વિશ્વની સૌથી મોટી લોકશાહી 19 એપ્રિલથી 1 જૂન, 2024ની વચ્ચે યોજાયેલી ચૂંટણીમાં નવી સરકાર બનાવવા માટે મતદાન કરી રહી છે. ગ્રામીણ ભારત પર દૃઢપણે ધ્યાન કેન્દ્રિત કરીને, પારી વિવિધ મતવિસ્તારોની મુસાફરી કરે છે તે સમજવા માટે કે ગ્રામીણ વિસ્તારોમાં મતો કયા પરિબળો પર આધાર રાખે છે. ખેડૂતો, ખેત મજૂરો, વનવાસીઓ, સ્થળાંતર કરનારાઓ અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા અન્ય લોકો અમારા પત્રકારોને કહે છે કે તેઓ મૂળભૂત જરૂરિયાતોની તાતી જરૂર છે — તેમના ઘરો અને ખેતરોમાં પાણી અને વીજળીનો અને તેમના બાળકો માટે રોજગારીની તકોનો અભાવ છે. પછી એવા મતદારો પણ છે કે જેઓ રાજકીય એજન્ડાઓના લીધે વધતા જતા કોમી તણાવ વચ્ચે તેમના જીવન અને સલામતી માટે ડર લાગે છે. અમારું સંપૂર્ણ કવરેજ અહીં વાંચો