આ શ્રેણી ભારતભરની ગ્રામીણ મહિલાઓના પ્રજનન અને જાતીય સ્વાસ્થ્યને આવરી લે છે. અહીંની કેટલીક વાર્તાઓ વંધ્યત્વનું કલંક, બળજબરીથી કરાતી સ્ત્રી નસબંધી, કુટુંબ નિયોજનમાં ‘પુરુષના સહયોગનો’ અભાવ, અપૂરતી ગ્રામીણ આરોગ્યવ્યવસ્થા જેના સુઘી ઘણા લોકો પહોંચી પણ નથી શકતા તેના પર પ્રકાશ પાડે છે. પછી એવી વાર્તાઓ પણ છે જે યોગ્ય લાયકાત ધરાવતા તબીબી પ્રેક્ટિશનરોનો અભાવ, અને પ્રસૂતિની જોખમી પદ્ધતિઓ, માસિક સ્રાવને કારણે મહિલાઓ સાથે થતો ભેદભાવપૂર્ણ વ્યવહાર, પુત્રો માટેનો અગ્રાધિકાર – અને અન્ય મુદ્દાઓને આવરી લે છે.
જ્યારે કે આમાંની ઘણી વાર્તાઓ રોજબરોજના સંઘર્ષોનો અહેવાલ રજૂ કરે છે, ત્યારે કેટલીક એવી વાર્તાઓ પણ છે જે ગ્રામીણ ભારતમાં મહિલાઓની પ્રસંગોપાત નાની જીતોનું દસ્તાવેજીકરણ કરે છે.
આ શ્રેણી વિશે વધુ જાણવા માટે, તમે નીચેનો વીડિઓ જોઈ શકો છો અને આખી શ્રેણી અહીં વાંચી શકો છો.


