work in the fields of upper caste farmers
PHOTO • Sanskriti Talwar

જસદીપ કહે છે, 'અમે ખેતરમાં કામ ખુશીથી નહીં, પરંતુ અમારા પરિવારોની લાચારીના લીધે કરીએ છીએ.’ તેમનો પરિવાર મઝહબી શીખ સમુદાય સાથે સંબંધ ધરાવે છે, જે પંજાબમાં અનુસૂચિત જાતિ તરીકે સૂચિબદ્ધ છે. તેમના સમુદાયના મોટાભાગના લોકો પાસે જમીન નથી પરંતુ તેઓ ઉચ્ચ જાતિના ખેડૂતોના ખેતરોમાં કામ કરે છે

પંજાબના શ્રી મુક્તસર જિલ્લાની સરકારી કોલેજ મુક્તસરમાં વાણિજ્યના બીજા વર્ષનાં વિદ્યાર્થી જસદીપ માટે ખેત મજૂર તરીકેનું કામ એ કંઈ નવું નથી. તેઓ 15 વર્ષનાં હતાં ત્યારથી તેમના પરિવાર સાથે ખેતરોમાં કામ કરી રહ્યાં છે.

તેઓ હસતાં હસતાં કહે છે, “અન્ય બાળકો ઉનાળાની રજાઓમાં તેમના નાની પિંડ [નાનીના ગામ] માં જવા માટે કહે છે, જ્યારે કે અમે તે સમયે શક્ય તેટલો ડાંગર રોપવા માટે મશગુલ હોઈએ છીએ.”

યુવાન જસદીપે સૌપ્રથમ તેમના પરિવારને માઇક્રોફાઇનાન્સ કંપની પાસેથી લીધેલી એક લાખ રૂપિયાની બે લોન ચૂકવવામાં મદદ કરવા માટે ડાંગરનું વાવેતર કરવાનું શરૂ કર્યું હતું. બંને લોન તેમના પિતા જસવિન્દરે 2019માં ખરીદેલી મોટરબાઈકની ચૂકવણી કરવા માટે લેવામાં આવી હતી. પરિવારે વ્યાજ પેટે એક લોન પર 17,000 રૂપિયા અને બીજી લોન પર 12,000 રૂપિયા ચૂકવ્યા હતા.

જસદીપના પિત્રાઈ મંગલ અને જગદીપ, બંને હાલ 17 વર્ષના છે અને તેમણે પણ 15 વર્ષની ઉંમરે ખેતરમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું. તેમનાં માતા, 38 વર્ષીય રાજવીર કૌર અમને કહે છે કે ગામમાં ખેત મજૂરોના પરિવારોના બાળકોને સાત કે આઠ વર્ષની ઉંમરથી જ તેમના માતાપિતા કામ કરતાં હોય તે જોવા માટે ખેતરોમાં લઈ જવાનું શરૂ કરવામાં આવે છે. તેઓ સમજાવે છે, “જેથી કરીને જ્યારે તેઓ ખરેખર અમારી સાથે કામ કરવાનું શરૂ કરે ત્યારે બાળકોને મુશ્કેલી ન પડે.”

Rajveer Kaur (in red) says families of farm labourers in the village start taking children to the fields when they are seven or eight years old to watch their parents at work.
PHOTO • Sanskriti Talwar
Jasdeep’s brother Mangal Singh (black turban) started working in the fields when he turned 15
PHOTO • Sanskriti Talwar

ડાબેઃ રાજવીર કૌર (લાલ રંગમાં) કહે છે કે ગામમાં ખેત મજૂરોના પરિવારોના બાળકોને સાત કે આઠ વર્ષની ઉંમરથી જ તેમના માતાપિતા કામ કરતાં હોય તે જોવા માટે ખેતરોમાં લઈ જવાનું શરૂ કરવામાં આવે છે. જમણેઃ જસદીપના ભાઈ મંગલ સિંહ (કાળી પાઘડી) એ 15 વર્ષની ઉંમરથી જ ખેતરમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું

તેમના પડોશીઓના ઘરે પણ આ જ પરિસ્થિતિ છે. તેમના પડોશી નિરુનો પરિવાર, તેની ત્રણ બહેનો અને તેમની વિધવા માતા પણ આ જ કામ કરે છે. 22 વર્ષીય નિરુ તેઓ કામ માટે ગામની બહાર કેમ નથી જઈ શકતાં તે સમજાવતાં કહે છે, “મારી માને ડાંગરનું વાવેતર કરવામાં મુશ્કેલી પડે છે, કારણ કે તેમને કાલા પેલિયા [હીપેટાઇટિસ સી] છે.” આ રોગ, જે તેમને 2022માં થયો હતો, તેણે 40 વર્ષીય સુરિંદર કૌરને ગરમી તથા તાવ અને ટાઈફોઈડ માટે સંવેદનશીલ બનાવી દીધાં છે. તેમને વિધવાઓ માટેના માસિક પેન્શન પેટે દર મહિને 1,500 રૂપિયા મળે છે, પણ તે ઘર ચલાવવા માટે પૂરતું નથી.

તેથી તેઓ 15 વર્ષનાં હતા ત્યારથી, નિરુ અને તેમની બહેનો ડાંગરનું વાવેતર કરી રહી છે, નીંદણ દૂર કરી રહી છે અને કપાસ વીણી રહી છે. જમીનવિહોણા મઝહબી શીખોના પરિવાર માટે આ આવકનો એકમાત્ર સ્રોત છે. નિરુ કહે છે, “અમારી આખી રજાઓ ખેતરોમાં મજૂરી કરવામાં પસાર થતી હતી. અમને માત્ર એક અઠવાડિયું આરામ મળતો હતો જેમાં અમે અમારું ઘરકામ કરતાં હતાં.”

પરંતુ કામ કરવાની પરિસ્થિતિઓ, ખાસ કરીને ઉનાળાના લાંબા, ગરમ દિવસોમાં મુશ્કેલ હોય છે. કેમ કે એ વખતે, ડાંગરના ખેતરોમાં પાણી ગરમ થવા લાગે છે, ત્યારે મહિલાઓ અને છોકરીઓએ બપોર માટે થોડો છાંયો શોધવો પડે છે, અને સાંજે 4 વાગ્યા પછી જ કામ ફરી શરૂ કરી  ઘકાય છે. આ કામ શારીરિક રીતે મુશ્કેલ છે, પરંતુ બિલો ચૂકવવાનાં હોવાથી, જસદીપ અને નિરુના પરિવારો પાસે અન્ય કોઈ વિકલ્પ નથી.

દર વર્ષે શાળાની ફી, નવા પુસ્તકો અને ગણવેશના ખર્ચનો ઉલ્લેખ કરતાં રાજવીર પૂછે છે, “જો અમારી બધી કમાણી તે ખર્ચ ઉઠાવવામાં જ ચાલી જાય, તો અમે અમારું ઘર કેવી રીતે ચલાવીશું?”

તેઓ તેમના પાકા ઘરના આંગણામાં એક મંજી (દોરીના પલંગ) પર બેસીને કહે છે, “તે બંનેએ શાળાએ પણ જવાનું હોય છે!” જગદીપ તેમના ગામથી 13 કિલોમીટર દૂર આવેલ લખેવાલીની સરકારી કન્યા ઉચ્ચતર માધ્યમિક સ્માર્ટ શાળામાં અભ્યાસ કરે છે.

Jasdeep drinking water to cool down. Working conditions in the hot summer months are hard and the labourers have to take breaks
PHOTO • Sanskriti Talwar
Rajveer drinking water to cool down. Working conditions in the hot summer months are hard and the labourers have to take breaks
PHOTO • Sanskriti Talwar

જસદીપ (ડાબે) અને રાજવીર (જમણે) ઠંડા થવા માટે પાણી પીવે છે. ઉનાળાના ગરમ મહિનાઓમાં કામ કરવાની પરિસ્થિતિઓ મુશ્કેલ હોય છે અને મજૂરોએ વચ્ચે વચ્ચે થોડો વિરામ લેવો પડે છે

જસદીપ કહે છે, “અમારે છોકરીઓ માટે પરિવહન વાન સેવા માટે દર મહિને 1,200 રૂપિયા ચૂકવવા પડે છે. પછી, અમારે તેમની સ્વાધ્યાયપોથીઓ પાછળ પણ ખર્ચ કરવો પડે છે.” તેઓ નિરાશ સ્વરે ઉમેરે છે, “હંમેશા કોઈ ને કોઈ ખર્ચ ચાલુ જ રહે છે.”

જુલાઈમાં ઉનાળાની રજાઓ પછી મંગલ અને જગદીપ તેમની શાળાની પરીક્ષાઓમાં બેસવાના છે. પરિવારે રજાઓ પતવાની હોય તેના બે દિવસ પહેલા તેમને ખેતરના કામમાંથી વિરામ આપવાનું નક્કી કર્યું છે જેથી તેઓ તેમના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે.

જસદીપને વિશ્વાસ છે કે તેમના નાના પિત્રાઈઓ સારું પ્રદર્શન કરશે જ. જો કે, ગામના અન્ય ઘણા યુવાનો માટે પરિસ્થિતિ આવી જ હોય તે શક્ય નથી. તેઓ માંજી પર તેમનાં માતાની નજીક બેસીને તેઓ કહે છે, “તેઓ સંઘર્ષ કરે છે અને તેનાથી તેઓ ચિંતિત થાય છે.” તે યુવાન છોકરી તેનાથી શક્ય તેટલું કરી જ રહી છે, તે ગામમાં કોલેજ જતા દલિતોની એક જૂથનો ભાગ છે જે સાંજે સમુદાયના બાળકોને મફત ટ્યુશન વર્ગો પૂરા પાડે છે. આ વર્ગો નિયમિતપણે જૂનમાં યોજાતા નથી કારણ કે મોટાભાગના યુવાનો સવારે 4 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી ખેતરોમાં જ હોય છે.

*****

ડાંગરનું વાવેતર એ ખેત મજૂરોના જમીનવિહોણા પરિવારો માટે ઉપલબ્ધ થોડા મોસમી વ્યવસાયોમાંથી એક છે. દરેક પરિવારને પ્રતિ એકર જમીન પર ડાંગરના વાવેતર માટે આશરે 3,500 રૂપિયા મળે છે. અને જો નર્સરી ખેતરથી લગભગ બે કિલોમીટરના અંતરે સ્થિત હોય તો વધારાના 300 રૂપિયા મળે છે. જો બે કે તેથી વધુ પરિવારો આ કાર્ય માટે એક સાથે કામ કરે, તો તેને વ્યક્તિ દીઠ 400 રૂપિયાથી લઈને 500 રૂપિયા દૈનિક વેતન મળે છે.

જો કે, ખુંડે હલાલમાં ઘણા પરિવારો કહે છે કે હવે ખરિફ પાકની મોસમ દરમિયાન કામ ઓછું મળે છે. દાખલા તરીકે, જસદીપ અને તેમના માતાપિતાએ આ સિઝનમાં 25 એકર જમીન પર ડાંગરનું વાવેતર કર્યું હતું, જે ગયા વર્ષની સરખામણીએ પાંચ એકર ઓછું હતું. ત્રણેયે 15,000 રૂપિયા કમાયા હતા. નાના ભાઈ-બહેનોએ આ સીઝનમાં લગભગ 10,000 રૂપિયાની કમાણી કરી હતી.

Transplanting paddy is one of the few seasonal occupations available to labourers in this village. As they step barefoot into the field to transplant paddy, they leave their slippers at the boundary
PHOTO • Sanskriti Talwar
Transplanting paddy is one of the few seasonal occupations available to labourers in this village. As they step barefoot into the field to transplant paddy, they leave their slippers at the boundary
PHOTO • Sanskriti Talwar

ડાંગરનું વાવેતર (જમણે) એ આ ગામમાં મજૂરો માટે ઉપલબ્ધ થોડા મોસમી વ્યવસાયોમાંથી એક છે. જ્યારે તેઓ ડાંગરનું વાવેતર કરવા માટે ઉઘાડે પગે ખેતરમાં પગ મૂકે છે, ત્યારે તેઓ તેમના ચપ્પલ શેઢા પર છોડી દે છે

Jasdeep’s father Jasvinder Singh loading paddy from the nurseries for transplanting.
PHOTO • Sanskriti Talwar
Each family of farm labourers is paid around Rs. 3,500 for transplanting paddy on an acre of land. They earn an additional Rs. 300 if the nursery is located at a distance of about two kilometres from the field
PHOTO • Sanskriti Talwar

ડાબેઃ જસદીપના પિતા જસવિંદર સિંહ રોપવા માટે નર્સરીમાંથી ડાંગર ભરી રહ્યા છે. જમણે: ખેત મજૂરોના દરેક પરિવારને પ્રતિ એકર જમીન પર ડાંગરના વાવેતર માટે આશરે 3,500 રૂપિયા મળે છે. અને જો નર્સરી ખેતરથી લગભગ બે કિલોમીટરના અંતરે સ્થિત હોય તો વધારાના 300 રૂપિયા મળે છે

કામ માટેનો બીજો વિકલ્પ શિયાળામાં કપાસ ચૂંઢવાનો છે. જસદીપ કહે છે તે કામ પણ હવે પહેલાં જેટલું વ્યવહારુ રહ્યું નથી, “છેલ્લા 10 વર્ષમાં જીવાતના હુમલા અને ભૂગર્ભજળનું સ્તર ઘટવાને કારણે કપાસની ખેતીમાં ઘટાડો થયો છે.”

કામની તકોના અભાવનો અર્થ એ છે કે કેટલાક ખેત મજૂરોએ અન્ય જગ્યાએ પણ કામ કરવું પડે છે. જસદીપના પિતા જસવિંદર ચણતરનું કામ કરતા હતા, પરંતુ તેમના શરીરના નીચલા ભાગમાં દુખાવો થવાને કારણે તેમણે હાર માની લીધી હતી. જુલાઈ 2023માં, તે 40 વર્ષીય વૃદ્ધે એક ખાનગી બેંક પાસેથી મહિન્દ્રા બોલેરો કાર ખરીદવા માટે લોન મેળવી હતી, જેથી તેઓ હવે ગામમાં મુસાફરોને લઈ જાય છે; સાથે સાથે તેઓ હજુ પણ ખેતરોમાં મજૂરી કરે છે. કારણ કે તેમના પરિવારે પાંચ વર્ષના સમયગાળામાં વાહન માટેની લોન ચૂકવવી પડશે.

બે વર્ષ પહેલાં સુધી નિરુનો પરિવાર ઉનાળાની રજાઓ દરમિયાન ઓછામાં ઓછી 15 એકર જમીન પર ડાંગરનું વાવેતર કરતો હતો. આ વર્ષે, તેઓએ તેના બદલે તેમના પશુધનને ખવડાવવા માટે ઘાસચારો વાવ્યો છે અને માત્ર બે એકર જમીન પર જ ડાંગરનું વાવેતર કર્યું છે.

2022માં નિરુનાં મોટાં બહેન, 25 વર્ષીય શિખાશે 26 કિલોમીટર દૂર ડોડામાં તબીબી પ્રયોગશાળામાં સહાયક તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. તેમના 24,000 રૂપિયાના માસિક પગારથી તે પરિવારને થોડી રાહત મળી હતી, જેમણે તેમાંથી એક ગાય અને એક ભેંસ ખરીદી હતી; છોકરીઓએ ટૂંકા અંતરની અવરજવર માટે સેકન્ડ હેન્ડ મોટરબાઈક પણ મેળવી હતી. નિરુ પણ તેમનાં બહેનની જેમ પ્રયોગશાળાનાં સહાયક બનવાની તાલીમ લઈ રહ્યાં છે અને તેમની ફી ગામની એક કલ્યાણકારી સંસ્થા દ્વારા ઉઠાવવામાં આવી રહી છે.

તેમની સૌથી નાની બહેન, 14 વર્ષીય કમલ ખેતરમાં પરિવાર સાથે કામ કરે છે. જગદીપની શાળામાં અગિયારમા ધોરણમાં ભણતી વિદ્યાર્થીની, શાળામાં ભણવાની સાથે સાથે મજૂરી કામ પણ કરી રહી છે.

Sukhvinder Kaur and her daughters Neeru and Kamal (left to right)
PHOTO • Sanskriti Talwar
After Neeru’s elder sister Shikhash began working as a medical lab assistant in 2022, the family bought a cow and a buffalo to support their household expenses by selling milk
PHOTO • Sanskriti Talwar

ડાબેઃ સુખવિંદર કૌર અને તેમની દીકરીઓ નિરુ અને કમલ (ડાબેથી જમણે) એ આ સિઝનમાં ગામમાં બે એકર જમીન પર ડાંગરનું વાવેતર કર્યું છે. જમણેઃ 2022માં નિરુનાં મોટાં બહેન શિખાશે એક તબીબી પ્રયોગશાળામાં સહાયક તરીકે કામ કરવાનું શરૂ કર્યા પછી, પરિવારે દૂધ વેચીને તેમના ઘરના ખર્ચને પહોંચી વળવા માટે એક ગાય અને એક ભેંસ ખરીદી હતી

*****

પંજાબ ખેત મજૂર સંઘના મહાસચિવ તરીકે સેવા આપતા તારસેમ સિંહ કહે છે, “ગામમાં ખેત મજૂરો પાસે હવે આ મોસમ દરમિયાન માત્ર 15 દિવસનું જ કામ ઉપલબ્ધ છે કારણ કે ખેડૂતોએ વધુને વધુ ડી.એસ.આર. અપનાવ્યું છે.” જસદીપ આ વાત સાથે સંમત થાય છે અને કહે છે કે એક સમય એવો હતો જ્યારે તેઓ માત્ર ડાંગરનું વાવેતર કરીને 25,000 રૂપિયા સુધીની કમાણી કરી શકતા હતા.

જસદીપનાં માતા રાજવીર વિલાપ કરતાં કહે છે, પરંતુ હવે, “ઘણા ખેડૂતો યંત્રોનો ઉપયોગ કરીને સિધી બિજાઈ [ચોખાનું સીધું બિયારણ અથવા ડી.એસ.આર.] કરવાનું પસંદ કરે છે. આ મશીનોએ અમને મળતી મજૂરીની તકો છીનવી લીધી છે.”

નિરુ ઉમેરે છે, “આ જ કારણ છે કે ઘણા ગ્રામવાસીઓ કામ શોધવા માટે દૂરના ગામડાઓમાં જાય છે.” કેટલાક મજૂરો માને છે કે રાજ્ય સરકારે ડી.એસ.આર. તકનીક અપનાવવા માટે એકર દીઠ 1,500 રૂપિયાની નાણાકીય સહાય આપવાની શરૂઆત કરી ત્યારથી મશીનોનો ઉપયોગ વધવા લાગ્યો છે.

ખુંડે હલાલમાં 43 એકર જમીન ધરાવતા ખેડૂત ગુરપિંદર સિંહ છેલ્લી બે સીઝનથી ડી.એસ.આર. પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યા છે. તેઓ નિર્દેશ કરે છે, “મજૂર અથવા મશીન દ્વારા ડાંગરનું વાવેતર કરવામાં કોઈ તફાવત નથી. ખેડૂત ચોખાના સીધા બિયારણ દ્વારા માત્ર પાણીની જ બચત કરે છે, પૈસાની નહીં.”

Gurpinder Singh
PHOTO • Sanskriti Talwar
Gurpinder Singh owns 43 acres of land in Khunde Halal and has been using the DSR method for two years. But he still has to hire farm labourers for tasks such as weeding
PHOTO • Sanskriti Talwar

ગુરપિંદર સિંહ (ડાબે) પાસે ખુંડે હલાલમાં 43 એકર જમીન (જમણે) છે અને તેઓ બે વર્ષથી ડી.એસ.આર. પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ તેમણે હજુ પણ નીંદણ કાઢવા જેવા કામો માટે હજુ પણ ખેત મજૂરોના ભરોસે જ રહેવું પડે છે

Mangal, Jasdeep and Rajveer transplanting paddy in the fields of upper caste farmers
PHOTO • Sanskriti Talwar
Mangal, Jasdeep and Rajveer transplanting paddy in the fields of upper caste farmers
PHOTO • Sanskriti Talwar

ડાબેઃ મંગલ, જસદીપ અને રાજવીર ઉચ્ચ જાતિના ખેડૂતોના ખેતરોમાં ડાંગરનું વાવેતર કરી રહ્યા છે

અને 53 વર્ષીય ગુરપિંદર નોંધે છે કે તેઓ ડી.એસ.આર.નો ઉપયોગ કરીને બમણા પ્રમાણમાં બીજ રોપવામાં સક્ષમ થયા છે.

પરંતુ, તેઓ સ્વીકારે છે કે આ પદ્ધતિથી ખેતરો સુકાઈ જાય છે, જેનાથી ઉંદરો માટે અંદર આવીને પાકનો નાશ કરવો સરળ બની જાય છે. તેઓ કહે છે, “જ્યારે અમે નીંદણના વધુ ઉપદ્રવને કારણે ડી.એસ.આર.નો ઉપયોગ કરીએ છીએ ત્યારે દવાઓનો વધુ છંટકાવ થાય છે. જ્યારે મજૂરો દ્વારા ડાંગરનું પ્રત્યારોપણ કરવામાં આવે છે ત્યારે નીંદણનો પ્રકોપ પણ ઓછો થાય છે.”

તેથી, ગુરપિંદર જેવા ખેડૂતો નીંદણમાંથી છુટકારો મેળવવા માટે ફરીથી મજૂરો પાસે કામ કરાવે છે.

તારસેમ મઝહબી શીખ છે. તેઓ પૂછે છે, “જો નવી તકનીક અપનાવવામાં કોઈ નફો ન હોય તો ખેડૂતો ખેત મજૂરોને કામ પર કેમ નથી રાખતા?” તેઓ કહે છે કે ખેડૂતોને જંતુનાશક બનાવતી કંપનીઓના ખિસ્સા ભરવામાં સંતોષ છે, પરંતુ તેઓ ઉમેરે છે, “મઝદૂરા દે તન કલ્લે હી હૈ, ઓવી યે ખાલી કરાંચ લગે હૈ. [આનાથી મજૂરોને કામ મળતું બંધ થઈ ગયું છે.]”

અનુવાદક: ફૈઝ મોહંમદ

Sanskriti Talwar

संस्कृति तलवार, नई दिल्ली स्थित स्वतंत्र पत्रकार हैं और साल 2023 की पारी एमएमएफ़ फेलो हैं.

की अन्य स्टोरी Sanskriti Talwar
Editor : Sarbajaya Bhattacharya

सर्वजया भट्टाचार्य, पारी के लिए बतौर सीनियर असिस्टेंट एडिटर काम करती हैं. वह एक अनुभवी बांग्ला अनुवादक हैं. कोलकाता की रहने वाली सर्वजया शहर के इतिहास और यात्रा साहित्य में दिलचस्पी रखती हैं.

की अन्य स्टोरी Sarbajaya Bhattacharya
Translator : Faiz Mohammad

Faiz Mohammad has done M. Tech in Power Electronics Engineering. He is interested in Technology and Languages.

की अन्य स्टोरी Faiz Mohammad