સરકાર બહાદુરે તેનું નામ અન્નદાતા રાખ્યું હતું અને હવે તે તેના નામની અંદર ફસાઈ ગયો હતો. જ્યારે સરકાર બહાદુર કહે કે, ‘બીજ વાવો’, ત્યારે તે તેને ખેતરોમાં બીજ વાવતો. જ્યારે સરકાર બહાદુર કહે, 'ખાતર નાખો', ત્યારે તે ખેતરમાં ખાતર નાખતો. અને જયારે પાક તૈયાર થઈ જાય, ત્યારે તે તેને સરકાર બહાદુર દ્વારા નિર્ધારિત કરેલી કિંમતે વેચતો, અને સરકાર બહાદુર ત્યારબાદ ગર્વથી વિશ્વમાં તેમની જમીનની ઉત્પાદકતાના ઠંડઠેરા પીટતા, અને અન્નદાતા પોતાના પેટનો ખાડો ભરવા માટે પોતાનું જ ઉગાડેલું ધાન બજારોમાંથી ખરીદતો. આવું ને આવું આખું વર્ષ ચાલતું અને તેની પાસે કોઈ ચારો નોહ્તો. આમ કરતા કરતા એ દેવામાં ડૂબી ગયો. તેના પગ નીચેની જમીન ખસી ગઈ અને જે પાંજરામાં તે ફસાયેલો હતો તે પાંજરું મોટું થતું ગયું. તેણે માનેલું કે એ આવી જેલમાંથી એ ક્યારેક બહાર નીકળી શકશે. પરંતુ તેનો માંહ્યલો તો સરકાર બહાદુરનો ગુલામ થઇ ચૂક્યો હતો. અને તેનું અસ્તિત્વ ઘણા લાંબા સમય પહેલા, સન્માન નિધિ યોજના હેઠળ ફાળવવામાં આવેલા ચમકતી સોનામહોરો તળે દફનાવી દેવામાં આવ્યું હતું.
मौत के बाद उन्हें कौन गिनता
ख़ुद के खेत में
ख़ुद का आलू
फिर भी सोचूं
क्या मैं खालूं
कौन सुनेगा
किसे मना लूं
फ़सल के बदले
नकदी पा लूं
अपने मन की
किसे बता लूं
अपना रोना
किधर को गा लूं
ज़मीन पट्टे पर थी
हज़ारों ख़र्च किए थे बीज पर
खाद जब मिला
बुआई का टाइम निकल गया था
लेकिन, खेती की.
खेती की और फ़सल काटी
फ़सल के बदले मिला चेक इतना हल्का था
कि साहूकार ने भरे बाज़ार गिरेबान थाम लिया.
इस गुंडई को रोकने
कोई बुलडोज़र नहीं आया
रपट में पुलिस ने आत्महत्या का कारण
बीवी से झगड़े को बताया.
उसका होना
खेतों में निराई का होना था
उसका होना
बैलों सी जुताई का होना था
उसके होने से
मिट्टी में बीज फूटते थे
कर्जे की रोटी में बच्चे पलते थे
उसका होना
खेतों में मेड़ का होना था
शहराती दुनिया में पेड़ का होना था
पर जब उसकी बारी आई
हैसियत इतनी नहीं थी
कि किसान कही जाती.
जिनकी गिनती न रैलियों में थी
न मुफ़्त की थैलियों में
न होर्डिंगों में
न बिल्डिंगों में
न विज्ञापनों के ठेलों में
न मॉल में लगी सेलों में
न संसद की सीढ़ियों पर
न गाड़ियों में
न काग़ज़ी पेड़ों में
न रुपए के ढेरों में
न आसमान के तारों में
न साहेब के कुमारों में
मौत के बाद
उन्हें कौन गिनता
हे नाथ!
श्लोक पढूं या निर्गुण सुनाऊं
सुंदरकांड का पाठ करूं
तुलसी की चौपाई गाऊं
या फिर मैं हठ योग करूं
गोरख के दर पर खिचड़ी चढ़ाऊं
हिन्दी बोलूं या भोजपुरी
कैसे कहूं
जो आपको सुनाई दे महाराज…
मैं इसी सूबे का किसान हूं
जिसके आप महंत हैं
और मेरे बाप ने फांसी लगाकर जान दे दी है.
મૂઆ પછી એ ક્યાંના
ખુદના ખેતરમાં
ખુદ બટાકા ઉગાડું
પણ ખાતા પહેલા
હું કંઈ કેટલું વિચારું
કોણ સંભાળશે
કોને માનવું
ફસલના બદલે
રોકડા લઇ આવું
મારા મનની
કોને કહું કથની
મારું રોવું
ક્યાં જઈ ગાવું
જમીન પટ્ટા પર હતી
બીજ પર ખર્ચ્યા હજારો રૂપિયા
ખાતર મળ્યું
જયારે વાવણીનો સમય રહ્યો નહીં
પણ ખેતી તો મેં કરી
ખેતી કરી, ફસલ કાપી
ફસલના બદલે મળ્યો એક ચેક જુઓ તો હલકોફુલકો
કારણ શાહુકારના ખિસ્સામાં ભર્યું'તું બજાર આખું
આ ગુંડાગર્દીને રોકવા
કોઈ બુલડોઝર ના આવ્યા
રિપોર્ટમાં આત્મહત્યાનું કારણ
પત્ની સાથેના ઝગડાને બતાવ્યું.
એ હતી તો
ખેતરમાં નીંદણ હતું
એ હતી તો
જમીન તૈયાર થતી
એ હતી તો
જમીનથી અંકૂર ફૂટતા
દેવામાં પણ
છોકરાંના પેટ ભરાતા
એના હોવાથી
ખેતરમાં પાળા હતા
શહેરની દુનિયામાં
વૃક્ષોના છાંયા હતા
પણ જયારે એનો વારો આવ્યો
એનું ગજું નહોતું
કે એ પોતાને ખેડૂત કહેવડાવે
એમની ગણતરી ના રેલીઓમાં હતી
ના મફતની થેલીઓમાં
ના હોર્ડિંગમાં
ના બિલ્ડીંગોમાં
ના જાહેરાતોના ઠગલાઓમાં
ના મોલમાં લાગેલા પ્રદર્શનોમાં
ના સંસદની સીડીઓમાં
ના ગાડીઓમાં
ના કાગળના ઝાડોમાં
ના રૂપિયાના ઢગલામાં
ના આકાશના તારાઓમાં
ના સાહેબના નબીરાઓમાં
મૂઆ પછી
એમને કોણ ગણતું
હે નાથ!
શ્લોક વાંચું, કે નિર્ગુણ સંભળાવું
સંદરકાંડનો પાઠ કરું
તુલસીની ચોપાઈ ગાઉં
કે પછી હઠયોગ કરું
ગોરખના દરવાજા પર ખીચડી ચડાવું
હિન્દી બોલું કે ભોજપુરી બોલું
કેવી રીતે કહું
કેમ કરી મારો આવાજ તમારા સુઘી પહોંચાડું
હું એ જ સૂબાનો ખેડૂત છું
જેના તમે મહંત છો
અને મારા બાપે ગળે ફાંસો ખાઈને મોતને વોહર્યું છે
જો તમને આત્મહત્યા કરવાના વિચારો આવતા હોય અથવા માનસિક તણાવમાં હોય તેવા બીજા કોઈની તમને જાણ હોય તો કૃપા કરીને રાષ્ટ્રીય હેલ્પલાઈન, કિરણ, 1800-599-0019 (24/7 ટોલ ફ્રી) પર અથવા આ હેલ્પલાઈનમાંથી તમારી નજીકની કોઈપણ
હેલ્પલાઈન
પર કૉલ કરો. માનસિક સ્વાસ્થ્ય વ્યાવસાયિકો અને સેવાઓની મદદ મેળવવા તેમનો સંપર્ક સાધવા અંગેની માહિતી મેળવવા કૃપા કરીને એસઆઈપીએફ (SPIF) ની
માનસિક સ્વાસ્થ્ય નિર્દેશિકાની
મુલાકાત લો.
પ્રતિષ્ઠા પંડ્યા દ્વારા હિન્દીમાંથી અનુવાદિત