અહીં PARIની મહિલાઓના આરોગ્ય વિશેની એક ચાલુ શ્રેણીમાંની ભારતભરની મહિલાઓના પ્રજનન સ્વાસ્થ્યના વ્યાપક વિષયને આવરી લેતી વાર્તાઓ છે - વંધ્યત્વનું કલંક, સ્ત્રીની નસબંધી પર ભાર, કુટુંબ નિયોજનમાં પુરુષના સહયોગનો અભાવ, અપૂરતી ગ્રામીણ આરોગ્યવ્યવસ્થા જેના સુઘી ઘણા લોકો પહોંચી પણ નથી શકતા, યોગ્ય લાયકાત ધરાવતા તબીબી પ્રેક્ટિશનરોનો અભાવ, અને પ્રસૂતિની જોખમી પદ્ધતિઓ, માસિક સ્રાવને કારણે મહિલાઓ સાથે થતો વ્યવહાર, પુત્રો માટેનો આગ્રાધિકાર – અને વધુ. આ વાર્તાઓ છે આરોગ્યને સંબંધિત પૂર્વગ્રહો અને પ્રથાઓ, લોકો અને સમુદાયો, લિંગ અને અધિકારો, અને ગ્રામીણ ભારતની મહિલાઓની રોજબરોજની લડતો અને પ્રસંગોપાત નાની જીતના વિશાળ ફલકને આવરી લેતી