મૂળ પ્રશ્ન મૂલ્યોનો છે. અને આ મૂલ્યો અમારા જીવનનો એક ભાગ છે. મેં અમારી જાતને પ્રકૃતિ સાથે એક થયેલી જોઈએ છીએ. જ્યારે આદિવાસીઓ લડે છે, ત્યારે તેઓ સરકાર કે કોર્પોરેશન સામે નથી લડતા. તેમની પોતાની 'ભૂમિ સેના' છે, અને તેઓ લોભ અને સ્વાર્થમાં જડેલા મૂલ્યો સામે લડે છે.
આ બધાની શરૂઆત થઇ સંસ્કૃતિના વિકાસ સાથે - વ્યક્તિવાદના ઉદય સાથે, જ્યારથી મનુષ્યએ પોતાના અસ્તિત્વને પ્રકૃતિથી અળગું કરીને જોવાનું શરુ કર્યું. અહીંથી સંઘર્ષ શરૂ થયો. એકવાર આપણે આપણી જાતને નદીથી અલગ કરી લઈએ, પછી આપણે આપણો ગટરનો કચરો, આપણો રાસાયણિક અને ઔદ્યોગિક કચરો તે પાણીમાં ઠાલવતા અચકાતા નથી. આપણે નદીને સંસાધન તરીકે કબજે કરવાનું શરૂ કરીએ છીએ. એકવાર આપણે આપણી જાતને કુદરતથી અલગ અને શ્રેષ્ઠ સર્જનની જેમ જોયા પછી, તેને લૂંટવું અને તેનું શોષણ કરવું સરળ થઇ જાય છે. બીજી તરફ, આદિવાસી સમુદાયના મૂલ્યો માત્ર કાગળ પર લખેલા મૂલ્યો નથી. અમારા મૂલ્યો એ અમારી જીવનશૈલી છે.
હું પૃથ્વીનો ગર્ભ છું
હું પૃથ્વીનું મૂળ-બીજ-ગર્ભ છું
હું સૂર્ય છું, તેજ છું, ગરમીની અનુભૂતિ છું, શાશ્વત છું.
હું ભીલ, મુંડા, બોડો, ગોંડ, સંથાલ પણ છું.
હું યુગો પહેલા જન્મેલ આદિ માનવ છું
તું મને જીવે છે,
જીવ મને પૂરેપૂરો
હું આ પૃથ્વી પર સ્વર્ગ છું
હું પૃથ્વીનું મૂળ-બીજ-ગર્ભ છું
હું સૂર્ય છું, તેજ છું, ગરમીની અનુભૂતિ છું, શાશ્વત છું.
હું સહ્યાદ્રી, સાતપુરા, વિંધ્ય, અરાવલી છું
હું હિમાલયનું શિખર છું, દક્ષિણ સમુદ્રનો છેડો છું
અને ઉત્તરપૂર્વનો તેજસ્વી લીલો પણ હું છું.
જ્યાં પણ તમે ઝાડ કાપશો, જ્યારે પણ તમે પર્વત વેચશો
તમે મારી હરાજી કરશો
જ્યારે તમે નદીને મારી નાખો છો ત્યારે હું મરું છું.
શ્વાસો છો તમે મને તમારા પોતાના શ્વાસમાં
હું જીવનનું અમૃત છું
હું પૃથ્વીનું મૂળ-બીજ-ગર્ભ છું
હું સૂર્ય છું, તેજ છું, ગરમીની અનુભૂતિ છું, શાશ્વત છું.
છેવટે, તમે મારા સંતાનો છો
અને મારું લોહી પણ.
લાલચ, લોભ અને સત્તાનો અંધકાર
તમને વાસ્તવિક દુનિયા દેખાડતો નથી.
તમે પૃથ્વીને પૃથ્વી કહો છો,
અને અમે માતા કહીએ છીએ
તમે નદીને નદી કહીને બોલાવો છો
તે અમારી બહેન છે
તમારા માટે પર્વતો માત્ર પર્વતો છે,
અમારે મન ભાઈઓ
સૂર્ય અમારા દાદા
અને ચંદ્ર અમારા મામા.
આ સંબંધ ખાતર થઈને પણ
મારે એક રેખા દોરવી જોઈએ
તમારી અને મારી વચ્ચે,
તેઓ કહેતા રહે છે.
પણ હું સંભળતો નથી. હું માનું છું
તમે તમારી જાતે ઓગળી જશો.
હું ગરમીને શોષી લેનાર બરફ છું
હું પૃથ્વીનું મૂળ-બીજ-ગર્ભ છું
હું સૂર્ય છું, તેજ છું, ગરમીની અનુભૂતિ છું, શાશ્વત છું.
અનુવાદ: પ્રતિષ્ઠા પંડ્યા