સૌને માટે આરોગ્યસંભાળ સુલભ બનાવવાનું કામ - આશા કાર્યકરો અને જન્મદાતા માતાઓ (દાયણો) સહિતના - સમુદાયિક આરોગ્યસંભાળ કાર્યકરોને સોંપવામાં આવ્યું છે. જો કે, આ પહેલી હરોળના સહાયકો, જેમાંથી મોટાભાગની મહિલાઓ છે તેઓ વ્યક્તિગત સલામતીની ઝાઝી કાળજી રાખ્યા વિના મુશ્કેલ અને પડકારજનક પરિસ્થિતિઓમાં કામ કરે છે; તેમના નજીવા વેતન તેમને ઘણીવાર મોડા મળે છે અને જ્યારે આરોગ્ય સંબંધિત સંકટ ઊભું થાય છે ત્યારે તેઓ રાષ્ટ્રની આરોગ્યસંભાળ પ્રણાલીઓને ટેકો આપે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. તેમની સરાહનીય ભાવના અને મૂલ્યવાન સેવા વિશે વાંચો પારીની આ વાર્તાઓમાં