ઉત્તર પ્રદેશ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી સ્વીકારે છે કે વર્ષોથી દેશમાં અનાજના પૂરવઠો પૂરો પાડવામાં અગ્રગણ્ય ભાગ ભજવતા યુપીને અસર કરતી કોઈ આફતોમાંની એક હોય છે દુષ્કાળ. મધ્યપ્રદેશના પણ ઘણા ભાગો દુષ્કાળની સ્થિતિ માટે સમાન રીતે સંવેદનશીલ છે. અહીંના 51 જેટલા જિલ્લાઓએ છેલ્લા 29 વર્ષમાં અનેક દુષ્કાળનો અનુભવ કર્યો છે. આ રાજ્યોમાં મોટાભાગના લોકો આજીવિકા માટે વરસાદ આધારિત ખેતી પર આધાર રાખે છે. તેથી, અવારનવાર ફરી વળતાં ગરમીના મોજાં, ભૂગર્ભજળમાં ઘટાડો, અને અપૂરતો વરસાદ રાજ્યમાં તારાજી સર્જે છે.
દુષ્કાળની ભયાનકતા એવી હોય છે કે જેમણે અનુભવી હોય તે જ જાણે છે. શહેરવાસીઓ માટે તો તે સમાચારનો ટુકડો જ છે, પરંતુ વર્ષોવર્ષ તેમાંથી પસાર થતા ખેડૂતો માટે તે મૃત્યુના દેવતા યમના આગમનની જેમ અશુભ છે. વરસાદની રાહ જોતી પથરાળ, સૂકી આંખો, સૂકાઈ ગયેલી, ફાટો પડી ગયેલી ધરતી, ઉપર સૂસવાતી લૂ, ભૂખ્યા, ચીમળાઈ ગયેલા પેટવાળા બાળકો, ઢોરના હાડકાંનો ઢગલો અને પાણીની શોધમાં ભટકતી સ્ત્રીઓ – રાજ્યભરમાં જોવા મળતાં દ્રશ્યો છે.
આ કવિતા મધ્ય ભારતના ઉચ્ચ પ્રદેશોમાં દુષ્કાળના મારા અનુભવમાંથી આવી છે.
सूखा
रोज़ बरसता नैनों का जल
रोज़ उठा सरका देता हल
रूठ गए जब सूखे बादल
क्या जोते क्या बोवे पागल
सागर ताल बला से सूखे
हार न जीते प्यासे सूखे
दान दिया परसाद चढ़ाया
फिर काहे चौमासे सूखे
धूप ताप से बर गई धरती
अबके सूखे मर गई धरती
एक बाल ना एक कनूका
आग लगी परती की परती
भूखी आंखें मोटी मोटी
हाड़ से चिपकी सूखी बोटी
सूखी साखी उंगलियों में
सूखी चमड़ी सूखी रोटी
सूख गई है अमराई भी
सूख गई है अंगनाई भी
तीर सी लगती है छाती में
सूख गई है पुरवाई भी
गड्डे गिर्री डोरी सूखी
गगरी मटकी मोरी सूखी
पनघट पर क्या लेने जाए
इंतज़ार में गोरी सूखी
मावर लाली बिंदिया सूखी
धीरे धीरे निंदिया सूखी
आंचल में पलने वाली फिर
आशा चिंदिया चिंदिया सूखी
सूख चुके सब ज्वारों के तन
सूख चुके सब गायों के थन
काहे का घी कैसा मक्खन
सूख चुके सब हांडी बर्तन
फूलों के परखच्चे सूखे
पके नहीं फल कच्चे सूखे
जो बिरवान नहीं सूखे थे
सूखे अच्छे अच्छे सूखे
जातें, मेले, झांकी सूखी
दीवाली बैसाखी सूखी
चौथ मनी ना होली भीगी
चन्दन रोली राखी सूखी
बस कोयल की कूक न सूखी
घड़ी घड़ी की हूक न सूखी
सूखे चेहरे सूखे पंजर
लेकिन
पेट की भूक न
सूखी
દુકાળ
રોજ વરસે
નયનોથી પાણી
રોજ હાથોથી સરકે સાંતીડું
ખાલીખમ વાદળ રિસાયા
શું વાવે,
શું લણશે માણસ
સૂકાં તળાવ, સૂકાં સરોવર
લીલાં હતા એ સૌ ખેતર સૂકાં
દાન આપ્યું, પ્રસાદ આપ્યો
તો કેમનાં આ ચોમાસાં સૂકાં?
સૂરજના તાપથી ધરતી સૂકી
આ વરસ દુકાળમાં જો એ મૂઈ
ના એક કણસલું, ના એક દાણો
ભડકે
બળતું ઘાસનું એકેક તણખલું
ભૂખ્યા ડોળા મોટા મોટા
હાડકે સૂકા માંસના લોચા
સૂકી
સૂકી આંગળીઓમાં
સૂકી
ચામડી રૂખી રોટી
વાડી
સૂકી,
સૂકું આંગણું
વાગે
તીર સમી છાતીમાં
આ હવા જો સૂકી
સૂકી
આ માટીની માટલી
સૂકું દોરડું, સૂકી ગરગડી
પનઘટ
પર જઈને શું લાવું
રાહ જોતી
ગોરીની આશા સૂકી
ગાલની લાલી, પછી માથાની ટીલડી
ધીમે
ધીમે થઇ ઊંઘ પણ સૂકી
ને પછી ખોળામાં જે હતી ખેલતી
એ આશા ટીપે
ટીપે સૂકી
ભેંસોના શરીર સૂકાં
ગાયોનાં આંચળ સૂકાં
કેવું ઘી? કેવું માખણ?
રસોઈના સૌ વાસણ સૂકાં
ફૂલોની પાંખડીઓ સૂકી
પાકાં નહીં ફળ પણ સૂકાં
આખેઆખા ઝાડ છે સૂકાં
દિવસ
રાત ભલભલાં સૂકાં
જાત્રા, મેળા, ઝાંખી સૂકાં દિવાળી,
બૈસાખી સૂકા, ના ચોથ ના હોળી ભીની
ના કુમકુમ, ના ચંદન ભીનું
આ વખત રહી રક્ષાબંધન ય સૂકી
ના સૂકાયા કોયલના ટહુકા
ના સૂકાઈ હૈયાની આહ
સૂકા
ચહેરા, સૂકાં પીંજારા
પણ અંદરની એ ભૂખ છે લીલી
અનુવાદ: પ્રતિષ્ઠા પંડ્યા