પૌરાણિક કથાઓ, પ્રકૃતિ અને દૈવત્વ, ઋતુઓના પરિવર્તન, સારી લણણીના આનંદની ઉજવણી - ભારતીય તહેવારો આ બધાને આવરી લે છે. આ તહેવારો સમુદાયોને એકસાથે લાવીને, લિંગ અને જાતિની સીમાઓને પાર કરીને અવનવી રીતે ધાર્મિક વિભાજનને દૂર કરી શકે છે. આ તહેવારો પરંપરાની જાળવણી કરવાની સાથોસાથ રોજિંદા જીવન અને શ્રમની એકવિધતામાંથી થોડો વિરામ પણ આપે છે. વિવિધ સમુદાયોના કારીગરો વિના આમાંનું કશું જ શક્ય નથી, આ કારીગરોનું કામ અને કલા જ આ મિજબાનીઓ, સંગીત, નૃત્ય અને પૂજાને શક્ય બનાવે છે. અહીં પ્રસ્તુત છે આપણા ઘણા વૈવિધ્યસભર તહેવારો અને ઉજવણીઓનું દસ્તાવેજીકરણ કરતી પારીની વાર્તાઓ