‘કોણ જાણતું હતું કે વરસાદના અભાવે મારી કળા મરી પરવારશે?’
પશ્ચિમ મહારાષ્ટ્રના કેરલે ગામના ખેડૂત અને કારીગર સંજય કાંબલે હાથથી જટિલ ઇર્લા (વાંસના રેઇનકોટ) બનાવે છે. છેલ્લા દાયકામાં ઘટતા વરસાદ અને પ્લાસ્ટિકના રેઇનકોટની ઉપલબ્ધતાએ તેમના માટે તેમની આ કળાને આગળ વધારવી મુશ્કેલ બનાવી દીધી છે